આજ ના આ લેખ માં આપણે જાણીશું કે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય છે.અને તે કેવી રીતે કઢાવવું તેની સંપૂર્ણ પ્રોસેસ જાણીશું. જાતિના પ્રમાણપત્ર કઢાવવા માટે ની લાયકાત,જાતિનું પ્રમાણપત્ર ક્યાં ઉપયોગમાં આવે છે .તેવી જાતિના પ્રમાણપત્ર અંગે ની સંપુર્ણ જાણકારી આ લેખ માં આપવા માં આવી છે જાતિનો દાખલો ઓનલાઈન કરે બેઠા તમે મેળવી શકો છો.
Table of Contents
જાતિનું પ્રમાણપત્ર કઢાવવા ના જરૂરી ડોક્યુમેન્ટ

- અરજદાર નું આધારકાર્ડ
- રહેઠાણ નો પુરાવો (જેમ કે લાઈટ બિલ, રેશન કાર્ડ, વોટર બિલ)
- શાળા પપ્રમાણપત્ર (જાતિ નો ઉલ્લેખ હોવો જોઇએ)
- જન્મતારીખ નો પુરાવો (બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ)
- પિતા અથવા દાદા ના જાતિ પ્રમાણપત્ર ની નકલ (જોઇન્ટ પુરાવા તરીકે જરૂરી)
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- આવક પ્રમાણપત્ર (OBC માટે જરૂરી)
જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટે અરજી કેવી રીતે કરવી
જાતિ નું પ્રમાણપત્ર કઢાવવા માટે 2 રીતે અરજી થઈ શકે છે
1. ઓનલાઈન અરજી
2.ઓફલાઈન અરજી
1. ઓનલાઈન અરજી
Digital Gujarat Portal દ્વારા:
- વેબસાઈટ પર જાવ : https://www.digitalgujarat.gov.in/
- નવું ખાતું બનાવો અથવા લોગીન કરો
- “REQUEST NEW SERVICE”પર ક્લિક કરો
- “CASTE CERTIFICATE” પસંદ કરો
- ઓનલાઈન ફોર્મ ભરો અને આપેલ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી સબમિટ કરો અને acknowledgement slip મેળવો
2. ઓફલાઇન અરજી
- જિલ્લા કલેકટર કચેરી / તાલુકા મામલતદાર કચેરી / E-dhara કેન્દ્ર પર જઈ ને અરજી ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ જોડો
- અરજી ફાઈલ સબમિટ કરો
- અધિકારી દ્વારા વેરિફિકેશન થયા પછી જાતિ નું પ્રમાણપત્ર મળી જશે
જાતિ નું પ્રમાણપત્ર મેળવવા માટે ની લાયકાત
- અરજદાર ભારતીય નાગરિક હોવો જોઇએ
- અરજદાર ની જાતિ SC/ST/OBC કેટેગરી માં આવતી હોવી જોઈએ
- અરજદાર પાસે પુરાવા હોવા જોઈએ અથવા તો તેના / પૂર્વજો પણ આજ જાતિ ના હોવા જોઈએ
ફી
ઓનલાઈન પ્રક્રિયા માં સામાન્ય રીતે 20 થી 50 રૂપિયા સુધી ની હોય છે
ઓફલાઈન પ્રક્રિયા માં પણ તે હદે જ હોય છે
પ્રમાણપત્ર મેળવવામાં કેટલો સમય લાગે
સામાન્ય રીતે 10 થી 20 કચેરી ના કામકાજ ના દિવસ જેટલો સમય લાગે છે
પ્રમાણપત્ર ક્યાંથી ડાઉનલોડ કરવું
Digital Gujarat Portal પર “Download Issued Document “વિભાગ માંથી pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય છે.
Pingback: Non Creamy Layer Certificate Document In Gujarati |નોન ક્રીમી-લેયર સર્ટિફિકેટ માટે જરૂરી ડોક્યુમેન્ટ - Helpingujrati.com