You are currently viewing bank of baroda માં બંધ ખાતુ ચાલુ કેવી રીતે કરવું || Bank of Baroda reactive account || બેંક ઓફ બરોડા બંધ ખાતુ ચાલુ કરવાની પ્રોસેસ
Bank of Baroda માં બંધ ખાતું ચાલુ કરો.

bank of baroda માં બંધ ખાતુ ચાલુ કેવી રીતે કરવું || Bank of Baroda reactive account || બેંક ઓફ બરોડા બંધ ખાતુ ચાલુ કરવાની પ્રોસેસ

👉📝આ લેખમાં આપણે bank of baroda માં જો તમારું ખાતું બંધ થઈ ગયું હોય તો તેને ફરી કેવી રીતે શરૂ કરાવવું તે વિશે જાણકારી મેળવીશું. તેમાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર હોય છે? કેવી રીતે તેની અરજી કરવાની હોય છે? ઘણા વખતથી ઉપયોગમાં ન લેવાયેલું ખાતું બેંક દ્વારા “ડોરમન્ટ” અથવા ” ઇન એક્ટિવ “કે બંધ કરી દેવામાં આવે છે , જો તમારું ખાતું બંધ થઈ ગયું હોય તો તમાર ચિંતા કરવાની જરૂર નથી ,અહીં દર્શાવેલા કેટલીક માહિતી ઉપરથી તમે બેન્ક ઓફ બરોડામાં ખાતા ને ફરીથી સરળતાથી શરૂ કરી શકો છો ,KYC અપડેટ કરવી અને ખાતું સક્રિય રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.તો આજે આપણે તેના વિશે માહિતી મેળવીશું.

1000001088

👉બેંકમાં ખાતું બંધ થઈ જવાના ઘણા બધા કારણો હોય છે જેમ કે

  • જો તમે લાંબા સમય સુધી એટલે કે 24 મહિના કોઈ ટ્રાન્જેક્શન ન થયું હોય
  • ખાતાધારક તેનો ઉપયોગ ન કરતા હોય
  • લાંબા સમયથી KYC દસ્તાવેજ અપડેટ ન કરાવ્યાં હોય.
1000003913

👉તમારું KYC પૂરું થયેલું હોય તો જ ખાતું ફરીથી ચાલુ થઈ જશે. તે માટે નીચેના ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.

  • ઓળખ માટે આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • રહેઠાણના પુરાવા માટે લાઈટ બિલ અથવા આધારકાર્ડ ,રેશનકાર્ડ વગેરે
  • પાસપોર્ટ સાઇઝ ફોટા

🏠1 . તમારા ખાતાની શાખામાં વ્યક્તિગત રીતે જવું જરૂરી છે, તમારું ખાતું જે બ્રાન્ચમાં છે તે બ્રાન્ચે જાઓ.

✅2. તમારે એક લેખિત અરજી પત્રક લખીને શાખાના મેનેજરને આપવું પડશે, જેમાં તમારે નીચેની માહિતી ભરવાની રહેશે.

  • ખાતાધારક નું પૂરું નામ
  • ખાતા નંબર
  • ખાતા નો પ્રકાર
  • ખાતું બંધ થવા નું કારણ
  • ખાતું ફરી શરૂ કરાવવા નું કારણ

✅3. KYC અપડેટ કરાવવું પડશે પછી જ ખાતું શરૂ થશે.

📂4. જો તમારા ડોક્યુમેન્ટમાં કોઈ ફેરફાર થયો હોય ,જેમકે તમારા નામ, સરનામું તો સુધારેલા ડોક્યુમેન્ટ આપવા પડશે.

🪙5. કેટલીક વખત બેંક નાનું ટ્રાન્ઝેક્શન માંગે છે ,ખાતામાં નાની રકમ ડિપોઝિટ કરો કે વિથડ્રો કરો, જેથી ખાતું એક્ટિવ થઈ શકે.

📱6. ખાતુ ફરી શરૂ થયા પછી નેટબેન્કિંગ ,મોબાઇલ બેન્કિંગ અથવા પાસબુક મારફતે ખાતા નું બેલેન્સ અને સ્ટેટસ તપાસતા રહો,

1000003914

👉ખાતું બંધ થયા બાદ લાંબો સમય પસાર થયો હોય તો બેંક નવું ખાતું ખોલવાનું કહી શકે છે

👉કેટલીક વખત નાની રકમ એટલે કે રૂપિયા 100 થી 500 સુધીનો ચાર્જ લાગી શકે છે,

👉ખાતામાં સંકળાયેલ સેવાઓ જેવી ATM કાર્ડ, Net Banking માટે ફરીથી અરજી કરવાની જરૂર પડશે.

👉Bank of Baroda ટોલ ફ્રી નંબર: 1800 102 4455 / 1800 258 4455

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.