👉📝આજે આપણે આલેખમાં નોન ક્રીમ લેયર સર્ટિફિકેટ માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે યોગ્ય ડોક્યુમેન્ટ હોવું સૌથી મહત્વનું છે. ખાસ કરીને જાતિનો દાખલો અને આવકનો દાખલો ફરજિયાત હોય છે .જો બધા જ દસ્તાવેજ તૈયાર હોય તો અરજી સરળતાથી મંજૂર થઈ જાય છે. ભારતમાં OBC ( Other Backward class) વર્ગના લોકો માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ છે. સરકારી નોકરી, એડમિશન અને સ્કોલરશીપ માટે આ સર્ટિફિકેટ ફરજિયાત બને છે.
👉આ બ્લોકમાં આપણે ખાસ કરીને 2026 માં નોન – ક્રિમિલિયર કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વિગતવાર માહિતી મેળવીએ.
Table of Contents
📝👉નોન – ક્રિમિલેયર શું છે?
નોન – ક્રિમિલેયર સર્ટિફિકેટ એટલે OBC વર્ગના તે લોકો, જેમના પરિવારને આવક સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદા કરતા ઓછી હોય છે, હાલની આવક મર્યાદા રૂપિયા 8 લાખ પ્રતિ વર્ષથી ઓછી હોય….
🗂️2026 માં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે જરૂરી ડોક્યુમેન્ટ
👳1. ઓળખનો પુરાવો
- આધાર કાર્ડ
- મતદાર ઓળખ પત્ર
- પાનકાર્ડ
✅2. જાતિ નો દાખલો ( cast certificate)
OBC જાતિ નો દાખલો ફરજિયાત હોય છે, તેના વગર નોન ક્રિમિલિયર કઢાવી શકાતું નથી.
💰3. આવક નો દાખલો ( Income certificate)
- પરિવારનો આવકનો દાખલો
- ITR / સેલરી સ્લીપ
🏠4. રહેઠાણ ના પૂરાવો
- રેશનકાર્ડ
- લાઈટ બિલ
- પાણી બિલ
- ભાડા કરાર પત્રક
👭5. પરિવારની માહિતી
- પિતા/ વાલી ની આવક ની વિગતો
- નોકરી / વ્યવસાયની માહિતી
✅6. બેંક પાસબુક
🧕7. પાસપોર્ટ સાઇઝ ફોટો
✅8. સ્વ ઘોષણા ( self Declaration)
⚠️⚠️ખાસ નોંધ :⚠️⚠️
બધા જ ડોક્યુમેન્ટ માં નામ અને સરનામું સરખું હોવું જરૂરી છે.
ખોટી માહિતી આપશો તો અરજી રિઝલ્ટ પણ થઈ શકે છે.
આવક રૂપિયા 8 લાખથી ઓછી હોવી જોઈએ.
દસ્તાવેજ ક્લિયર અને સાચા હોવા જરૂરી છે
અરજી પહેલા બધા જ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા.
✅કેટલો સમય લાગી શકે છે?
સામાન્ય રીતે 7 થી 15 દિવસ લાગી શકે છે.
ક્યારેક 20 દિવસ સુધી પણ લાગી શકે છે.
💰ફી કેટલી લાગે?
ઓનલાઇન માટે રૂપિયા 20 થી 50રૂપિયા
CSC /જનસેવા કેન્દ્રમાં ₹50-₹100
અરજી કરતા પહેલા બધા જ ડોક્યુમેન્ટ એક ફાઈલમાં રાખો ,જેથી પ્રક્રિયા ઝડપથી પૂરી થાય અને તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઓછા સમયમાં કઢાવી શકો.