👇આજે આપણે આ લેખ માં બાળકના આધારકાર્ડ કેવી રીતે કઢાવવું..તેમાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂરીયાત પડે છે..બાળક ની લાયકાત શું હોવી જોઇએ.. આધારકાર્ડ કઢાવવા કેવી રીતે અરજી કરવી..કેટલા સમયમાં મળે..આવી બધી j માહિતી મેળવીશું.નાના બાળકો નું આધારકાર્ડ કઢાવવાની સરળ અને અગત્યની પ્રક્રિયા છે. આધારકાર્ડ બાળક જન્મે તરત પણ કઢાવી શકાય છે.તેને Bal Aadhar. કહે છે.
Table of Contents
☑️આધારકાર્ડ કઢાવવા માટે બાળક ની લાયકાત🙎
- 0 થી 5 વર્ષ સુધીના બાળકો માટે એક નીલા રંગનું આધારકાર્ડ હોય છે જેને Bal Aadhar કહે છે
- 5 વર્ષ પછી બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત છે
- 15 વર્ષ પછી ફરી પાછું બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડે છે
☑️બાળક નું આધારકાર્ડ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ⬆️
બાળક માટે🙎
- જન્મ નો દાખલો (Birth certificate)
- હોસ્પિટલ નો રેકોર્ડ અથવા તો રહેઠાણ નો પુરાવા વાળો દસ્તાવેજ
- પાસપોર્ટ સાઇઝ ફોટો બાળક નો
પેરેન્ટ/ વાલી માટે ના ડોક્યુમેન્ટ👫
- આધારકાર્ડ ( માતા પિતા કે ગમે તે વાલી નું)
- રહેઠાણ ના પુરાવા (વાલી na દસ્તાવેજ થી)
⚠️નોંધ: 0 થી 5 વર્ષે ના બાળકો માટે બાયોમેટ્રિક જરૂરી નથી માત્ર ફોટો લેવાય છે.
⏭️આધારકાર્ડ માટે અરજી કરવાની પ્રોસેસ⏭️
👇બાળકોનું આધાર કાર્ડ કઢાવવા માટે બે રીતે અરજી કરી શકાય છે.
1.ઓનલાઈન અરજી
2. ઓફલાઈન અરજી
1.ઓનલાઈન અરજી
- વેબસાઈટ : https://appointment.uidai.gov.in પર જાઓ
- “Aadhaar Enrolment”પસંદ કરો
- નજીક નું Aadhaar seva kendra પસંદ કરો
- તારીખ અને સમય પસંદ કરો
- એપાઈન્ટમેન્ટ લઇ આધાર કેન્દ્ર પર હાજર રહેવું
2. ઓફલાઈન અરજી
- તમારી નજીક ના આધાર નોંધણી કેન્દ્ર જેમ કે CSC, પોસ્ટ ઓફિસ, બેંક વગેરે જગ્યાએ સીધા જાવ
- ત્યાંથી આપેલ ફોર્મ ભરો
- યોગ્ય ડોક્યુમેન્ટ જોડી ફોર્મ સબમિટ કરો
- બાળક નો ફોટો લેવાશે
- વાલી ના આધાર સાથે જોડાણ થશે
☑️બાળક નું આધારકાર્ડ કેટલા સમયમાં મળી જશે?⬆️
▶️બાળક ના આધારકાર્ડ ની નોંધણી થયા પછી 2-3 અઠવાડીયા માં બાળકનું આધારકાર્ડ મળી જશે
⏭️તમે તેને online પણ ડાઉનલોડ કરી શકો છો
⚠️નોંધ : બાળક નું આધારકાર્ડ કઢાવવા માટે કોઈ પણ પ્રકારની ફી નથી. બાળક નું આધારકાર્ડ માં જ્યારે બાળક 5 વર્ષ નું થાય પછી બાયોમેટ્રિક અપડેટ એટલે કે ફિંગર પ્રિન્ટ, ચહેરાની ઓળખ કરાવવું ફરજિયાત છે. ત્યાર પછી જ્યારે બાળક 15 વર્ષનું થાય ત્યારે ફરીવાર બાયોમેટ્રિક અપડેટ કરવું પડે છે.
🙏🙏🙏🙏🙏