📝👉આ લેખમાં આપણે bank of baroda માં મુદ્રા લોન કેવી રીતે લેવી.. કેવી રીતે તેની અરજી કરવાની હોય છે.. તે વિશે માહિતી મેળવીશું .નાના-મોટા ધંધા, સેવાઓ કે રોજગાર માટે લોન જોઈએ છે, તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત બેન્ક ઓફ બરોડા દ્વારા મળતી મુદ્રા લોન તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે .આ બેંક ઓફ બરોડાની મુદ્રા લોન તમારા નાના વ્યવસાયને મોટું સપનું બનાવી શકે છે .તે માટેની સરળ પ્રક્રિયા ,ઓછી દસ્તાવેજી કામગીરી અને હાઈ સિક્યુરિટી વગર મળતી લોન તમારું જીવન બદલી શકે છે .તો આ લેખમાં આપણે મુદ્રા લોન માટે અરજી ક્યા કરવાની હોય છે ?કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર હોય છે ?અને કેવી રીતે અરજી કરવી? તે વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે જોઇશું.

Table of Contents
🪙✅મુદ્રા લોન એટલે શું ?
👉મુદ્રા લોન એટલે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર એવા લોકોને લોન આપે છે, કે જે લોકોને પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે ,ટિફિન સેવા, સાઇકલ રીપેરીંગ , ચાની લારી, બ્યુટી પાર્લર , દૂધ વિતરણ , ઓટો ખરીદી , કઢાઈ સિલાઈ વગેરે માટે લોન આપે છે.
👉bank of baroda પણ સરકારની આ યોજના હેઠળ ગેરંટી વગર નાની લોન આપી શકે છે
🪙🗂️મુદ્રા લોન માટે અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- રહેઠાણ ના પુરાવા માટે વીજળી બિલ,પાણીબિલ, રેશનકાર્ડ, આધારકાર્ડ
- વ્યવસાય સબંધીત માહિતી
- બેંક ખાતાની વિગતો
- બેંકનું છ મહિના સુધી નું સ્ટેટમેન્ટ
- આવક નો દાખલ
- વાહન કે મશીનરી ખરીદી માટે કોટેશન
- પાસપોર્ટ સાઈઝ બે ફોટા
🏠🪙bank of baroda માં મુદ્રા લોન કોને કેટલી મળે છે?
👉bank of baroda માં મુદ્રા લોન નીચે મુજબની ત્રણ કેટેગરીમાં મળે છે
લોન ના પ્રકાર | લોન ની રકમ | કોણ અરજી કરી શકે |
શિશુ | ₹50,000 સુધી | નવો વ્યવસાય શરૂ કરવા |
કિશોર | ₹50,000-5 લાખ | શરૂઆત થઈ ગયેલો નાનો વ્યવસાય |
તરુણ | ₹5 લાખ થી ₹10 લાખ | આગળ વધારવા નો વ્યવસાય / સર્વિસ |
🪙✅મુદ્રા લોન માટે અરજી કોણ કરી શકે ?

- નવો વ્યવસાય શરૂ કરવા માંગતા લોકો
- દુકાનદાર,વેપારીઓ,ઓટો ચલાવનાર વગેરે
- મહિલાઓ ,યુવા ,SC,ST વર્ગ ના ઉદ્યોગપતિ વગેરે
- ઘરેથી જ ઘરમાલ બનાવતા કે વેચતા લોકો પણ લાભ લઈ શકે છે
- લઘુ ઉદ્યોગ,MSME વ્યવસાય
- કક્ષાની સેવા વ્યવસાય જેમ કે બ્યૂટી પાર્લર, સર્વિસ સેન્ટર વગેરે
🪙⏭️bank of baroda માં મુદ્રા લોન લેવા માટે અરજી કરવાની પ્રક્રિયા
🏠1. BOB શાખા :
તમારી નજીકની બેંક ઓફ બરોડાની શાખા એ જાઓ અને મુદ્રા લોન માટે લોન અધિકારી સાથે વાતચીત કરો.
📝2. લોન ફોર્મ ભરો :
- શિશુ,કિશોર ,તરુણ જે લોન કેટેગરી લાગુ પડે તે મુજબ વ્યવસ્થિત રીતે ફોર્મ ભરો.
- તેમાં વ્યવસાયનો ઉદ્દેશ ખર્ચ અને આવક જાવક નો અંદાજ
🗂️3. જરૂરી ડોક્યુમેન્ટ
વ્યવસ્થિત રીતે ફોર્મ ભરીને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડો.
✅4. લોન ચકાસણી
- બેંક તમારી અરજી મળ્યા પછી અરજી ની ચકાસણી કરશે, બધા જ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે
- જો બધું જ યોગ્ય ગણાશે તો લોન મંજૂર કરવામાં આવશે
💰5. લોન મંજુરી :
- બેંક દ્વારા મંજૂરી મળ્યા બાદ લોન ની રકમ તમારા bank of baroda ના ખાતામાં જમા થઈ જશે
- લોનના ભણતર માટે ઈએમઆઈ શરૂ થઈ જાય છે
🏠🪙કઈ કઈ બેંક કે સંસ્થાઓ મુદ્રા લોન આપે છે ?

- સરકારી બેન્ક ( SBI,BOB,PNB,Union Bank, વગેરે)
- ખાનગી બેંક ( HDFC, ICICI, Axis Bank)
- રજીસ્ટર્ડ માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ
- ગ્રામીણ બેંક
- સરકારી બેન્ક
🪙✅મુદ્રા લોન ના ફાયદા
- ગેરંટી વગર લોન મળે છે એટલે કે કોઈ સિક્યુરિટી અથવા ગેરંટી ની જરૂર પડતી નથી.
- સરળ દસ્તાવેજ અને પ્રક્રિયા સહેલાઇથી ઉપલબ્ધ થઈ જાય છે.
- નવો વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે
- મહિલાઓ અને યુવાનો માટે આત્મનિર્ભર બનવાનો ખાસ મોકો આપે છે.
- ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારી માટે સહાયરૂપ બને છે.
📌⚠️ખાસ નોંધ :
✅લોન સમયસર ભરવી ખૂબ જ જરૂરી છે – નહીંતર ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય છે,
✅લોન નો ઉપયોગ યોગ્ય ઉદેશ્ય માટે જ કરવો અન્ય બીજા કામો માટે કરવો નહીં.
✅વધુ લોન માટે સારો રેકોર્ડ રાખવો જરૂરી છે .