રેશન કાર્ડ એ ભારત સરકાર તરફ઼ થી આપવા માં આવતું ખૂબજ મહત્વ પુર્ણ ડોક્યુમેન્ટ છે.જે ભારત માં વસ્તા લોકો ને વિવિધ સહાય , યોજનાઓ હેઠળ અનાજ અને અન્ય ખાદ્ય પદાર્થ વગેરે સહાય હેઠળ આપવાનું કામ કરે છે. રેશનકાર્ડ બનાવવા માટે પહેલાં મામલતદાર ઓફિસે જઈને તમારે રેશનકાર્ડ બનાવવાનું રહેતું હતું. તે ઓફલાઈન પ્રક્રિયા છે. હવે તમારે ઓફિસના ધકા ખાઈને સમય બગાડવાની કોઈ જરૂરિયાત નથી હવે તમે ઓનલાઇન રેશનકાર્ડ ઘરે બેઠા કઢાવી શકો છો.જો તમે હજુ રેશન કાર્ડ નથી બનાવ્યું તો 2025 માં ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી ને મેળવી શકો છો.અને રેશન કાર્ડ કઢાવવા કયા ડોક્યુમેન્ટ ની જરૂરીયાત રહે છે તેની પણ માહિતી આપવામાં આવી છે.
Table of Contents
રેશન કાર્ડ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ
ડોક્યુમેન્ટ | વિગત |
આધાકાર્ડ(adharcard) | દરેક સભ્ય માટે ફરજીયાત |
રહેઠાણ નો પૂરાવો(proof of address) | વીજબીલ,પેન કાર્ડ, રેન્ટ અગ્રીમેન્ટ વગેરે |
આવક નો પુરાવો(income proof) | આવક નો દાખલો (તાલુકા કચેરીના) |
કુટુંબના સભ્યોની માહિતી | જન્મ પ્રમાણપત્ર અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ |
પાસપોર્ટ સાઇઝ ફોટો | દરેક સભ્ય માટે ફોટા જરૂરી |
મોબાઈલ નંબર | OTP વેરિફિકેશન માટે |
ઉપર આપેલા ડોક્યુમેન્ટ માંથી એક એક ડોક્યુમેન્ટ આપવાનુ રહેશે. જેમકે રહેઠાણના પુરાવા માટે વીજળી બિલ પેન કાર્ડ છે તેમાં ત્રણેય ડોક્યુમેન્ટ આપવાની જરૂરિયાત નથી ત્રણમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપી શકો છો જેમ કે વીજળી બિલ આપી શકો અથવા પેનકાર્ડ આપી શકો અથવા રેન્ટ એગ્રીમેન્ટ આપી શકો છો.
રેશન કાર્ડ ના પ્રકાર
પ્રકાર | કોણ મેળવી શકે |
APL (ABOVE POVERTY LINE) | સામાન્ય નાગરિકો ને મળવા પાત્ર છે |
BPL (BELOW POVERTY LINE) | ગરીબી રેખા નીચે આવતા નાગરિકોને મળવા પાત્ર છે |
AAY (antyoday Anna Yojana) | અત્યંત ગરીબ લોકો માટે |
નવા રેશન કાર્ડ માટે અરજી કરવા ની રીત (ઓનલાઇન)
- ગુજરાત રેશન કાર્ડ પોર્ટલ ખોલો : https://dcs-dof.gujarat.gov.in
- “online service”પર ક્લિક કરો અને પછી”apply for new ration card”પસંદ કરો .
- હવે તમારું આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દ્વારા વેરીફાઇ કરો.
- અરજી ફોર્મ માં જરૂરિયાત મુજબ વિગતો ભરો. તમારું નામ, સરનામું, કુટુંબ ના સભ્યો ની વિગત, પસંદ કરેલ રેશન કાર્ડ નો પ્રકાર (APL,BPL વગેરે)
- જરૂરી દસ્તાવેજ અપલોડ કરો(PDF અથવા JPG ફોરમેટમાં)
- અરજી સબમિટ કરો અને રસીદ / અરજી નંબર સાચવો.
રેશન કાર્ડનો ઉપયોગ
- સબસીડી વાળા અનાજ ,ચોખા , ઘઉં, ખાંડ,વગેરે મેળવવા
- ઓળખપત્ર તરીકે ઉપયોગ (જેમ કે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે)
- સરકરી યોજનાઓ નો લાભ મેળવવા
- સરકારી શાળાઓ અને કોલેજોમાં પ્રવેશ માટે આધાર તરીકે
- ગેસ સબસીડી માટે
રેશન કાર્ડ માટે લાયકાત
- અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
- તેને અગાઉ રેશન કાર્ડ ન મળ્યું હોય.
- ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગમાં નોંધાયેલું હોવું જોઈએ.
- યોગ્ય ડોક્યુમેન્ટ હાજર હોવા જોઈએ.
કેટલો સમય લાગે છે?
રેશન કાર્ડ બનાવવા માટે સામાન્ય રીતે 15 થી 30 દિવસ લાગે છે(સ્થાનિક કચેરીના કાર્ય પદ્ધતિ મુજબ).
સંપર્ક માટે
જો રેશનકાર્ડ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમે તમારા તાલુકાના જિલ્લા પુરવઠા અધિકારી ની મુલાકાત લઈ શકો છો.તમે તમારા તાલુકાના જિલ્લા પુરવઠા અધિકારી (District supply officer) અથવા મામલતદાર કચેરી નો સંપર્ક પણ કરી શકો છો .
અમારી વેબસાઈટ વિશે:
તમામ સરકારી યોજનાઓ, જમીન સંબંધીત માહિતી અને દસ્તાવેજ પ્રોસેસ વિશે ગુજરાતી ભાષામાં સરળ માહિતી મેળવવા માટે આજ જ મુલાકાત લ્યો.
- SBI મુદ્રા લોન યોજના || કેવી રીતે એપ્લાય કરવું || જરૂરી ડોક્યુમેન્ટ || મુદ્રા લોન ના પ્રકારો || મુદ્રા લોન ના ફાયદા અને ગેરફાયદા વિશે સંપૂર્ણ જાણકારી
- પાક ધિરાણ અને ખેડૂત વીમા વચ્ચેનો સંબંધ || પાક વીમા સાથેની સુવિધા
- મુદ્રા લોન લેવા ના ફાયદા અને નુકસાન || mudra loan scheme benifits and drawbacks
- મુદ્રા લોન પર વ્યાજ દર અને ચૂકવણી ની શરતો 2025 || mudra loan interest rate 2025 || mudra loan 2025/26
- ઓનલાઇન ફ્રોડ થી બચવા માટે શું કરવું જોઈએ ? || How to Stay Safe From online Frauds