You are currently viewing ખેતીવાડીના ક્યાં ક્યાં સાધનો પર કેટલી સબસિડી મળે છે? || ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? 2026
ખેતીવાડીના ક્યાં ક્યાં સાધનો પર કેટલી સબસિડી મળે છે ?

ખેતીવાડીના ક્યાં ક્યાં સાધનો પર કેટલી સબસિડી મળે છે? || ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? 2026

આજે આપણે આલેખમાં ખેતીવાડીના સાધનો ઉપર કેટલી સબસીડી મળે છે તે વિશે માહિતી મેળવીશું. ભારત સરકાર અને ગુજરાત સરકાર ખેડૂતોને આધુનિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ખેતીવાડી સાધનો પર સબસીડી આપે છે. આ સબસીડી નો મુખ્ય હેતુ ખેડૂતોનો ખર્ચ ઘટાડો, ઉત્પાદન વધારવું અને આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ વધારવાનો છે. સરકાર દ્વારા આપવામાં આવતી ખેતીવાડી સાધનોની સબસીડી ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે. આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ખેડૂત ઉત્પાદન વધારી શકે છે ખર્ચ ઘટાડી શકે છે અને વધુ આવક મેળવી શકે છે. તો આપણે આલેખમાં કયા કયા સાધનો ઉપર કેટલી સબસીડી મળે છે, તે માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે?, તેના માટે ક્યાં અરજી કરવાની હોય છે તે બધી જ માહિતી અહીં મેળવીશું.

ટ્રેક્ટર ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ સાધન છે. સરકાર વિવિધ યોજનાઓ હેઠળ ટ્રેક્ટર ખરીદી માટે સહાય આપે છે.

લાભ:

  • સમયની બચત થાય
  • મજૂરી ખર્ચમાં ઘટાડો
  • વધુ ઉત્પાદન

2). પાવર ટીલર

નાના ખેડૂતો માટે પાવર ટીલર ખૂબ ઉપયોગી સાધન છે.

લાભ :

  • જમીન ખેડવી
  • નિંદણ નિયંત્રણ
  • નાના ખેતરમાં સરળ કામગીરી

રોટાવેટર જમીને પોચી અને ભૂરભૂરી બનાવવા માટે ઉપયોગી છે.

લાભ :

  • ઓછા સમયમાં ખેડાણ
  • ઇંધણની બચત
  • પાકનું સારું ઉત્પાદન

બીજ સમાન અંતરે અને યોગ્ય ઊંડાઈએ વાવવામાં આવે છે.

લાભ:

  • બીજ ની બચત થાય
  • વધુ અંકુરણ
  • સમાન વાવણી

દવા અને ખાતરનો છંટકાવ કરવા માટે ઉપયોગી છે.

  • બેટરી સ્પ્રેયર
  • પાવર સ્પ્રેયાર
  • ટ્રેક્ટર માઉન્ટેન્ડ સ્પ્રેરેયર

પાણીની બચત માટે સૌથી અસરકારક પદ્ધતિ.

લાભ:

  • 40% થી 60 ટકા પાણીની બચત
  • ઉત્પાદન વધે
  • ખાતરનો યોગ્ય ઉપયોગ

વરસાદ જેવી સિંચાઈ પદ્ધતિ.

વીજળી વગર સિંચાઈ માટે ઉપયોગી.

લાભ :

  • વીજળીના ખર્ચમાં બચત
  • પર્યાવરણ મિત્ર
  • લાંબા ગાળે ખર્ચ ઓછો

નીચે મુજબ આપેલ કેટલાક મુખ્ય કૃષિ સાધનો અને તેની અંદાજિત સબસીડી ની માહિતી આપવામાં આવી છે. સબસીડી ની ટકાવારી અને મર્યાદા , યોજના , કેટેગરી અને જિલ્લા મુજબ બદલાઈ શકે છે.

સાધનઅંદાજીત સબસીડી
ટ્રેક્ટર20% થી 50 ટકા
પાવર ટીલર40% થી 50%
રોટાવેટર40% થી 50%
કલ્ટીવેટર40% થી 50%
સીડ ડ્રીલ40% થી 50%
મલસિંગ મશીન40% થી 50%
પાવર પ્લેયર40% થી 50%
બેટરી સ્પ્રેયર40% થી 50%
રીપર40% થી 50%
થ્રેશર 40% થી 50%
હેપી સીડર40% થી 50%
સ્ટોરીપર40% થી 50%
લેઝર લેન્ડ લેવલર 40% થી 50%
ડ્રીપ સિંચાઈ55% થી 70 ટકા
સ્પ્રિંકલર સિસ્ટમ50% થી 70%
સોલાર પંપયોજના મુજબ સહાય
  • આધારકાર્ડ
  • 7/12 અને 8 અ નો ઉતારો
  • બેંક પાસબુક
  • રદ કરેલો ચેક (જો જરૂર હોય તો)
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટા
  • જાતિનો દાખલ
  • સાધનનું કોટેશન
  • ખેડૂત નોંધણી વિગતો

ખેડૂતો સામાન્ય રીતે રાજ્ય સરકારના કૃષિ પોર્ટલ અથવા સંબંધીત યોજના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

  1. ગુજરાત સરકાર કૃષિ પોર્ટલ ખોલો.
  2. પોર્ટલ પર નોંધણી કરો
  3. યોગ્ય યોજના પસંદ કરો
  4. જરૂરી માહિતી ભરો
  5. ડોક્યુમેન્ટ અપલોડ કરો
  6. અરજી સબમીટ કરો
  7. અરજીની સ્થિતિ ઓનલાઇન તપાસતા રહો
  8. મંજૂરી મળ્યા બાદ સાધનની ખરીદી કરો અને સહાય મેળવો
  • અરજદાર ખેડૂત હોવો જોઈએ
  • જમીનના ડોક્યુમેન્ટ હોવા જોઈએ
  • એક જ સાધન પર વારંવાર સહાય મળતી નથી
  • અરજી મંજૂર થયા પછી જ ખરીદી કરવી
  • સરકારની તમામ શરતોનું પાલન થવું જોઈએ

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.