આજ ના લેખ માં જાણીશું કે ઓનલાઇન ૭/૧૨ અને ૮અ કઢાવો ની સંપુર્ણ પ્રોસેસ. જેમાં તમારે કોઈ ઓફિસની મુલાકાત લેવાની જરૂરિયાત નથી. ધરે બેઠા માત્ર 2 જ મિનિટમાં ૭/૧૨ અને ૮ અ ઓનલાઇન ડાઉનલોડ કઢાવી શકો છો.૭/૧૨ અને ૮ અ કઢાવવા માટે તમે ઓનલાઇન કે ઓફલાઈન એમ બંને રીતે કઢાવી શકો છો. જેમાં આજે ઑનલાઇન ૭/૧૨ કઢાવવા વિશે માહિતી મેળવીશું. ઓનલાઈન ૭/૧૨કઢાવવા માટે એક વેબસાઈટની જરૂર રહેશે
ઓનલાઇન ૭/૧૨ અને ૮ અ કઢાવવાની સંપૂર્ણ પ્રોસેસ
- ઓનલાઈન ૭/૧૨ કઢાવવા માટે અહીંયા ક્લિક કરો.
- વેબસાઈટ પર આવી જશો એટલે સ્ક્રીન પર ઘણા ઓપ્શન જોવા મળશે . તેમાં એક ઓપ્શન “DIGITALLY SIGNED ROR” તેના પર ક્લિક કરો.
- હવે જે પેજ ખુલશે તેમાં મોબાઇલ નંબર લખેલો છે ત્યાં OTP આવી શકે તેવો મોબાઇલ નંબર લખવા નો રહેશે.અને નીચે જે કોડ દેખાય છે તેવો j કોડ લખવાનો રહેશે.ત્યાર બાદ Generate OTP પર ક્લિક કરો.ત્યાર બાદ તમે જે નંબર એન્ટર કર્યા છે તે નંબર પર OTP આવશે તે OTP અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ લોગીન પર ક્લિક કરવાનું.
- હવે જે પેજ ખુલશે ત્યાં કોઈ એક ઓપ્શન પસંદ કરો આવું લખેલું હશે ત્યાં ટચ કરી ને ૭,૧૨,૮ અ,૬ વગેરે જે નમૂનો જોઇ તો હોય તે પસંદ કરવાનો રહેશે.ત્યાર બાદ નીચે જીલ્લો, તાલુકો ,ગામ પસંદ કરી ને સર્વે નંબર પસંદ કરો.ત્યાર બાદ નીચે Add Village form પસંદ કરો. એટલું કરવા થી જે તમે નમૂનો પસંદ કર્યો છે તે એડ થઈ જશે.તમારે જોડે બીજા નમૂના ઝેરોક્ષ જોઈતી હોય તો આ પ્રોસેસ ફરીવાર કરો.
- હવે જે નમૂના તમારે જોઈતા હોય તે એડ થઈ જાય પછી Procced For Payment પર ક્લિક કરો. ત્યારબાદ બીજા પેજ માં નમૂના પ્રમાણે પેમેન્ટ કરવાનું રહશે.જેમ કે એક નમૂના ના ૫ રૂપિયા એમ જેટલા નમૂના તમે મેળવવા માગતા હોય તે પ્રમાણે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરવા માટે Pay Amount પર ક્લિક કરો.અહીંયા થી તમે ડેબિટ કાર્ડ નંબર થી પેમેન્ટ કરી શકો છો.
- પેમેન્ટ થઈ જાય પછી તમે તમારા નમૂના ની કોપી pdf સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે.જે તમે તમારા ફોન માં ડાઉનલોડ કરીને સેવ કરીને રાખી શકો છો. ત્યારબાદ જરૂર પડી એ તમે કોઈપણ ઝેરોક્ષ ની શોપ પરથી ઝેરોક્ષ કઢાઈ શકો છો અને તમારા સરકારી કામ માટે ઉપયોગમાં લઈ શકો છો.
તો આવી રીતે તમે મામલતદાર ઓફિસની મુલાકાત લીધા વગર ઘરે બેઠા તમારા મોબાઇલ ફોન દ્વારા માત્ર બે થી પાંચ મિનિટની અંદર સાતબાર અને આઠ અ વગેરે ઉતારા ની નકલ તમારા મોબાઇલ ફોન દ્વારા જ ડાઉનલોડ કરી શકો છો અને તેની ઝેરોક્ષ કાઢીને ઉપયોગમાં લઈ શકો છો.
ગુજરાતના કોઈપણ ગામનો સરકારી નકશો જોવા માટે : અહીંયા ક્લિક કરો
ઘરે બેઠા ઓનલાઈન દસ્તાવેજ ની નકલ મેળવવા માટે : અહીંયા ક્લિક કરો
નામ પરથી તમારા નામે કેટલી જમીન છે જાણવા માટે : અહીંયા ક્લિક કરો
તમારી જમીન પર કેટલો બોચો છે ઓનલાઇન જાણવા માટે : અહીંયા ક્લિક કરો
ઓનલાઇન ૭/૧૨ અને ૮ અ ની નકલ મેળવવા માટે સ્ક્રીનશોટ પ્રમાણે માહિતી નીચે આપેલી છે જેના દ્વારા તમે સરળતાથી સમજી શકો છો તો સ્ટેપ બાય સ્ટેપ માહિતી ર આપેલ છે જે તમે વાંચીને તમે ઓનલાઈન 7 12 અને 8 ડાઉનલોડ કરી શકો છો.
સ્ટેપ 1
7/12 અને 8 અ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો
વેબસાઈટ ખુલી જાય એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે તેમ એક ઓપ્શન “DIGITAL SIGNED ROR” જોવા મળશે.ત્યાં ટચ કરો.

