👉📝આ લેખ માં આપણે જાણીશું કે ધોરણ 10 અને 12 ની માર્કશીટ માં ભૂલ હોય જેમ કે નામ ,અટક,જન્મતારીખ, વિષય,સરનામું, શાળા નું નામ વગેરે માં સુધારો કેવી રીતે કરવો.. માર્કશીટ સુધારવા માટે ક્યાં જવું પડશે…કઈ રીતે અરજી … કરવી.. અરજી કઈ જગ્યાએ કરવી.. માર્કશીટ સુધારવા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે… માર્કશીટ માં કઈ કઈ વિગતો સુધારી શકાય છે… સુધારો કરવામાં કેટલો સમય લાગે છે.. માર્કશીટ સુધારવા માટે કેટલી ફી લાગે છે…આ બધી જ માહિતી આજે આપણે આ લેખમાં જોઈશું…
Table of Contents
✅ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા નીચે આપેલી વિગતો માં સુધારો કરી શકો છો.
⏭️ધોરણ 10 અને 12 ની માર્કશીટ માં કઈ કઈ માહિતી સુધારી શકાય છે?📝📝
- નામ
- અટક માં ભૂલ
- જન્મતારીખ
- શાળા નું નામ
- વિષય
- સ્ટુડન્ટ આઇડી નંબર
- લિંગ( Gender)
- જાતિ
⏭️માર્કશીટ માં સુધારો કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ📚
- મૂળ માર્કશીટ (Original marksheet)
- સુધારા નું માંગણી પત્રક( Application for Correction)
- સ્કૂલ સર્ટિફિકેટ/ લેટર – હેડ પર પત્રક કે જેમા ભૂલ જણાવેલી હોય
- આધારકાર્ડ/જન્મતારીખ નો દાખલો/શાળા રેકોર્ડ..જેવા આધાર દસ્તાવેજ
- વાલી નું ઓળખપત્ર
- ફી ભરવનું ચલણ કે રસીદ જરૂર પડે ત્યારે
- ધોરણ 9 અને 11 નું પ્રગતિપત્ર સરખામણી કરવા માટે
⏭️ધોરણ 10 અને 12 ની માર્કશીટ માં સુધારો કરવાની પ્રક્રિયા📚
👉📚ધોરણ 10 અને 12 ની માર્કશીટ માં સુધારો કરવા માટે તમારી સ્કૂલ ના માધ્યમ થી અથવા સીધા GSEB બોર્ડ ગાંધીનગર ખાતે અરજી મોકલી શકાય છે.
ઓનલાઈન અરજી કરવા માટે : ક્લિક કરો
📝👉1.સ્કૂલ દ્વારા અરજી કરવાની રીત
- તમારું માર્કશીટ માં સુધારો કરવાનું કારણ સ્કૂલ ને જણાવો.
- સ્કૂલ ઓફિસિયલ લેટર સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરી ને સ્કૂલ દ્વારા બોર્ડ ને મોકલવા માં આવે છે
- GSEB બોર્ડ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે
- GSEB બોર્ડ દ્વારા મંજુરી મળ્યા પછી સુધારેલી માર્કશીટ મળે છે
📝👉2. સક્ષમ વ્યક્તિ એ સીધા અરજી કરવાની રીત
- GSEB ગાંધીનગર ખાતે જઈ ને ” શિક્ષણ નિયામક” પાસે જઈ અરજી કરો
- સાથે ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ અને ઓરિજનલ દાખલા રાખો
- જરૂર પડે તો નોંધણી ફી ભરો
- બધી પ્રક્રિયા પૂરી થાય પછી સુધારેલી માર્કશીટ મળે છે
💰માર્કશીટ માં સુધારો કરવા ની ફી
👉સામાન્ય રીતે ₹ 100 થી 500 સુધી ની હોઈ શકે છે.. કઈ જગ્યાએ સુધારો કરવા ની છે ..તેના પ્રકાર મુજબ અલગ અલગ હોય છે..
👉વિલંબિત અરજી પર વધારાની પેનલ્ટી લાગે છે.
⏭️માર્કશીટમાં સુધારો કરવા માટે કેટલો સમય લાગે
👉સામાન્ય રીતે માર્કશીટ સુધારવા માટે 30 થી 60 દિવસ લાગી શકે છે.
👉જો બધા ડોક્યુમેન્ટ સાચા અને વ્યવસ્થિત હોય તો કામ ઝડપી પણ થઇ શકે છે