You are currently viewing ગામનો નકશો જોવો  : Village map – ગામનો નકશો જોવા માટે

ગામનો નકશો જોવો : Village map – ગામનો નકશો જોવા માટે

જો તમે કોઈપણ ગામનો નકશો – Village map જોવા માંગતા હોય તો નીચે આપેલા સ્ટેપ પ્રમાણે તમે ગુજરાતના કોઈપણ ગામનો નકશો જોઈ શકો છો.

  કોઈપણ ગામ નકશો જોવા માટે તમારે એક સરકારી વેબસાઈટ ની જરૂર પડશે એ સરકારી વેબસાઈટ ની લીંક અહીં આપેલી છે.

  • ગામનો નકશો જોવા માટે ની વેબસાઈટ અહીંયા ક્લિક કરો : revenue department of Gujarat

ગામનો નકશો જોવા માટે તમારે આ વેબસાઈટ ઉપર આવવાનું રહેશે જેવા તમે આ વેબસાઈટ ઉપર આવી જશો એટલે નીચે પ્રમાણે તમને મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરમાં સ્ક્રીન જોવા મળશે.

ઉપર જે સ્ક્રીન દેખાય છે એવી રીતે વેબસાઈટ ખુલી છે પછી તમારે આ વેબસાઈટ ને નીચે સ્ક્રોલ કરવાની રહેશે. નીચે કોલ કરશો એટલે નીચે જે તમને સ્ક્રીન બતાવી છે એવી રીતે તમને MOST POPULAR એવું એક પેજ જોવા મળશે.

ગામનો સરકારી નકશો જોવા માટે જે ઉપર તમને સ્ક્રીન દેખાય છે. તેમાં Most Popular પેજ તરીકે એક ઓપ્શન જોવા મળશે. એ પેજમાં બીજા નંબરે Village map (વિલેજ મેપ) એવો એક ઓપ્શન જોવા મળશે. એ વિલેજ મેપ ( ગામ નો નક્શો) ઉપર તમારે ટચ કરવાનું રહેશે. એની ઉપર તમે ટચ કરશો એટલે નીચે પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે.

આ પણ વાંચો : કોઈપણ બેંકમાં ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ

તમે વિલેજ મેપ ઉપર ટચ કરશો એટલે ઉપર સ્ક્રીન દેખાય છે એવી રીતે સ્ક્રીન દેખાશે એમાં ગુજરાતના જેટલા પણ જિલ્લા છે એ બધા જિલ્લા અને જિલ્લામાં આવતા તાલુકા નું લિસ્ટ જોવા મળશે. આ સ્ક્રીન ઉપર જે All નું બટન છે ત્યાં તમે ટચ કરીને જે પણ તમારા ગામનો જિલ્લો હોય એ જિલ્લો તમે પસંદ કરી શકો છો.

આ પણ વાંચો : નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા જરૂરી ડોક્યુમેન્ટ

ગામનો સરકારી નકશો જોવા માટે ઉપર જે તમે સ્ક્રીન જોવો છો એમાંથી તમારે તમારું ગામ જે જિલ્લામાં આવતું હોય એ જીલ્લો પસંદ કરવાનો રહેશે.

જિલ્લો પસંદ થઈ જાય પછી જે નીચે સ્ક્રીન દેખાય છે એ જિલ્લામાં જેટલા પણ તાલુકા આવતા હશે એ બધા તાલુકા તમને જોવા મળશે અહીંયા થી તમારે તમારું ગામ જે પણ તાલુકામાં આવતું હોય એ તાલુકો પસંદ કરવાનો રહેશે.

ઉપર જે સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીન ઉપર ડાબી સાઈડ જિલ્લામાં આવતા તાલુકાનું નામ લખેલું છે અને જમણી સાઈડ ડાઉનલોડ લખેલું છે ત્યાં એ તાલુકામાં જેટલા પણ ગામ આવતા હોય એ બધા ગામના નકશો પીડીએફ સ્વરૂપે મુકેલો છે. ત્યાં ડાઉનલોડ લખેલું છે એની ઉપર તમે ટચ કરશો એટલે એ તાલુકામાં જેટલા પણ ગામ ગામ આવતા હશે એ બધા ગામનો નકશો ઓટોમેટીક ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ જાય એટલે નીચે પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે.

 

ગામનો નકશો જોવા માટે હવે તમારા ફોનમાં જે પણ પીડીએફ ઓપન કરી શકે તે બધી એપ્લિકેશન જોવા મળશે તેમાંથી કોઈપણ એપ્લિકેશન પસંદ કરીને તમે એ પીડીએફ ઓપન કરી શકો છો. જેમ કે અહિયાં Drive PDF Viewer લખેલું છે એની ઉપર ટચ કરીને નકશો ખોલી શકો છો નકશો નીચે પ્રમાણે જોવા મળશે.

હવે તમે અહીંયા પૂરો તાલુકાનો નકશો જોઈ શકો છો આ નકશામાં તમે ઝૂમ કરીને તમારું ગામ અને ગામનો નકશો પણ જોઈ શકો છો. તો આવી રીતે તમે આ વેબસાઈટ ની મદદથી ગામનો સરકારી નકશો જોઈ શકો છો.

ગામનો સરકારી નકશો કેવી રીતે જુઓ વિડિયો દ્વારા માહિતી મેળવો નીચેનો વિડિયો જોઈ શકો છો.