👉📝આ લેખમાં આપણે જોઈશું કે SBI બેંક માં ખાતું કઈ રીતે ખોલવું..ખાતું ખોલવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે. SBI બેંક મા ખાતું ખોલવા માટે શું પ્રોસેસ કરવી પડે છે. SBI બેંક મા ઓનલાઈન ખાતું કેવી રીતે ખોલાવી શકાય અને ઓફલાઈન ખાતું કેવી રીતે ખોલવું..ખાતા ની વિશેષતા શું છે.YONO APP થી KAI રીતે ખાતુ ખોલાવી શકાય..તે બધી જ માહિતી આ લેખમાં આપવામાં આવી છે.
Table of Contents
🏦📂SBI બેંક મા ખાતું ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

- ઓળખ ના પુરાવા માટે : આધારકાર્ડ , પાનકાર્ડ , રેશનકાર્ડ , ડ્રાઇવિંગ લાયસન્સ ,પાસપોર્ટ વગેરે
- રહેઠાણના પુરાવા માટે : આધારકાર્ડ , પાનકાર્ડ , રેશનકાર્ડ , વીજળી બિલ ,પાણી બિલ , ભાડા કરાર વગેરે
- પાસપોર્ટ સાઇઝ ફોટો : પાસપોર્ટ સાઇઝ ફોટો 2 થી 3
- પાનકાર્ડ અથવા ફોર્મ 60 ભરવું પડે છે.
🏦✅SBI બેન્ક ખાતા ની વિશેષતા
- મૂળભૂત બચત ખાતા માટે મિનિમમ બેલેન્સ ની કોઈ જરૂર પડતી નથી .
- ડેબિટ કાર્ડ , Rupay, ATM આપવામાં આવે છે.
- NEFT , IMPS ,UPI , ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ વગેરે જેવી સુવિધાઓ મળી રહે છે.
- નામેર્નોસન સુવિધા ખાતું ખોલાવતી વખતે ફરજિયાત છે.
🏦⏭️SBI બેંક માં ખાતું ખોલવા માટે ની પ્રોસેસ
👉SBI Bank માં ખાતું ખોલવા માટે 2 પ્રોસેસ છે.
- ઓનલાઈન ખાતું,(YONO APP થી)
- ઓફલાઈન ખાતું ( બેન્ક ની શાખા એ જઈ)
✅1 .ઓનલાઈન ખાતું (YONO Aplication દ્વારા)

- તમારા મોબાઈલ માં YONO SBI એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- આ એપ્લિકેશન ખોલો , તેમાં “New to SBI” વિકલ્પ પસંદ કરો.
- હવે ” Open Savings Account”પર ક્લિક કરો
- તેમાં આપેલું “Insta Plus Savings Account” પસંદ કરો.
- તમારો PAN નંબર અને આધારકાર્ડ નંબર દાખલ કરો.
- આધારકાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર પર આવેલ OTP દાખલ કરો.
- જરૂરી વિગતો ભરી વિડિઓ KYC માટે સમય નક્કી કરો.
- વીડિયો કોલ દ્વારા ઓળખ પૃષ્ટિ કર્યા પછી તમારું ખાતું ખુલી જશે.
❇️ઓનલાઇન ખાતું ખોલવા ના ફાયદા ❇️
- બેંક ની શાખા એ જવા ની જરૂર પડતી નથી.
- આ બધી જ પ્રક્રિયા પેપરલેસ થઈ જાય છે.
- 24×7 બેન્કિંગ સુવિધા.
✅2.ઓફલાઈન ખાતું ( શાખ એ જઈ ને )

- તમારી નજીક ની SBI શાખા એ જાઓ.
- ત્યાંથી ખાતુ ખોલવા માટે નું ફોર્મ માંગો
- આપેલું ફોર્મ સાચી માહિતી સાથે વ્યવસ્થિત ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ જોડી ફોર્મ સબમિટ કરો.
- પ્રારંભિક રકમ જો જરૂર હોય તો ભરો
- બેંક અધિકારી તમારા ડોક્યુમેન્ટ ની ચકાસણી કરીને તમારું ખાતું ખોલી દેશે.