જો તમે નવું આધાર કાર્ડ કઢાવવા જાવ છો તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે એ જાણવું જરૂરી છે. આધાર કાર્ડ કઢાવતી વખતે બે મુખ્ય ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય છે એક ઓળખ માટેનું ડોક્યુમેન્ટ અને એક રહેઠાણ માટે નું ડોક્યુમેન્ટ. વિસ્તારથી જાણીએ કે આધાર કાર્ડ કઢાવવા કયા ડોક્યુમેન્ટ જોઈએ. નીચેની આધાર કાર્ડ કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે પૂરું લિસ્ટ મોકલ્યું છે તે તમે વાંચી શકો છો.
નીચે જે પણ માહિતી આપી છે એ બધી માહિતી સરકારી વેબસાઈટ uidai ઉપરથી લીધેલી છે.
આ પણ વાંચો :
- આધારકાર્ડ માં સુધારો કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- તમારા ગામ નો સરકારી નક્શો જોવો
- જમીન ના ઉતારા ની ઓનલાઇન નકલ
આધાર કાર્ડ કઢાવતી વખતે ડોક્યુમેન્ટમાં ઓળખના પુરાવા માટે ડોક્યુમેન્ટ, રહેઠાણના પુરાવા માટે ડોક્યુમેન્ટ, જન્મ તારીખના પુરાવા માટે ડોક્યુમેન્ટ અને સબંધ ના પુરાવા માટે ડોક્યુમેન્ટ આપવાનુ હોય છે.
1 – ઓળખના પુરાવા માટે ડોક્યુમેન્ટ
ઉપર જે ફોટો આપેલો છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ઓળખના પુરાવા તરીકે આપી શકો. જે પણ ડોક્યુમેન્ટ ઓળખના પુરાવા તરીકે આપો છો એ અસલ (original) ડોક્યુમેન્ટ જોડે રાખવું જરૂરી છે આધાર કાર્ડ કઢાવતી વખતે માત્ર ઝેરોક્ષ આપવાની છે પરંતુ અસલ ડોક્યુમેન્ટ તમારી સાથે બહુ જરૂરી છે.
2 – સરનામાના પુરાવા માટે ડોક્યુમેન્ટ.આધારકાર્ડ કઢાવતી વખતે સરનામાના પુરાવા તરીકે કયુ ડોક્યુમેન્ટ આપી શકો એનો લિસ્ટ નીચે આપેલું છે.
ઉપર જે પણ ફોટો દેખાય છે એ બધા ડોક્યુમેન્ટ સરનામાના પુરાવા તરીકે આપી શકો છો. જ્યારે પણ નવું આધાર કાર્ડ કઢાવવા જાવ છો ત્યારે સરનામાના ડોક્યુમેન્ટ તરીકે ઉપર આપેલા લિસ્ટમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે અસલ ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવાનું રહેશે અને ઝેરોક્ષ આપવાની રહેશે જ્યારે પણ અસર ડોક્યુમેન્ટ માંગે ત્યારે તમારે બતાવવાનું રહેશે.
3 – જન્મ તારીખના પુરાવા માટે ડોક્યુમેન્ટ – જ્યારે નવું આધાર કાર્ડ કઢાવવા જાવ ત્યારે જન્મ તારીખના પુરાવા માટે જો ડોક્યુમેન્ટ માંગે તો નીચેના લિસ્ટમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે. ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ આપવાની છે અને અસલ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાનું છે.
જ્યારે આધાર કાર્ડ કઢાવવા જાવ છો ત્યારે કોઈ વાર જન્મ તારીખના પુરાવા માટે ડોક્યુમેન્ટ માંગે છે ત્યારે ઉપર આપેલા ફોટામાંથી જન્મ તારીખના પુરાવા માટે કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે અસલ ડોક્યુમેન્ટ જોડે રાખવાનું છે અને ઝેરોક્ષ ફોર્મ સાથે જોડીને આપવાની રહેશે.
4 – સંબંધના પુરાવા માટે ડોક્યુમેન્ટ
જ્યારે આધાર કાર્ડ કઢાવવા જઈએ અને કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો પણ તમે આધાર કાર્ડ કઢાવી શકો છો એક પણ ડોક્યુમેન્ટ ન હોય અને આધાર કાર્ડ કઢાવવું હોય તો તમે કોઈ તમારા કુટુંબના મોભીની મદદથી આધાર કાર્ડ કઢાવી શકો છો એ મોભીના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે અને જે મોરબીની સાક્ષીથી તમે આધાર કાર્ડ કઢાવો છો એમની સાથે તમારો કયો સંબંધ છે એ દર્શાવતું કોઈ એક ડોક્યુમેન્ટ રજૂ કરવાનું રહેશે એ ડોક્યુમેન્ટ નું લિસ્ટ નીચે પ્રમાણે છે આ લિસ્ટમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ રજૂ કરવાનું રહેશે અને અસલ જોડે રાખવાનો રહેશે ફોર્મ જોડે ઝેરોક્ષ છોડવાની રહેશે.
એક પણ ડોક્યુમેન્ટ ન હોય અને આધાર કાર્ડ કઢાવતા હોય તો ઉપરના ડોક્યુમેન્ટ માંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે.
તો આવી રીતે આ બધા ડોક્યુમેન્ટની મદદથી તમે સરળતાથી આધાર કાર્ડ કઢાવી શકો છો.