👉📝આજે આપણે આ લેખમા આધારકાર્ડ સાથે DBT કેવી રીતે લિંક કરાવો તે વિશે માહિતી મેળવીશું.. ભારત સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવા માટે DBT (Direct Benefits Transfer) સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ પદ્ધતિ દ્વારા મધ્યસ્થી વિના સહાયની રકમ સિદ્ધિ લાભાર્થીના ખાતામાં જમા થાય છે. પારદર્શકતા વધે છે અને ગેરરીતિ માં ઘટાડો થાય છે. જો તમે સરકારની કોઈ પણ DBT આધારિત યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તો તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે યોગ્ય રીતે લિંક થયેલું હોવું જોઈએ અને NPCI Mapping સક્રિય હોવું ખૂબ જ જરૂરી છે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી સરકારી સહાય સિદ્ધિ તમારા બેસ્ટ ખાતામાં જમા થઈ જશે જેથી સમયની બચત થશે અને પારદર્શિતા પણ જળવાઈ રહેશે.
જો તમે સરકારની વિવિધ યોજનાઓ જેવી કે,PM kishan Nidhi ,LPG સબસીડી , વૃદ્ધ સહાય યોજના , વિધવા સહાય યોજના , શિષ્યવૃત્તિ , મનરેગા યોજના , જન ધન યોજના અને અન્ય DBT આધારિત યોજનાઓનો લાભ મેળવવામાં આવતા હોય તો તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક અને DBT માટે સક્રિય હું ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે આ લેખમાં DBT શું છે, આધાર દ્વારા DBT કેવી રીતે સક્રિય કરવું, તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ, ફાયદા વિશે વિગતવાર માહિતી મેળવીશું.
Table of Contents
❇️DBT (Direct Benefits Transfer) શું છે?
👉DBT એટલે Direct Benefits Transfer. આ ભારત સરકારની એવી વ્યવસ્થા છે જેના દ્વારા સરકારી યોજનાઓ હેઠળ મળતી સહાય સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
⚠️DBT નો મુખ્ય હેતુ :
- સહાય સિદ્ધિ લાભાર્થી સુધી પહોંચાડવી
- ભ્રષ્ટાચાર અને ગેરરીતી અટકાવવી
- ચુકવણી ની પ્રક્રિયા ઝડપી બનાવતી
- પારદર્શિતા વધારે
🗂️DBT માટે જરૂરી ડોક્યુમેન્ટ
DBT સક્રિય કરવા માટે સામાન્ય રીતે નીચેના ડોક્યુમેન્ટની જરૂર પડે છે,
- આધારકાર્ડ
- બેંક પાસબુક
- મોબાઈલ નંબર
- પાન કાર્ડ
- આધાર સીડીંગ/ DBT ફોર્મ
🧬આધાર દ્વારા DBT કેવી રીતે લિંક કરવું ?
1). તમારી બેંક એ જાઓ.
જે બેંકમાં તમારું ખાતું છે તે બેંકની શાખાની મુલાકાત લ્યો.
2).Aadhaar seeding / DBT form મેળવો.
બેંક માંથી Aadhaar seeding form અને DBT Registration form મેળવો.
3). ફોર્મ માં નીચેની વિગતો ભરો.
- ખાતાધારક નું નામ
- બેન્ક એકાઉન્ટ નંબર
- IFSC code
- આધાર નંબર
- સરનામું
- મોબાઈલ નંબર
- સહી
4). ડોક્યુમેન્ટ જોડો
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- પાસબુક ની ઝેરોક્ષ
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ જે માંગવામાં આવ્યા હોય તે
5) . ફોર્મ સબમિટ કરો.
6). બેંક આધારની વિગતો ચકાસ છે અને તેને તમારા ખાતા સાથે લિંક કરશે
7).NPCI Mapping
આ પછી બેંક તમારા આધાર નંબર ને NPCI ( National Payment Corporation of India) સાથે મેપ કરશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી DBT સક્રિય થઈ જશે.
📌📱ઓનલાઈન DBT સક્રિય કરી શકાય?
કેટલીક બેંક ઇન્ટરનેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગ દ્વારા આધાર લિંક કરવાની સુવિધા આપે છે.
જેમ કે,
- Internet banking અને Mobile Banking માં લોગીન કરો.
- Service Request અથવા Aadhaar Service વિકલ્પ પસંદ કરો.
- આધાર નંબર દાખલ કરો
- ઓટીપી દ્વારા ચકાસણી કરો
- અરજી સબમિટ કરો.
✅DBT લિંક કરવાના ફાયદા
- સરકારી સહાય સિદ્ધિ બેંક ખાતામાં મળે છે.
- મધ્યસ્થી ની જરૂર રહેતી નથી.
- ચુકવણી ઝડપથી થાય છે.
- ભ્રષ્ટાચાર અને ઘટાડો થાય છે.
- સહાયની સ્થિતિ સરળતાથી ટ્રેક શકાય છે.
- વિવિધ સરકારી યોજનાઓ નો લાભ સરળતાથી મળી શકે છે.
🛑📌DBT માટે જરૂરી બાબતો
- આધારકાર્ડમાં આપેલી વિગતો અને બેંક ખાતાની વિગતો એક સરખી હોવી જોઈએ.
- મોબાઈલ નંબર આધાર સાથે અપડેટ હોવો જોઈએ.
- એકથી વધુ બેંક ખાતા હોય તો DBT માટે કયું ખાતું સક્રિય કરવું તે બેંકમાં સ્પષ્ટ કરો.
- જો DBT V ની રકમ ન મળે તો બેંકમાં NPCI Mapping ની સ્થિતિ તપાસો.
✅DBT કઈ કઈ યોજનાઓમા ઉપયોગી છે?
DBT દ્વારા ઘણી સરકારી યોજનાઓની સહાય આપવામાં આવે છે જેમ કે,
- PM kishan Samman Nidhi
- LPG ગેસ સબસિડી
- વૃદ્ધ સહાય યોજના
- વિધવા સહાય યોજના
- દિવ્યાંગ સહાય યોજના
- મનરેગા
- શિષ્યવૃત્તિ
- જન ધન યોજના
- માતૃ સહાય યોજના
- રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ માટે