સ્ટેપ 2
ત્યાં ટચ કરશો એટલે બીજું પેજ ખુલશે.

અહીંયા એક મોબાઈલ નંબર લખવાનો રહેશે જેમાં તમે otp મેળવી શકો.ત્યારબાદ નીચે જે કોડ નંબર લખેલો છે તે આવી જ રીતે નીચે લખવાનો રહેશે.ત્યારબાદ GENERATE OTP પર ક્લિક કરવાનું રહેશે.હવે જે ઓટીપી આવશે તે દાખલ કરશો એટલે આગલા પેજ માં જતા રહેશે.
સ્ટેપ 3
અહીંયા નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

અહીંયા જે પણ નમૂના ની નકલ જોઈતી હોય તે પસંદ કરીને ત્યારબાદ તમારો જિલ્લો તાલુકો ગામ અને તમારે જે સર્વે નંબરના નમૂના જોઈતા હોય એ સર્વે નંબર પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે “ADD VILLAGE FORM” પર ક્લિક કરવાનું રહેશે. એટલે જે પણ નમૂનો પસંદ કર્યો છે તે પસંદ થઈ જશે. ત્યારબાદ જો તમારે હવે નમૂના નંબર 12 એ નમૂના નંબર છ અથવા તો આઠ અ વગેરે જોઈતા હોય તો ફરીવાર આ પ્રોસેસ કરીને તમે એડ કરી શકો છો. જેટલા નમુના ની નકલ જોઈતી એ બધા એડ કરીને “PROCEED FOR PAYMENT” પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 4
ત્યારબાદ નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

હવે અહીંયા હાલના ચાર્જ પ્રમાણે એક નમૂનાના પાંચ રૂપિયા લેવામાં આવે છે. જો તમે આવી રીતે ત્રણ નમૂના ડાઉનલોડ કરવા માંગતા હોય તો ટોટલ ₹15 તમને અહીંયા જોવા મળશે. જે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરવા માટે “PAY AMOUNT” પર ક્લિક કરો. તેના પર ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે તેજ જોવા મળશે અને ત્યાંથી તમારે પેમેન્ટ કરવાનું રહેશે.
સ્ટેપ 5
અહીંયા તમે ડેબિટ કાર્ડ કે 🏧 કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે.

ઉપર દર્શાવેલ સ્ક્રીન પ્રમાણે પેમેન્ટ કરી દેશો એટલે તમે જે પણ નમૂના પસંદ કર્યા છે એ નમૂનાની પીડીએફ ડાઉનલોડ કરી શકશો એ પીડીએફ તમારી ડાઉનલોડ કરી લેવાની રહેશે. ત્યારબાદ આપી દેશના સમય મોબાઇલમાં સાચવીને જરૂર પડીએ સરકારી કામો ઉપયોગ કરી શકો છો. ઝેરોક્ષ કોઈપણ ઝેરોક્ષ દુકાનેથી કઢાવી શકો છો અને તમારા કામમાં ઉપયોગ લઈ શકો છો.
૭/૧૨ અને ૮ અ ઓનલાઇન મેળવવા માટે વિડીયો નીચે આપેલો છે તે જોઈને પણ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
- જમીન માપણી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ || જમીન માપવા માટે અરજી કેવી રીતે કરવી || jamin mapani gujrat || anyror || iora
- ઓનલાઇન ૭/૧૨ અને ૮ અ કઢાવો || ૭/૧૨ અને ૮ અ ઓનલાઇન ડાઉનલોડ || જમીનના ઉતારા ઓનલાઈન ડાઉનલોડ || 7/12 8a online download
- ગામનો નકશો બતાવો || ગામનો નકશો 2025 || ગુજરાતના કોઈપણ ગામનો સરકારી નકશો || Gam no naksho 2025
- દસ્તાવેજ ની નકલ મેળવો ઓનલાઇન || દસ્તાવેજ ની પ્રમાણિત નકલ મેળવવાની પ્રોસેસ || dastavej ni nakal download online
- નામ પરથી જમીન નો ખાતા નંબર/સર્વે નંબર મેળવો || jamin no khata number/survey numbar|| jamin mapni || help In gujrati
- રેશનકાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ 2025 | ઓનલાઇન રેશનકાર્ડ બનાવવાની સંપૂર્ણ પ્રોસેસ | new ration card apply document 2025