You are currently viewing SBI મુદ્રા લોનનું ઈન્ટરેસ્ટ રેટ(વ્યાજ દર)2026 || વ્યાજદર, EMI , લાયકાત અને અન્ય જરૂરી માહિતી || SBI mudra loan Interest Rate 2026
SBI મુદ્રા લોન ના ઇન્ટરેસ્ટ રેટ, EMI લાયકાત અને અન્ય જરૂરી માહિતી

SBI મુદ્રા લોનનું ઈન્ટરેસ્ટ રેટ(વ્યાજ દર)2026 || વ્યાજદર, EMI , લાયકાત અને અન્ય જરૂરી માહિતી || SBI mudra loan Interest Rate 2026

👉📝આજે આપણે આ લેખમાં એસબીઆઇ બેન્ક માં મુદ્રા લોનનું ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે. તે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું..જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અથવા હાલના ધંધાને વિસ્તૃત કરવા માટે લોન લેવા ઇચ્છતા હોય તો, SBI મુદ્રા લોન ( SBI mudra loan) એક સારો વિકલ્પ છે. ભારત સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)હેઠળ આપવામાં આવતી આ લોન નાના વેપારીઓ, દુકાનદારો, મહિલા ઉધોગકારો સ્ટાર્ટઅપ અને રોજગારી કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. ઘણા લોકો નો સૌથી સામાન્ય પ્રશ્ન હોય છે કે SBI મુદ્રા લોન પર કેટલો ઇન્ટરેસ્ટ રેટ (વ્યાજ દર) લાગે છે? ..તો આજે આપણે આ લેખમાં SBI મુદ્રા લોન ના વ્યાજ દર,EMI, લોન ના પ્રકાર , લાયકાત અને જરૂરી ડોક્યુમેન્ટ વિશે વિગતવાર માહિતી મેળવીશું.

SBI દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવતી આ લોન એવા લોકોને આપવામાં આવે છે કે જે પોતાનો નાનો અથવા મધ્યમ વ્યવસાય શરૂ કરવા અથવા વધારવા માંગે છે.

આ લોન માટે સામાન્ય રીતે કોઈ કોલેટરલ (જામીન)માંગવામાં આવતું નથી.

SBI મુદ્રા લોનનો વ્યાજ દર એક સરખો હોતો નથી. તે અરજદાર ની ક્રેડિટ પ્રોફાઇલ, વ્યવસાયનો પ્રકાર , લોન ની રકમ , ચુકવણી ક્ષમતા અને બેંકના તે સમયના નિયમો પર આધારિત હોય છે.

સામાન્ય રીતે SBI મુદ્રા લોનનો વ્યાજ દર અંદાજે ;

9% થી 13% પ્રતિ વર્ષ ( બેન્કના નિયમો મુજબ બદલાઈ શકે છે)

નોંધ : વ્યાજદર સમયાંતરે બદલાઈ શકે છે.લોન મંજૂર કરતા પહેલા SBI શાખામાં અથવા અધિકૃત વેબસાઈટ પર વર્તમાન વ્યાજ દર ની માહિતી જરૂર થીં ચકાસો.

1). શિશુ મુદ્રા લોન

  • લોન રકમ: ₹50,000 સુધી
  • નવા વ્યવસાય શરૂ કરવા માટે યોગ્ય
  • ઓછા ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકાય છે

2). કિશોર મુદ્રા લોન

  • ₹50,001 થી ₹5 લાખ સુધી
  • પહેલે થી ચાલતા વ્યવસાય ને વિસ્તૃત કરે

3) તરુણ મુદ્રા લોન

  • ₹5 લાખ થી ₹ 10 લાખ સુધી
  • મોટા પ્રમાણમાં વ્યવસાય વિકાસ માટે

EMI નીચેના પરિબળો ના આધારે નક્કી થાય છે,

  • લોનની રકમ
  • વ્યાજદર
  • લોનનો સમયગાળો

ઉદાહરણ તરીકે;

જો ₹ 5 લાખ ની લોન 5 વર્ષ માટે 10% વ્યાજ દરે લેવામાં આવે તો માસિક EMI અંદાજે ₹10,600 થી ₹10,800 વચ્ચે હોઇ શકે છે.

  • CIBIL score
  • વ્યવસાય નો પ્રકાર
  • વ્યવસાય નો અનુભવ
  • આવક
  • બેન્કિંગ ઇતિહાસ
  • લોન ની રકમ
  • ચૂકવણી ક્ષમતા
  • દુકાનદાર
  • ટેલર
  • બ્યૂટી પાર્લર
  • ઈલેક્ટ્રિશિયન
  • પ્લમ્બર
  • મોબાઈલ રીપેરીંગ વ્યવસાય
  • મશીનરો નો વ્યવસાય
  • ટ્રાન્સપોર્ટ વ્યવસાય
  • નાના ઉત્પાદકો
  • મહિલા ઉદ્યોગ સાહસિકો
  • સ્ટાર્ટઅપ શરૂ કરનાર
  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ફોટા
  • સરનામું
  • બેંક સ્ટેટમેન્ટ
  • વ્યવસાય નો પુરાવો
  • GST
  • UDYAM Registration
  • આવક સંબંધિત ડોક્યુમેન્ટ

સામાન્ય રીતે SBI મુદ્રા લોનની ચુકવણી માટે 3 વર્ષથી 7 વર્ષ સુધીનો સમય મળી શકે છે. ચોક્કસ સમયગાળો લોનની શરતો અને બેંકના નિર્ણય પર આધારિત રહે છે.

  1. તમારી નજીકની sbi શાખામાં જાઓ.
  2. મુદ્રા લોન માટે અરજી ફોર્મ મેળવો.
  3. જરૂરી ડોક્યુમેન્ટ જોડો.
  4. વ્યવસાયની વિગતો આપો
  5. નવા બેંક દ્વારા ડોક્યુમેન્ટની ચકાસણી થશે
  6. લોન મંજૂર થયા બાદ રકમ તમારા ખાતામાં જમા થઈ જશે.
  • ઓછા વ્યાજ દર ની શક્યતા
  • સરળ EMI
  • જામીન વગર લોન મળે
  • નાના વેપારીઓ માટે ખૂબ ઉપયોગી
  • નવા વ્યવસાય માટે સહાય
  • વ્યવસાય વિસ્તરણમાં મદદરૂપ

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.