📝👉આ લેખમાં આપણે જાણીશું કે જો તમારી ઘરનો દસ્તાવેજ ખોવાઈ ગયો હોય તો શું કરવું જમીનનો દસ્તાવેજ એટલે કે સત્તા પત્ર, વેચાણ પત્રક , 7/12 ઉતારા વગેરે ગુમ થઈ જાય તો તેમાં બિલકુલ ગભરાવાની જરૂર નથી. એ સમયે કાયદેસર કાર્યવાહી કરીને તેની નકલ ફરી મેળવી શકાય છે. એ માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.. ક્યાં અરજી કરવાની હોય છે.. અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડે છે.. તે બધી જ માહિતી આજે આપણે આ લેખમાં જાણીશું.
Table of Contents
🧑🏭🏠1. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (FIR)

- તમારી નજીક ના પોલીસ સ્ટેશનમાં જાઓ
- લેખિતમાં દસ્તાવેજ ગુમ થયા ની જાણ કરો.
- FIR નો નમૂનો તૈયાર કરો જેમાં દસ્તાવેજ નું નામ , તારીખ, કયા ખોવાયેલ તે બધી જ વિગતો ભરો.
- FIR ની નકલ મેળવો
☎️2. અખબાર માં જાહેરાત આપવી
- દસ્તાવેજ ગુમ થયો છે તે અંગે સ્થાનિક અખબાર માં જાહેરાત આપો.
- જાહેરાત માં સંપર્ક નાખો જેથી કોઈ ને મળે તો તે જાણ કરે.
- તેમાં તમારું નામ, પત્ર ખોવેલ તારીખ , સ્થાન ,દસ્તાવેજ નું વર્ણન વગેરે આપો.
- જાહેરાત નું કટીંગ સાચવો.
⏭️📝3.સર્ટિફાઇડ નકલ મેળવવા માટે અરજી કરો.

✅1 .સેલ ડીડ / રજીસ્ટર્ડ દસ્તાવેજ માટે :
જિલ્લા રજીસ્ટર કચેરી માં જઈને નકલ માટે અરજી કરો.
🗂️તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ :
- ઓળખ પત્ર એટલે કે આધાર કાર્ડ અથવા પાનકાર્ડ
- FIR રિપોર્ટ
- પત્રકારિતાનું જાહેરનામું
- અરજી પત્રક
- રૂપિયા ₹100-500 ફી
✅2. 7/12 ઉતારો / જમીન રેકોર્ડ
- ઈ – ધરોહિત પોર્ટલ/ તાલુકા કચેરીમાં જઈને નવી નકલ માટે અરજી કરો.
- અત્યાર ના માલિક ના નામ પર આધારિત નકલ મેળવો .
📂4. એફિડેવિટ બનાવો
- નોટરી પાસેથી પેપર પર એફિડેવીટ તૈયાર કરો.. કે દસ્તાવેજ ખોવાઈ ગયો છે.
- એફિડેવિટમાં તમારું નામ દસ્તાવેજ વિશેની વિગત, ક્યાં ખોવાયો , ક્યારે ખોવાયો અને પોલીસે નોંધાયેલી ફરિયાદનો ઉલ્લેખ કરો
👉⚠️આ એફિડેવિટ ,FIR, અને પબ્લિક મોદી સાથે દસ્તાવેજ ગુનો પ્રાપ્ત કરવા માટેનો આધારભૂત પુરાવા બને છે.
⬆️5.પ્રોપર્ટી સંબંધિત અન્ય દસ્તાવેજોની પુનઃપ્રાપ્તિ માટે
જો તમારો દસ્તાવેજ લોન માટે રાખેલું હોય તો બેંક પાસેથી તે અંગે માહિતી મેળવી શકાય છે.
જો દસ્તાવેજ બિલ્ડર પાસે હોય તો તેમની પાસેથી દસ્તાવેજની નકલ માંગી શકાય છે અથવા એક ડુબલીકેટ કોપી માટે અરજી કરી શકાય છે.
⏭️6. કાયદેસર સલાહ લેવી
જો દસ્તાવેજ ગૂંચવણ ભર્યો હોય જેમકે જૂની મિલકત , વારસદાર દાવા, કે વિવાદિત જમીન.. તો એક જમીન વિશે વિશેષતા ધરાવતા વકીલ સાથે સંપર્ક કરવો વધુ સારું રહેશે.
⚠️ટૂંકમાં⚠️
👉જમીનના દસ્તાવેજ ગુમાવવાની સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી યોગ્ય કાયદેસર નીચેના પગલાં લેવા :
- FIR નોંધાવી
- જાહેરાત આપવી
- એફિડેવિટ તૈયાર કરાવવું
- સર્ટિફાઇડ નકલ મેળવી
🛑કેટલો ખર્ચ થાય : ₹200 થી 2000 વચ્ચે હોય શકે
🛑સમય કેટલો લાગે : સામાન્ય રીતે 1-3 અઠવાડીયા માં બધી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે .