You are currently viewing Bank KYC અપડેટ કેવી રીતે કરવું? 2026 માં KYC અપડેટ કરવાની પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ
Bank KYC અપડેટ કેવી રીતે કરવું અને જરૂરી ડોક્યુમેન્ટ

Bank KYC અપડેટ કેવી રીતે કરવું? 2026 માં KYC અપડેટ કરવાની પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ

👉📝આજે આપણે આ લેખમાં bank KYC અપડેટ કેવી રીતે કરવું તે વિશે માહિતી મેળવીશું.. જો તમારું બેંક ખાતું છે, તો તમે KYC ( Know your Customer) જરૂર સાંભળ્યું હશે .થોડા થોડા સમયે બેંકો ગ્રાહકો પાસે KYC અપડેટ કરવાની સૂચના આપતા હોય છે .જો તમે સમયસર KYC અપડેટ ન કરાવો તો તમારા ખાતામાં કેટલીક બેન્કિંગ સર્વિસ પર મર્યાદા આવી શકે છે. Bank KYC અપડેટ કરાવવું એ દરેક ખાતાધારક માટે મહત્વપૂર્ણ છે. સમયસર KYC પૂર્ણ કરવાથી તમારી બેન્કિંગ સેવાઓ સરળતાથી ચાલુ રહે છે .અને ખાતાની સુરક્ષા પણ વધે છે .જો તમને KYC અંગે બેંક તરફથી સૂચના મળે છે ,તો વિલંબ કર્યા વગર જરૂરી ડોક્યુમેન્ટ સાથે KYC અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે.. તો આજે આપણે આ લેખમાં Bank KYC અપડેટ કેવી રીતે કરવું તે વિશે માહિતી મેળવીશું.

KYC (Know your Customer) ગ્રાહકની ઓળખ અને સરનામું ચકાસવાની પ્રક્રિયા ..આ પ્રક્રિયા દ્વારા બેંક ખાતરી કરે છે ,કે ખાતાધારક ની માહિતી સાચી અને અપડેટ છે.

  • ખાતાધારક ની ઓળખની ખાતરી કરવા
  • બેન્કિંગ છેતરપિંડી અટકાવવા
  • મને લોન્ડરીંગ જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવા
  • નિયમનકારી સંસ્થા ના નિયમોનું પાલન કરવા
  • બેન્કિંગ સેવાઓમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે
  • ખાતાની સુરક્ષા વધારવા માટે
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • રેશનકાર્ડ
  • પાસપોર્ટ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • આધાર કાર્ડ
  • વીજળીનું બિલ
  • પાણીનું બીલ
  • ગેસ બિલ
  • પાસપોર્ટ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ

Bank KYC અપડેટ કરવાની પ્રોસેસ

  1. તમારી નજીકની બેંક શાખા એ જાઓ.
  2. KYC અપડેટ ફોર્મ મેળવો
  3. જરૂરી વિગતો સારી રીતે ભરો
  4. જરૂરી ડોક્યુમેન્ટ સ્વપ્રમાણિત કરી ફોર્મ સાથે જોડો.
  5. યોગ્ય બેંક અધિકારીને ફોર્મ સબમીટ કરો.
  6. દસ્તાવેજોની ચકાસણી બાદ તમારો KYC અપડેટ થઈ જશે
  7. કેટલીક બેંક સ્વીકાર ની રસીદ પણ આપે છે.

ઘણી બેંકો ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા KYC અપડેટ કરવાની સુવિધાઓ પણ આપે છે.

  • Internet banking માં લોગીન કરો.
  • KYC અથવા profile update વિભાગમાં જાઓ.
  • જરૂરી માહિતી અપડેટ કરો
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • OTP દ્વારા માહિતીની પૃષ્ટિ કરો
  • અરજી સબમીટ કરો.

ઘણી બેંકો માં મોબાઇલ એપમાં પણ KYC અપડેટ કરવા ની સુવિધા ઉપલબ્ધ હોય છે.

  • App લોગીન કરો.
  • Profile અથવા Service વિભાગ માં જાઓ
  • KYC અપડેટ પસંદ કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • OTP દ્વારા માહિતીની પૃષ્ટિ કરો
  • અરજી સબમિટ કરો

કેટલીક બેંક Video KYC ની સુવિધાઓ આપે છે.

  • તમારા મોબાઇલ અથવા લેપટોપ દ્વારા Video call થાય છે.
  • અધિકારી તમારી ઓળખ ચકાસે છે
  • PAN અને આધારકાર્ડ બતાવવા પડે છે
  • પ્રોસેસ પૂરી થઈ ગયા પછી KYC અપડેટ થઈ જાય છે.

બેંકની શાખા એ અરજી કર્યા બાદ સામાન્ય રીતે 1 થી 7 કામકાજ ના દિવસો લાગી શકે છે.

ઓનલાઇન અથવા Video KYC ઘણી વખત 24 થી 72 કલાકમાં પણ પૂર્ણ થઈ શકે છે.

  • ખાતામાં લેવડદેવડ પર મર્યાદા આવી શકે છે.
  • UPI સેવા બંધ થઈ જશે
  • ATM અથવા Debit card નો ઉપયોગમાં પણ મુશ્કેલી આવી શકે છે
  • ઇન્ટરનેટ બેન્કિંગ સેવાઓ મર્યાદિત થઈ શકે છે
  • ચેક દ્વારા ચૂકવણીમાં મુશ્કેલી આવી શકે છે
  • કેટલીક પરિસ્થિતિમાં ખાતું તાત્કાલિક પ્રતિબંધિત થઈ શકે
  • માત્ર તમારી બેંકની અધિકૃત શાખા અથવા અધિકૃત વેબસાઈટ એકનો જ ઉપયોગ કરવો.
  • OTP,ATM,PIN,CVV અથવા internet banking password કોઈની સાથે શેર નો કરો.
  • તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને માન્ય હોવા જરૂરી છે
  • મોબાઈલ નંબર અને ઇમેલ હંમેશા અપડેટ રાખો
  • અજાણ્યા ફોન , મેસેજ અથવા લિંક દ્વારા KYC અપડેટ કરવાની સૂચના મળે તો સાવધાન રહો…

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.