👉📝આ લેખ માં આપણે જાણીશું કે વારસાઈ આંબો ( પેઢીનામું) કેવી રીતે કઢાવવું..તેના માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે..ક્યાં અરજી કરવી જોઈએ..કેવી રીતે અરજી કરવી..અને પેઢીનામું કઈ જગ્યાએ કામ આવે છે.. અવિશ્વાસ, જમીન કે સંપત્તિ વારસામાં મળતી હોય ત્યારે વારસાઈ આંબો અથવા પેઢીનામુ કઢાવવું ખૂબ જ જરૂરી છે ખાસ કરીને ગુજરાતીમાં પેઢીનામુ કોઈને મૃત્યુ બાદ તેમની મિલકત અથવા જમીનના અધિકાર માટે જરૂરી ડોક્યુમેન્ટ બની જાય છે
📝👉પેઢીનામુ એ એક ન્યાય પ્રક્રિયા દ્વારા મળતું પ્રમાણપત્ર છે જે સાબિત કરે છે કે કોઈ વ્યક્તિને મૃત્યુ થયું છે અને તેના વારસદાર કોણ છે આ પ્રમાણપત્રના આધારે જમીન મિલકત કે બેંક ખાતા નું ટ્રાન્સફર થઈ શકે છે
⚠️⚠️વારસાઈ આંબો કે પેઢીનામુ કઢાવવા માટે તમારા તાલુકાની મામલતદાર કચેરી કે ઈ – ધરતી કેન્દ્રમાં અરજી કરી શકો છો.
❇️પેઢીનામું કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

- મૃત્યુ પ્રમાણપત્ર ( મૃત્યુ પામેલા વ્યક્તિ નું)
- બધા જ વારસદારો નું આધારકાર્ડ/ ઓળખપત્ર
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ ઓળખ માટે
- મિલકતના દસ્તાવેજો ( 7/12 ,પખવાડિયું, ખાતાવારી )
- ગ્રામ પંચાયતના /મ્યુનિસિપાલિટી તરફ થી વારસદાર ની યાદી
- સબંધ પુરાવા(જન્મ દાખલો, લગ્ન પ્રમાણપત્ર)
- મિલકત કે જમીન નો નકશો (હોય તો જ)
❇️પેઢીનામું કઢાવવા માટે અરજી કરવાની પ્રોસેસ

- તમારા નજીકનીમામલતદાર કચેરી અથવાઓનલાઇન પોર્ટલ e- dhara પર જઈ ને અરજી કરી શકે છે. ક્લિક કરો
- તેમાં આપેલું અરજી ફોર્મ ભરો
- પેઢીનામુ કઢાવવા માટે ફોર્મ ખાસ જરૂરી છે
- તમારી અરજી કબુલ થયા પછી સરકારી નોંધપાત્ર પત્રિકામાં જાહેરાત મૂકે છે
- જાહેરાત જાહેર સત્તાવાળાઓ
- જો કોઈ વાંધો ન ઉઠાવે તો મામલતદાર ઓફિસ દ્વારા પેઢીનામુ જાહેર થાય છે
- પેઢીનામુ મળ્યા બાદ તમે જમીન ના 7/12 ઉતારામાં અથવા મિલકત રેકોર્ડમાં નામ દાખલ કરાવી શકો છો.
❇️પેઢીનામુ ક્યાં કામ આવે છે
- જમીન કે મિલકતના માલિકી હક માટે
- બેંક ખાતું/ FDS/ લોન કે ક્લેમ માટે
- સરકારી નોકરી કે પેન્શન ક્લેમ માટે
- અન્ય વારસત હકો માટે
⚠️⚠️ખાસ નોંધ: આ બધી પ્રક્રિયા પૂરી થવામાં સરેરાશ 30 થી 90 દિવસ લાગતા હોય છે જો કોઈ વાંધો ન આવે તો કામ ઝડપી પૂરું થઈ શકે છે.
👉બધા જ વારસદારોની યાદી આપવી ખૂબ જ જરૂરી છે.
👉જાહેરાત દરમિયાન કોઈ વાંધો આવે તો મામલો કોર્ટમાંc પણ જઈ શકે છે.