👉📝આ લેખમાં આપણે જાણીશું કે પોસ્ટ ઓફિસમાં ખાતું કેવી રીતે ખોલાવવું.. ખાતું ખોલાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટન જરૂર હોય છે. પોસ્ટ ઓફિસમાં કેવા પ્રકારના ખાતાઓ ખોલવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલવા માટે લાયકાત શું હોવી જોઈએ .. ભારતીય પોસ્ટ ઓફિસ માત્ર પત્ર વહન કરતી સંસ્થા નથી. પરંતુ તે વિશ્વસનીય બેન્કિંગ સેવાઓ પણ આપે છે. પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવાથી તમે બચત સાથે અનેક સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો ..તો આજે આપણે આ લેખમાં પોસ્ટ ઓફિસ ખાતા ના પ્રકાર અને ખાતું ખોલવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા વિશે જાણીશું.

Table of Contents
✅પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટે જરૂરી લાયકાત
- કોઈપણ ભારતીય નાગરિક ખાતું ખેલાવી શકે છે
- નાના બાળકો માટે પણ ખાતું ખોલાવી શકાય છે
- દસ વર્ષથી વધુ ઉંમરના બાળકના નામે ખાતુ ઉજળી શકે છે.
🗂️પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાનકાર્ડ , વોટર આઈડી ,ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે
- રહેઠાણના પુરાવા તરીકે વીજળી બિલ , પાણી બિલ, રેશનકાર્ડ , આધારકાર્ડ , ભાડા કરાર વગેરે
- 2 પાસપોર્ટ સાઇઝ ફોટો
- પૂરું ભરેલું ખાતું ખોલવાનું ફોર્મ (post office SB -3 Form)
- આરંભિક જમા રકમ (રૂપિયા 500 થી શરૂ)
🏠પોસ્ટ ઓફિસમાં ખાતા ના પ્રકાર
ખાતાના પ્રકાર | વિશેષતા |
Savings Account | સામાન્ય બચત ખાતુ |
Recurring Deposit | દર મહિને નક્કી રકમ ભરવાનું ખાતું |
Time Deposit | કોઈ નિશ્ચિત સમય માટે થતી ડિપોઝિટ |
Monthly Income Scheme | દર મહિને વ્યાજ મળે તેવા પ્રકારનું ખાતું |
Senior citizen savings Scheme | વૃદ્ધ વડીલો માટેનું ખાતું |
Sukanya Samruddhi Account | દીકરીઓ માટેનું ખાસ ખાતું |
public providents Fund | લાંબા ગાળાની સેવિંગ માટે ની સ્કીમ |
⏭️પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલવાની પ્રક્રિયા

- તમારા નજીકની પોસ્ટ ઓફિસ એ જાઓ
- ખાતું ખોલવાનું ફોર્મ મેળવો ( SB A/c ઓપનિંગ ફોર્મ SB-3 ફોર્મ મેળવો)
- જરૂરી સાચી માહિતી સાથે ફોર્મ ભરો.. તેમાં નામ ,સરનામું, ઓળખ વિગત ,વારસદાર વગેરે વિગતો ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડો
- આરંભિક રકમ સામાન્ય રીતે રૂપિયા ₹ 500 અથવા તેનાથી વધુ રકમથી ખાતું ખોલાવી શકાય
- તમારો ફોર્મ ચકાસ્યા બાદ તમને ખાતા નંબર અને પાસબુક આપવામાં આવશે.
✅વ્યાજદર (2025 મુજબ) અમુક સમયે ફેરફાર થઈ શકે
ખાતાના પ્રકાર | અંદાજિત વ્યાજ દર |
SBI Account | 4.0% પ્રતિ વર્ષ |
RD Account | 6.7%-5 વર્ષ માટે |
TD Account | 6.9% સુધી |
MIS Account | 7.4% પ્રતિ વર્ષ |
SCSS | 8.2% |
PPF | 7.1% |
ખાસ નોંધ ⚠️
👉ખાતા માટે ATM કાર્ડ અથવા ડેબિટ કાર્ડ અને ચેક બુક મળે છે.
👉નમિની લગાવવી જરૂરી છે
👉ઓછામાં ઓછું ₹500 બેલેન્સ જાળવવું ફરજિયાત છે