જમીન ની માપણી કરવા માટે સરકાર ને બે રીતે અરજી કરી શકો છો. જો તમારે કોઈ જમીન છે અને તેની માપણી તમે કરાવવા માંગો છો તો તમે માપણી કરવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ પ્રોસેસ અહીંયા આપવામાં આવેલી છે જે તમે વાંચીને અરજી કરી શકો છો.
1. ઓનલાઈન અરજી
2. ઓફલાઈન અરજી
આજે આ લેખ માં જમીન ની માપણી કરવા માટેની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશે ની ચર્ચા કરશું.
જમીન માપણી ની ઑનલાઇન અરજી કરવા માટે એક વેબસાઈટની જરૂરિયાત રહેશે.આ વેબસાઈટ દ્વારા જમીનમાપણી ની ઓનલાઇન અરજી કરી શકો છો. નીચે જમીન માપણી ની ઑનલાઇન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે.
જમીન માપણી ની ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ
જમીન ની ઓનલાઈન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો.
- વેબસાઈટ પર આવી જશો એટલે મેનૂ માં “ONLINE APPLICATION”પર ક્લિક કરો.
- અરજી નો હેતુ તેમાં “જમીન માપણી સબંધીત અરજી”અને અરજી નો પ્રકાર છે તેમાં “સર્વે નંબર ની હદ, હિસ્સા અથવા ભાગ અંગે માપણી કરવા માટે ની અરજી “પસંદ કરો.
- જે જમીન માં માપણી કરવા ની હોય તેનો જીલ્લો, તાલુકો, ગામ પસંદ કરો.(ખાસ નોંધ:એક કરતા વધારે સર્વે નંબર હોય તો સર્વે નંબર પ્રમાણે અલગ અલગ અરજી થશે)
- તમારો મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરો. સ્ક્રીન પર દર્શાવેલ કેપચા કોડ જેવી રીતે લખેલો છે તેવી રીતે દાખલ કરો.જો કેપ્ચા કોડ નો ઉકલે તો રીફ્રેશ બટન પર ક્લિક કરીને નવો કેપ્ચા કોડ મેળવો.
- કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ “GENERATE OTP” પર ક્લિક કરો.જેથી દાખલ કરેલા મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી પર અલગ અલગ OTP આવશે. મોબાઈલ નંબર અને ઇ-મેલ પર મળેલ OTP દાખલ કરી ને “Submit” પર ક્લિક કરો.
- Submit પર ક્લિક કર્યા બાદ જમીન માપણી કરવા માટેનું અરજીની વિગત ભરવા માટેનું ફોર્મ ખૂલશે.
- અહીંયા અરજી ને લગતી વિગતો સાચી રીતે દાખલ કરો બધી જ વિગતો ગુજરાતી ભાષામાં દાખલ કરવી.જેમાં આંકડા અંગ્રેજી ભાષા માં દાખલ કરવા ના રહેશે .(અરજી નો પ્રકાર જે પ્રકારની માપણી કરવા ની હોય તે મુજબ સમજી વિચારી ને પસંદ કરો.
- તમારું નામ ,સરનામું ,પ્રકાર વગેરે દાખલ કરો.
- ખાતા નંબર , સર્વે નંબર અને જમીન ની ચતુર દિશા ની વિગતો દાખલ કરવી અને નીચે આપેલી ૩ શરતો વાંચી ને તેની આગળ ટિક કરવું.
- અરજી ને લગતી તમામ વિગતો દાખલ કર્યા બાદ “SAVE APLICATION “પર ક્લિક કરો.
- અરજી save થતા જ એક યુનિક અરજી નંબર સ્ક્રીન પર જોવા મળશે જે યોગ્ય જગ્યાએ લખી લેવો.અને હવે ok પર ક્લિક કરો.તથા અરજી નંબર તમને મોબાઈલ નંબર અને ઇ-મેલ માં મળી જશે.
- હવે ખુલેલા પેજ પર અરજી ની વિગતો ચકાસી ” CONFIRM APPLICATION” પર ક્લિક કરો.
- પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરી તથા સોગંદનામુ/સંમતિ પત્રક ઓનલાઈન જનરેટ કરો.હિસ્સા માપણી ન કિસ્સા માં સિસ્ટમ જનરેટેડ સોગંદનામુ નોટરી કરી અપલોડ કરવા નું રહેશે.હદ તથા માપણી ના કિસ્સામાં સિસ્ટમ જનરેટેડ સંમતિ પત્રક ફક્ત સહી કરી અપલોડ કરવા નું રહેશે.(સોગંદનામુ અથવા સંમતિપત્રક વાંચી શકાય તેવી pdf માં હોવું જોઈએ. માત્ર IORA વેબસાઈટ પરથી પ્રિન્ટ કરેલ અરજી પત્રક અથવા સોંગદનામુ જ માન્ય ગણાશે.આ સિવાય અન્ય કોઈ રીતે બનાવેલું અરજી પત્રક કે સોગંદનામુ માન્ય ગણાશે નહી તેની ખાસ નોંધ લેવી.)
