👉📝આ લેખમાં આપણે જાણીશું કે આઈ ખેડૂત (i khedut) પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે શું કરવું? ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ વિશે સહાય યોજના અને લાભ સરળતાથી મળી રહે છે તે માટે i khedut portal શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા ખેડૂત ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. જાણી શકે છે અને સરકારની નવી યોજનાઓની માહિતી મેળવી શકે છે. i khedut પોર્ટલ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી ડિજિટલ સેવા છે. યોગ્ય રજીસ્ટ્રેશન કર્યા બાદ ખેડૂતો સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓ માટે સરળતાથી ઓનલાઇન અરજી કરી શકે છે. હજી કરતી વખતે તમામ માહિતી અને ડોક્યુમેન્ટ ચોક્કસ રાખવાથી અરજી ઝડપથી સ્વીકારાય છે. તો આજે આપણે આલેખમાં રજીસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ પ્રક્રિયા તે માટે જરૂરી ડોક્યુમેન્ટ, લાયકાત અને મહત્વની અન્ય માહિતી વિશે સમજૂતી આપીશું.
Table of Contents
👳👉i khedut portal શું છે?
i khedut portal ગુજરાત સરકારનો ઓનલાઈન પોર્ટલ છે જ્યાં ખેડૂતો કૃષિ, બાગાયત , પશુપાલન , મત્સ્ય ઉદ્યોગો અને અન્ય સરકારી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
📱✅i khedut portal માં રજીસ્ટ્રેશન ના ફાયદા
- સરકારની વિવિધ સહાય યોજનાઓ નો લાભ લઈ શકાય છે .
- ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકો છો.
- અરજી ની સ્થિતિ ઓનલાઇન ચકાસી શકાય
- સમય અને ખર્ચ બચે છે.
- પારદર્શક અરજી પ્રક્રિયા હોય છે.
🗂️👉i khedut પોર્ટલ રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર( આધારકાર્ડ સાથે લીંક હોવો જોઈએ)
- જમીનના 7/ 12 અને 8- અ ના ઉતારા
- બેંક પાસબુક ની ઝેરોક્ષ
- IFSC CODE
- રેશનકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
👉📱i khedut portal પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
1). i khedut portal ખોલો.
સૌપ્રથમ ગુજરાત સરકારના આઇ ખેડૂત પોર્ટલ (i khedut portal)પર જાવ.
/https://ikhedut.gujarat.gov.in/site/
2).New Registration કરો.
હોમ પેજ પર” નવી નોંધણી “અથવા” Register” વિકલ્પ પસંદ કરો.
3). આધાર નંબર દાખલ કરો.
તમારો આધાર કાર્ડ નંબર લખો અને જરૂરી વિગતે ચકાસો.
OTP દ્વારા મોબાઈલ નંબર કરો.
4). વ્યક્તિગત માહિતી ભરો
- અરજદાર નું નામ
- સરનામું
- તાલુકો
- જિલ્લો
- ગામ
- પીનકોડ નંબર
- મોબાઈલ નંબર
- જો જરૂર હોય તો ઇ મેલ
5). જમીનની માહિતી ભરો.
- સર્વ નંબર
- ખાતા નંબર
- IFSC કોડ
- ખાતાધારક નું નામ
7). માહિતી ચકાસો
તમે ભરેલી તમામ વિગતો એક વાત સારી રીતે ચકાસી લો જો કોઈ ભૂલ જણાય તો જરૂરથી સુધારો.
8). Submit કરો
બધી જ વિગતો સાચી હોય તો ફોર્મ માં સબમીટ બટન પર ક્લિક કરો.
સફળ રજીસ્ટ્રેશન બાદ તમને નોંધણી નંબર અથવા અરજી નંબર મળશે.
👉 પોર્ટલ માં “Application Status” વિકલ્પ પર જઈ અરજી નંબર દાખલ કરીને અરજીની હાલની સ્થિતિ જાણી શકાય છે.
🛑📌ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો
- હંમેશા સાચી માહિતી જ દાખલ કરો.
- આધાર અને બેંક ખાતાની વિગતો યોગ્ય હોવી જોઈએ.
- અરજી નંબર સાચવીને રાખો.
- સરકાર દ્વારા જાહેર થયેલી છેલ્લી તારીખ પહેલા અરજી કરો.
- મોબાઈલ નંબર સક્રિય રાખો.