👉📝આજે આપણે આ લેખમાં પોસ્ટ ઓફિસ ની વિવિધ સ્કીમ વિશે માહિતી મેળવીશું.. ભારતમાં પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પોમાં ગણાય છે. કારણ કે આ યોજનાઓને ભારત સરકારનું સમર્થન મળેલ છે. જો તમે જોખમ વગર નિશ્ચિત વ્યાજ સાથે રોકાણ કરવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસની વિવિધ સ્મોલ સેવિંગ સ્કીમ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. સરકાર આ યોજનાઓના વ્યાજદરોની દર ત્રણ મહિને સમીક્ષા કરે છે .જુલાઈ થી સપ્ટેમ્બર 2026 માટે મોટાભાગની યોજનાઓના મોટાભાગના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જો તમારું મુખ્ય લક્ષ્ય મૂડીની સુરક્ષા અને ગેરંટી સાથેનું વળતર છે, તો પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ શ્રેષ્ઠ વિકલ્પોમાં આવે છે. તમારી ઉંમર, આવક અને નાણાકીય લક્ષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય યોજના પસંદ કરવાથી લાંબા ગાળે સારો લાભ મેળવી શકાય છે. દુકાન કરતા પહેલા તાજા વ્યાજ દર અને નિયમો ચોક્કસ તપાસી લેવા કારણકે સરકાર તેની ત્રિમાસિક સમીક્ષા કરે છે. તો આજે આપણે આલેખમાં પોસ્ટ ઓફિસની વિવિધ ગેરંટી વાળી યોજનાઓ વિશે માહિતી મેળવીશું.
Table of Contents
🏠☑️પોસ્ટ ઓફિસ ન મુખ્ય ગેરંટી વાળી યોજનાઓ
✅1). પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ ( Time Deposit – TD)
- ઓછામાં ઓછું રોકાણ : 1,000
- સમયગાળો : 1,2, 3અથવા 5 વર્ષ
- 5 વર્ષ ના TD પર આવકવેરા કાયદાની લાગુ જોગવાઈઓ મુજબ કર લાભ મળી શકે છે.
- જેમને નિશ્ચિત સમય માટે સુરક્ષિત રોકાણ કરવું હોય તેમના માટે યોગ્ય છે
🏠2). પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS)
- એક વખત મોટી રકમ જમા કરાવી શકાય
- દર મહિને વ્યાજની આવક મળે છે.
- સમયગાળો પાંચ વર્ષ
- નિવૃત્ત લોકો અથવા માસિક આવક ઈચ્છા રોકાણકારો માટે ખૂબ ઉપયોગી
📝3). નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)
- સમયગાળો: 5 વર્ષ
- વ્યાજ દર હાલમાં 7.7% છે.
- વ્યાજ ચક્રવૃદ્ધિ પદ્ધતિથી વધે છે અને મેચ્યોરિટી સમયે મળે છે.
- કર બચત માટે પણ લોકપ્રિય યોજના
👳4). કિસાન વિકાસ પત્ર
- ઓછામાં ઓછો રોકાણ :1,000
- હાલમાં વ્યાજ દર 7.5 %
- હાલના નિયમો મુજબ રોકાણ અંદાજે 115 મહિનામાં બમણું થાય છે.
👭5). પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
- સમયગાળો :15 વર્ષ
- વ્યાજદર હાલમાં 7.1% છે.
- લાંબા સમયગાળાના રોકાણ અને કર બચત માટે શ્રેષ્ઠ વિકલ્પો માં નો એક છે.
- લોન અને આર્થિક ઉપાડની પણ સુવિધા મળે છે.
🧕6). સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS)
- માત્ર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે
- હાલનું વ્યાજ દર 8.2% છે.
- દર ત્રણ મહિને વ્યાજ મળે છે.
- નિવૃત્તિ બાદ નિયમિત આવક માટે ઉત્તમ યોજના.
💃7). સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
- 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરી ના નામે ખાતું ખોલી શકાય.
- હાલનું વ્યાજ દર 8.2% છે.
- દીકરીના ભવિષ્ય , તેના શિક્ષણ અને લગ્ન માટે લાંબાગાળાની શ્રેષ્ઠ પદ્ધતિ યોજના છે.
📂પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- સરનામાનો પુરાવો
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઈલ નંબર
✅પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાના ફાયદા
- ભારત સરકારનું સમર્થન હોવાથી ઉચ્ચ સુરક્ષા મળી રહે
- નિશ્ચિત વ્યાજ દર
- નાના રોકાણ થી શરૂઆત કરી શકાય
- ઘણી યોજનાઓમાં કર લાભ ઉપલબ્ધ
- ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ
✅👉પોસ્ટ ઓફિસ યોજનાની ટેબલ દ્વારા ટૂંકમાં સમજૂતી
| જરૂરિયાત | યોગ્ય યોજના |
| દર મહિને આવક | MIS |
| લાંબા ગાળાની બચત | PPF |
| પાંચ વર્ષની સુરક્ષિત રોકાણ | NSC |
| રકમ બમણી કરવી | KVP |
| નિવૃત્ત વ્યક્તિ માટે | SCSS |
| દીકરીના ભવિષ્ય માટે | SSY |