- FREEZE DOCUMENT પર ક્લિક કરી ડોક્યુમેન્ટ ખાતરી કરો.
- “માપણી ફી ભરવા અહીંયા ક્લિક કરો” પર ક્લિક કરી આગળના પેજ પર પેમેન્ટ મેથડમાં PAYMENT GATEWAY અને SEIEPAY પસંદ કરી CONFIRM > AGREE > SUBMIT પર ક્લિક કરો. માપણી માટેની ફી ઓનલાઈન, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, કે ભીમ યુપીઆઈ દ્વારા પણ ભરી શકાશે. માપણીની ફી ઓફ લાઈન ભરવા માટે એનઈએફટી પસંદ કરી મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી દાખલ કરી એની એફ ટી ચલણ જનરેટ કરવું આ ચલણ state bank of india સિવાયની બેંકમાં ચેક દ્વારા ભરી શકાશે.
- ફી ભરાઈ જાય પછી તમને ઓનલાઇન રસીદ જોવા મળશે તે રસીબ તમારે ડાઉનલોડ કરવાની રહેશે. આ રસીદ સાચવીને રાખવાની રહેશે જે તમારી આગળ જરૂરિયાત રહેશે.
- પેમેન્ટમાં કોઈપણ એરર આવે તો સંપૂર્ણ અરજી કરવાની જરૂર રહેતી નથી. પેમેન્ટ ઓપ્શનમાં જઈને ખાલી પેમેન્ટ કરવાનું રહેશે. જે તમે નીચે પ્રમાણે ત્યાં પહોંચી શકો છો. HOME > ONLINE APPLICATION > REGISTERED APPLICATION અહીંયા અરજી નંબર મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી ની વિગતો દાખલ કરી ઓટીપી મેળવીને માપણી ફી ભરવાની ક્લિક કરો ત્યાં ક્લિક કરીને ફરીવાર પેમેન્ટ કરી શકો છો.
- હવે પછી તમને માપણી કરવાની તારીખ અરજીની સ્થિતિ અને નિકાલની વિગતો સમયાંતરે અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર અથવા તો ઇ-મેલ આઇડી પર સમયાંતરે મોકલવામાં આવશે.
તો આવી રીતે તમારી કોઈ જમીન હોય અને તમે સરકાર દ્વારા માપણી કરાવવા માંગતા હોય તો તમે આવી રીતે ઓનલાઇન અરજી કરીને માપણી નક્કી કરી શકો છો. જેની માટે તમારે કોઈ ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી ઘરે બેઠા તમારા મોબાઇલ ફોન દ્વારા અથવા કોમ્પ્યુટર દ્વારા માત્ર 10 થી 15 મિનિટનો સમય કાઢીને તમે તમારી જમીનની માપણી માટેની અરજી ઓનલાઇન કરી શકો છો.
- રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું ? || Residence Certificate process 2025/26
- 2025/26 ની નવી આવક મર્યાદા અને ક્રિમિલેયર પર તેની અસર || Creamy layer 2025/26
- 2025 /26 માં ટોપ 5 હાઈ રિટર્ન આપતા મ્યુચ્યુઅલ ફંડ્સ || top Five myuchyual Fund in 2025/26
- માનવ કલ્યાણ યોજના || Manav Kalyan Yojana🧑🏭🧑🚒👳
- School living certificate માં ભૂલ સુધારવા શું કરવું? || ખોવાઈ ગયું હોય તો નવું કેવી રીતે કઢાવવું ? 2025 || How to Correct Errors or Get a Duplicate School leaving certificate?
- સહકારી બેંક એટલે શું? || અને તેના પ્રકાર વિશે જાણો || Co Operative Bank 2025/26
- બેંક માંથી કેટલી રીતે રૂપિયા ઉપાડી શકાય? || How to withdrawal money 2025/26
- બેંક ખાતા માં માઇનસ માં બેલેન્સ હોઈ તો શું કરવું?
- Bank of Baroda માં Zero Balance Account કેવી રીતે ખોલવો? || Bank of Baroda zero balance account opening 2025/26
Pingback: OBC/નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || Non Creamy Layer Certificate Document 2025 - Helpingujrati.com