આ લેખમાં આપણે ક્રેડિટ સ્કોર વિશેની માહિતી મેળવીશું .ક્રેડિટ સ્કોર સુધારવા માટે શું કરવું જોઈએ ?આજના આ સમયમાં ક્રેડિટ સ્કોર વ્યક્તિની આર્થિક સ્થિતિ અને વિશ્વસનીયતા બતાવતું મહત્વનું માપદંડ છે .બેંક લોન, ક્રેડિટ કાર્ડ ,હોમ લોન કે અન્ય કોઈપણ આર્થિક સેવા મેળવવા માટે સારો ક્રેડિટ સ્કોર ખૂબ જ જરૂરી છે .સામાન્ય રીતે 750 અથવા તેથી વધુ સ્કોર સારો માનવામાં આવે છે .પરંતુ જો તમારો સ્કોર નબળો છે, એટલે કે ઓછો છે તો તેને કેવી રીતે સુધારો તે વિશે આજે આપણે આ લેખનું માહિતી મેળવીશું.
Table of Contents
1 .સમયસર લોન અને ક્રેડિટ કાર્ડની ચુકવણી કરો
- દરેક EMI, લોન કે ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવવું જરૂરી છે.
- મોડી કવા થી પેનલ્ટી તો લાગે છે પણ તમારો ક્રેડિટ સ્કોર પણ નીચો જાય છે.
- Auto ડેબિટ અથવા reminder સેટ કરી ને રાખવુ જેથી EMI ભરવામાં લેટ ન થાય.
2 એક સાથે વધારે લોન માટે એપ્લાય ન કરો
- વારંવાર લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે એપ્લિકેશન કરવાથી હાર્ડ ઇન્કવાયરી થાય છે.
- વધારે હાર્ડ ઇન્કવાયરી તમારું ક્રેડિટ સ્કોર ઘટાડી શકે છે
- જો તમારે લોનની ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે જ એપ્લાય કરો
3. જૂના ખાતા બંધ કરો
- લાંબી ક્રેડિટ હિસ્ટ્રી તમારા ક્રેડિટ સ્કોર માટે મદદરૂપ થાય છે
- જુના ક્રેડિટ કાર્ડ અથવા લોન એકાઉન્ટ બંધ ન કરો. ભલે તેનો ઉપયોગ ઓછો કરતા હોય
4. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સાવધાનીથી કરો
- ક્રેડિટ કાર્ડ લિમિટ માંથી માત્ર 30 થી 40% જેટલો જ ઉપયોગ કરવો જોઈએ
- લિમિટ પૂરી સુધી ખર્ચ કરવાથી નેગેટિવ અસર પડી શકે છે
- દિલ સંપૂર્ણ ચુકવો માત્ર મિનિમમ આપો
5. લોન નો બેલેન્સ ઓછો રાખો
- કુલ લોન વધારે હશે તો ક્રેડિટ સ્કોર પર અસર પડશે.
- શક્ય હોય તેટલું વહેલું લોન ની EMI પૂર્ણ કરો .
6. ક્રેડિટ મિક્સ જાળવો
- Personal loan, Home loan, education loan, credit card જેવા વિવિધ પ્રકારના ક્રેડિટ મિક્સ સારો હોય છે.
- માત્ર એક જ પ્રકારનો ક્રેડિટ જેમ કે ફક્ત પર્સનલ લોન હોવાથી સ્કોર પર અસર પડી શકે છે
7. તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરો.
- સમયાંતરે તમારો CIBIL અથવા અન્ય એજન્સીમાંથી તમારો ક્રેડિટ રિપોર્ટ મેળવતા રહો.
- કોઈપણ ભૂલ ખોટી એન્ટ્રી કે ડુબલીકેટ રેકોર્ડ હોય તો તેને સુધારવો જરૂરી છે
8 . ગેરંટી માં સાવધ રહેવું
- જો તમે કોઈને લોન માટે ગેરંટી આપો છો અને તે વ્યક્તિ ચૂકવણી ન કરે તો તમારો સ્કોર પણ નીચે જશે.
- તમે ફક્ત વિશ્વાસપાત્ર વ્યક્તિને જ ગેરંટી આપો
9. નાની લોન લઈને સમયસર ચૂકવો
- જો તમારો સ્કોર પહેલેથી જ નબળો હોય તો નાની લોન જેવી કે consumer durable loan, small person loan લેવી,
- EMI નિયમિત રીતે ચૂકવણી કરવાથી તમારો CIBIL સ્કોર સુધારશે.
10 . આર્થિક શિસ્ત જાળવો
- જરૂરી ન હોય તેવી લોન ટાળો
- બિનજરૂરી ખર્ચ નિયંત્રિત રાખો અને બચતની ટેવ બનાવો
સારો ક્રેડિટ સ્કોર બનાવવો એક દિવસનું કામ નથી. નિયમિત આર્થિક સ્થિતિ ,સમયસર ચુકવણી અને સાવધાનીથી ક્રેડિટ વપરાશથી તમારો સ્કોર ધીમે ધીમે સુધરે છે. એક વખત સારો સ્કોર બન્યા પછી લોન મેળવવી અથવા તો ઓછા વ્યાજ દરે ફાઇનાન્સિંગ મેળવવું અને ક્રેડિટ કાર્ડની સુવિધાઓ મેળવવી ઘણી સરળ બની જાય છે.