👉📝આ લેખમાં આપણે જોઈશું કે જમીન,પ્લોટ,મકાન વગેરે ખરીદતી વખતે તેનો સરકારી ભાવ કેવી રીતે કાઢવો.. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી કેવી રીતે ગણવી.. જમીન મકાન કે પ્લોટ ખરીદી વખતે જંત્રીદાર અને સ્ટેમ્પ ડ્યુટી ની ગણતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.. જમીનનો સરકારી ભાવ જેને જંત્રી દર પણ કહેવામાં આવે છે ..તે ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે.જંત્રી દર જમીનની સ્થિતિ, ઉપયોગ અને સ્થાન પર આધારિત હોય છે ગુજરાતમાં આ પ્રક્રિયા સરળ બનાવવા માટે ઓનલાઇન ઘણા બધા સાધનો ઉપલબ્ધ છે.તે વિશે માહિતી મેળવી એ.
Table of Contents
✅👉જમીન નો ભાવ કેવી રીતે કાઢવો

👉જમીનો ભાવ જોવા માટે અલગ અલગ વેબસાઈટ, પોર્ટલ ઉપલબ્ધ છે.. તમે ઈ – ધારા કેન્દ્ર પર જઈને પણ જંત્રી દર કઢાવી શકો છો .જેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.
⏭️ગરવી ગુજરાત પોર્ટલ દ્વારા
- પોર્ટલ પર જાઓ : અહીંયા ક્લિક કરો
- જંત્રી વિકલ્પ પસંદ કરો.
- તમારો જિલ્લો ,તાલુકો ,ગામ પસંદ કરો.
- જમીનનો પ્રકાર દાખલ કરો.
- સર્વે નંબર દાખલ કરો.
- “Show Jantri “પર ક્લિક કરી જરૂરી માહિતી મેળવો.
⏭️ગુજરાત મહેસુલ વિભાગની વેબસાઈટ દ્વારા
- ગુજરાત મહેસુલ વિભાગની વેબસાઈટ પર જાવ
- જંત્રી વિભાગ પસંદ કરો.
- હવે તમારો જિલ્લો ,તાલુકો અને ગામ પસંદ કરો.
- જમીને નો પ્રકાર (ખેતી માટે , રહેણાંક માટે કે વ્યાપારિક )પસંદ કરો
- જમીનો સરકારી ભાવ એટલે કે જંત્રીદાર જોવા માટે સર્ચ પર ક્લિક કરો.
- તમારા પસંદ કરેલા વિસ્તાર માટેનો જંત્રીદાર સ્ક્રીન પર દર્શાવવામાં આવશે.
⏭️ઈ – ધરા કેન્દ્ર પર જઈને
- તમારી નજીક ના ઈ – ધરા કેન્દ્ર પર જવું.
- જમીન સંબંધી દસ્તાવેજો એટલે કે 7/12 ઉતારો,8 અ ફોર્મ અને ઓળખપત્ર આપી ને અરજી કરો.
- અધિકારી તમામ દસ્તાવેજો અને ઓળખ પત્ર તપાસ છે.
- અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને જંત્રી દર ની માહિતી આપવામાં આવશે.
💰✅સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી કેવી રીતે ગણવી ?
સ્ટેમ્પ ડ્યુટી એટલે કે મિલકતના દસ્તાવેજોની કાનૂની માન્યતા માટે સરકાર દ્વારા વસૂલવામાં આવતી એક પ્રકારની ફી છે . ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ની નીચે મુજબ ની ગણતરી કરવામાં આવે છે.
👉✅સ્ટેમ્પ ડ્યુટી : 4.9% (3.5% મૂળ દર +1.4% સરચાર્જ)
👉✅નોંધણી ફી : 1%
👇ઉદાહરણ : 👇
જો જમીન ની કિંમત ₹10,00,000 હોય તો,
સ્ટેમ્પ ડ્યુટી : ₹ 10,00,000×4,9%=₹49,000
નોંધણી ફી : ₹10,00,000×1%=₹10,000
કુલ રકમ : ₹59,000
❇️વિશેષ છૂટછાટ :❇️
🧕મહીલાઓ માટે : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રથમ મિલકત ફરીથી મહિલાઓ માટે સ્ટેન્ડ ડ્યુટી ફક્ત રૂપિયા 100 છે.
👳વારસામાં મળેલી મિલકત : પુત્રીઓ માટે વારસામાં મળેલી મિલકતના દસ્તાવેજો માટે સ્ટેમ્પ ડ્યુટી રૂપિયા 200 છે.