👉📝આજે આપણે આ લેખમાં આપણે કુંવર બાઈ નું મામેરું વિશે વિગતવાર માહિતી મેળવીશું. ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા અને પાત્ર પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે આર્થિક સહાય આપવા માટે કુંવરબાઈનું મામેરુ યોજના અમલમાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર કન્યાને લગ્ન સમયે રૂપિયા 12000 સુધીની સહાય આપવામાં આવે છે. આ સહાય સિદ્ધિ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. કુંવરબાઈનુ મામેરુ યોજના ગુજરાત સરકારની મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે, જે પાત્ર પરિવારોને દીકરીના લગ્ન સમયે આર્થિક સહાય પૂરી પાડે છે જો તમે આ યોજનાનું તમામ શરતો પૂર્ણ કરતા હોય તો સમયસર અરજી કરીને આ સહાયનો લાભ મેળવી શકો છો, તો આજે આપણે આ લેખમાં જાણીશું કે કુંવરબાઈનું મામેરુ યોજના શું છે, કોણ અરજી કરી શકે છે, કેટલી સહાય મળે છે, જરૂરી ડોક્યુમેન્ટ, અરજી કરવાની પ્રક્રિયા અને મહત્વપૂર્ણ વિશે વિગતવાર માહિતી મેળવીએ.
Table of Contents
⏭️કુંવરબાઈનું મામેરુ યોજના શું છે?
કુવરબાઈનુ મામેરુ યુધના ગુજરાત સરકારની એક સામાજિક કલ્યાણ યોજના છે, તેનું મુખ્ય હેતુ પાત્ર પરિવારોની દીકરીઓના લગ્ન સમયે આર્થિક સહાય આપીને લગ્નનો ખર્ચ ઓછો કરવામાં મદદરૂપ થવાનો છે.
- દીકરીના લગ્ન સમયે આર્થિક સહાય પૂરી પાડવી
- આર્થિક રીતે નબળા પરિવારોને સહારો આપો
- સમાજમાં દીકરીઓના સન્માન અને સુરક્ષાને પ્રોત્સાહન આપવું
- લગ્નનો ખર્ચ.. આર્થિક બોજ ઘટાડવું
❇️ યોજનાનો મુખ્ય હેતુ
💰કેટલી સહાય મળે છે?
હાલની માહિતી મુજબ પાત્ર લાભાર્થીને ₹12,000 ની સહાય આપવામાં આવે છે. સહાયની રકમ સરકાર દ્વારા સમયાંતરે બદલાઈ શકે છે.
✅પાત્રતા
- અરજદાર ગુજરાત રાજ્યનો મૂળ રહેવાસી હોવો જોઈએ
- લાભ અનુચિત જાતિના પાત્ર પરિવારો માટે ઉપલબ્ધ છે.
- પરિવારની વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ.
- લગ્ન સમયે કન્યાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ
- વરની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ
- એક કુટુંબની વધુમાં વધુ બે પુખ્ત વયની કન્યાઓને લાભ મળી શકે છે
- લગ્ન થયાના બે વર્ષની અંદર અરજી કરવી જરૂરી છે
🗂️જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કન્યાનો જાતિનો દાખલો
- આવકનો દાખલો
- રહેઠાણ નો પુરાવો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- લગ્ન કંકોત્રી
- કન્યાની બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- જન્મ તારીખ નો પુરાવો
- રેશનકાર્ડ
⏭️અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જરૂરી છે.
- સંબંધીત સમાજ કલ્યાણ કચેરી અથવા ઈ- સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરો.
- અરજી ફોર્મમાં તમામ વિગતો સાચી રીતે ભૂરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ અથવા જોડો
- અરજી સબમીટ કર્યા પછી તેની ચકાસણી કરવામાં આવશે.
- પાત્રતા પૂર્ણ થતા સહાયની રકમ સિદ્ધિ DBT દ્વારા લાભાર્બેંથીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.
✅મહત્વપૂર્ણ બાબતો
- અરજી લગ્ન થયા એના બે વર્ષની અંદર કરવી.
- તમામ માહિતી સાચી આપવી
- બેંક ખાતુ આધાર સાથે જોડાયેલું હોવું લાભદાયક છે.
- ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે.
✅યોજનાના ફાયદા
- દીકરી ના લગ્ન માટે આર્થિક સહાય
- સીધી બેંક ખાતામાં DBT દ્વારા જમા રકમ
- ગરીબ અને પાત્ર પરિવારોને મદદ
- લગ્નનો ખર્ચ ઘટાડવામાં સહાયરૂપ