👉📝🏧આ લેખમાં આપણે જાણીશું કે તમારે કોઈપણ બેંકનું ATM કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ કઢાવવું છે ..તો તે માટે ક્યાં અરજી કરવાની હોય છે ..કેવી રીતે ATM કાર્ડ અને ડેબિટ કાર્ડ કઢાવવામાં આવે છે. કેવી રીતે પિન સેટ કરવી અને કાર્ડ સક્રિય કરવું.. ભારતમાં કોઈપણ બેંકમાંથી ATM કાર્ડ અથવા ડેબિટ કાર્ડ મેળવવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે અરજી કરી શકો છો. તો આપણે આ લેખમાં ATM અને ડેબિટ કાર્ડ કઢાવાય છે તેની પ્રોસેસ વિશે જાણીશું.

Table of Contents
🏧✅ATM કાર્ડ અથવા ડેબિટ કાર્ડ કઢાવવા માટે બે રીતે અરજી કરી શકાય છે.
- ઓફલાઈન અરજી( બેંકની શાખા પર જઈ અરજી કરવાની હોય છે)
- ઓનલાઇન અરજી( મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા)

🏦🏧1. ઓફલાઈન રીતે (બેંકની શાખા એ જઈને અરજી કરવાની)
- તમારા નજીકની બેંકની શાખામાં જાઓ
- બેંકે જઈને ATM અથવા ડેબિટ કાર્ડ માટેનું અરજી ફોર્મ માંગો
- આપેલ ફોર્મ માં સાચી માહિતી સાથે બધી જ વિગતો ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ જોડી ફોર્મ જમા કરો
- બેંક તમારા ફોર્મ ની ચકાસણી કરશે
- ચકાસણી થયા બાદ ATM કાર્ડ તમારા નોંધાયેલા એડ્રેસ પર મોકલી આપવામાં આવશે.
📱✅2.ઓનલાઇન રીતે (મોબાઈલ એપ્લિકેશન અથવા નેટબેન્કિંગ દ્વારા)
📱1. મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન દ્વારા

- તમારી બેન્ક ની અધિકૃત એપ્લિકેશન તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરો
- એપ્લિકેશન ઓપન કરીને લોગીન કરો.
- “ડેબિટ કાર્ડ માટે અરજી કરો “વિકલ્પ પસંદ કરો.
- આપેલ ફોર્મ માં જરૂરી વિગતો ભરીને અરજી કરો.
- હવે તમારા કાર્ડની સ્થિતિ અને ટ્રેકિંગ વિગતો SMS અથવા ઇમેઇલ દ્વારા તપાસતા રહો.
🧬2.ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા
- તમારી બેંકની વેબસાઈટ જાણી તેના પર લોગીન કરો.
- “ડેબિટ કાર્ડ સેવાઓ” અથવા તેને સમાન વિભાગમાં જઈને” નવું કાર્ડ માટે અરજી કરો “વિકલ્પ પસંદ કરો.
- તેમાં આપેલ જરૂરી વિગતો ભરીને અરજી કરો.
- હવે કાર્ડની સ્થિતિ અને ટ્રેકિંગ વિગતો SMS દ્વારા અથવા ઇમેઇલ દ્વારા પ્રાપ્ત થશે.
🛑🏧PIN સેટ કરવો અને કાર્ડ સક્રિય કરવું
🏧ATM દ્વારા : તમને કાર્ડ મળ્યા પછી ,નજીકના ATM પર જઈ ને “PIN જનરેટ કરો” વિકલ્પ પસંદ કરીને તેમાં આપેલ સૂચનાઓનું પાલન કરો.
📱મોબાઈલ એપ્લિકેશન દ્વારા : કેટલીક બેંકમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ PIN સેટ કરી શકાય છે.
⚠️ખાસ નોંધ :⚠️
👉કાર્ડ પ્રાપ્ત થયા પછી તરત જ PIN સેટ કરો અને કાર્ડ સક્રિય કરો.
👉તમારું કાર્ડ સુરક્ષિત રાખો અને PIN કોઈ સાથે શેર ન કરો.
👉જો તમારું કાર્ડ ચોરી થઈ ગયું હોય અથવા તો ખોવાઈ ગયું હોય તો તરત બેંકને જાણ કરો અને કાર્ડ બ્લોક કરાવો.