You are currently viewing પોસ્ટ ઓફિસમાં ખાતું કેવી રીતે ખોલવું ? || 2026 ના નવા અપડેટ મુજબ ડોક્યુમેન્ટ અને નિયમો
પોસ્ટ ઓફિસમાં ખાતું કેવી રીતે ખોલવું 2026

પોસ્ટ ઓફિસમાં ખાતું કેવી રીતે ખોલવું ? || 2026 ના નવા અપડેટ મુજબ ડોક્યુમેન્ટ અને નિયમો

👉📝આ લેખમાં આપણે પોસ્ટ ઓફિસમાં ખાતું કેવી રીતે ખોલવું. અત્યારે 2026 ના નવા અપડેટ મુજબ ડોક્યુમેન્ટ અને નિયમો વિશે જાણકારી મેળવીશું. ભારતમાં પોસ્ટ ઓફિસ માત્ર ટપાલ સેવા પૂરતી મર્યાદિત નથી. આજે પોસ્ટ ઓફિસ દ્વારા બચત ખાતુ, ડિપોઝિટ, આર.ડી., પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ શહીદ અનેક બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકારના વિશ્વાસ સાથે સુરક્ષિત રોકાણ કરવા માંગતા લોકો માટે પોસ્ટ ઓફિસ એ ઉત્તમ વિકલ્પ છે. પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલવું સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય પ્રક્રિયા છે. યોગ્ય ડોક્યુમેન્ટ સાથે અરજી કરીને તમે સરળતાથી પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવી શકો છો. સરકારના વિશ્વાસ સાથે સુરક્ષિત બચત કરવા અને વિવિધ બચત યોજનાઓનો લાભ લેવા માટે પોસ્ટ ઓફિસ એ એક ઉત્તમ વિકલ્પ છે. જો તમે લાંબા ગાળાની બચત, સુરક્ષિત રોકાણ અને સ્થિર વ્યાજ મેળવવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલવું તમારા માટે ખૂબ જ ઉત્તમ છે. તો આજે આપણે આ લેખમાં પોસ્ટ ઓફિસમાં હતું કેવી રીતે ખોલાવવું ?અને તે માટે કયા કયા ડોક્યુમેન્ટ ન જરૂર પડે છે ,તે બધી જ જાણકારી મેળવીશું.

  • પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ
  • રીકરીંગ ડિપોઝિટ ( RD)
  • ટાઈમ ડિપોઝિટ ( TD)
  • માસિક આવક યોજના (MIS)
  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
  • સુકન્યા સમૃદ્ધિ યોજના (SSA)
  • નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)
  • કિસાન વિકાસ પત્ર(KVP)
  • સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ(SCSS)
  • અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ
  • ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
  • સગીર બાળક માટે માતા-પિતા અથવા વાલી ખાતું ખોલાવી શકે છે
  • 10 વર્ષથી વધુ ઉંમરના બાળકને કેટલીક યોજનાઓમાં પોતાનું ખાતું ચલાવવાની મંજૂરી મળી શકે છે.
  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • રેશનકાર્ડ
  • સરનામાનો પુરાવો
  • બે પાસપોર્ટ સાઇઝ ફોટા
  • મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી

1). તમારા નજીકની પોસ્ટ ઓફિસે જાઓ

તમારા નજીકની પોસ્ટ ઓફિસે જઈ અરજી ફોર્મ માંગો.

2). અરજી ફોર્મમાં નીચેની માહિતી ભરો.

  • અરજદારનું નામ
  • જન્મ તારીખ
  • સરનામું
  • મોબાઈલ નંબર
  • આધાર નંબર
  • પાનકાર્ડ નંબર તો જરૂર હોય તો
  • નોમિની વિગતો

3). જરૂરી ડોક્યુમેન્ટ જોડો

4). KYC પ્રક્રિયા પૂર્ણ કરો

પોસ્ટ ઓફિસ ન અધિકારી તમારા ડોક્યુમેન્ટની ચકાસણી કરશે.

5). પ્રારંભિક રકમ જમા કરો

જે પ્રકારનું ખાતું ખોલી રહ્યા હોય તેના નિયમ મુજબ શરૂઆતની રકમ જમવા કરાવવી પડશે.

6).પાસબુક મેળવો.

  • સરકારની સંપૂર્ણ સુરક્ષા
  • ઓછી રકમથી ખાતું શરૂ કરી શકાય
  • વ્યાજની સુવિધા
  • નોમીની સુવિધા
  • દેશભરની પોસ્ટ ઓફિસ સેવા
  • ડિજિટલ બેન્કિંગની સુવિધા
  • એટીએમ અને ડેબિટ કાર્ડ ની સુવિધા (ખાતા મુજબ)
  • ફોર્મમાં માહિતી સાચી આપો
  • મોબાઈલ નંબર જરૂર નોંધાવો
  • નોમીની નું નામ ઉમેરો
  • KYC દસ્તાવેજો માન્ય હોવા જોઈએ
  • જરૂર હોય તો પાન કાર્ડ આપો

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.