👉📝આ લેખ માં આપણે જાણીશું કે વારસાઈ દાખલો કેવી રીતે કઢાવી શકાય વારસાઈ દાખલો એ એક એવી પ્રક્રિયા છે. જેમાં કોઈ વ્યક્તિના અવસાન બાદ તેની મિલકત, જમીન, અથવા સંપત્તિ તેના કાયદેસરના વારસદારોના નામે દાખલ કરવામાં આવે છે. ગુજરાતમાં વારસાઈ દાખલો મેળવવા માટે ઓનલાઇન તેમજ ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. વારસાઈ દાખલો જમીન અને મિલકતના કાયદેસર માલિકી હક માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. મૃત્યુ બાદ સમયસર વારસાઈ નોંધ કરાવવાથી ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓ અને વિવાદોથી બચાવી શકાય છે. જરૂરી ડોક્યુમેન્ટ સાથે યોગ્ય રીતે અરજી કરવાથી વાસાઈ દાખલો સરળતાથી મેળવી શકાય છે. તો આજે આપણે આલેખમાં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Table of Contents
✅વારસાઈ દાખલો કોને કહેવાય?
જ્યારે કોઈ જમીનધારક અથવા મિલકતધારક નું અવસાન થાય છે, ત્યારે તેની મિલકત તેના કાયદેસર ના વારસદારો ના નામે નોંધવામાં આવે છે. તેને વારસાઈ દાખલો કહેવામાં આવે છે. આ દાખલો જમીનના 7/12 ,8 અ અને અન્ય રેકોર્ડમાં ફેરફાર કરાવવા માટે ખૂબ જ જરૂરી છે.
🗂️વારસાઈ દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- મૃત્યુ પામેલા વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર
- અરજદાર નો આધારકાડ
- તમામ વારસદારોના આધાર કાર્ડ
- રેશનકાર્ડ અથવા કુટુંબનો પુરાવો
- જમીનના 7/12 અને 8 અ ઉતારા
- વારસદારોના સંમતિ પત્ર
- મોબાઈલ નંબર
⏭️વારસાઈ દાખલો કઢાવવાની પ્રક્રિયા
વારસાઈ દાખલો તમે બે રીતે કઢાવી શકો છો,
1). ઓનલાઇન રીતે
2). ઓફલાઈન રીતે
✅ઓનલાઈન વારસાઈ દાખલો મેળવવા માટેની પ્રક્રિયા
ગુજરાત સરકારની મહેસુલ વિભાગની સેવાઓ દ્વારા કેટલાક વિસ્તારોમાં ઓનલાઇન અરજીની સુવિધાઓ ઉપલબ્ધ છે.
- સંબંધીત પોર્ટલ પર જાવ
- લોગીન અથવા નોંધણી કરો
- વારસાઈ નોંધ સંબંધિત સેવા પસંદ કરો
- જરૂરી વિગતો ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમારી અરજી સબમિટ કરો
- આપેલો અરજી નંબર સાચવીને રાખો
❇️ઓફલાઈન વારસાઈ દાખલો કઢાવવાની પ્રક્રિયા
- ગ્રામ પંચાયત અથવા તાલુકા મામલતદાર કચેરી એ જાઓ.
- વારસાઈ નોંધ માટેનું અરજીપત્રક માંગો
- જરૂરી માહિતી સાચી રીતે વ્યવસ્થિત ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ જોડો
- અરજી સબંધિત અધિકારી ને અરજી સબમિટ કરો
- તલાટી અથવા સબંધિત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે
- ચકાસણી પૂર્ણ થયા પછી વારસાઈ નોંધ દાખલ કરવામાં આવશે.
🛑વારસાઈ નોંધ બાદ શું?
- તલાટી દ્વારા તપાસ કરવામાં આવે છે
- અન્ય વારસદારોની જાણ કરવામાં આવે છે
- કોઈ વાંધો ન હોય તો Mutations Entry દાખલ થાય છે
- નોંધ મજુર થયા બાદ જમીનના રેકોર્ડમાં વારસદારોના નામ ઉમેરાય છે.
✅વારસાઈ દાખલો મેળવવા માં કેટલો સમય લાગે?
સામાન્ય રીતે તમામ ડોક્યુમેન્ટ યોગ્ય હોય તો 15 થી 30 દિવસ માં પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે.કેટલાક કેસોમાં વધુ સમય પણ લાગી શકે છે.
✅વારસાઈ દાખલા ના ફાયદા
- જમીન અને મિલકત પર કાયદેસર હક મળે છે
- મિલકત વેચાણ અથવા હસ્તાંતરણ સરળ બને છે
- સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહે છે.
- ભવિષ્યમાં કાનૂની વિવાદ ટાળી શકાય છે.
🛑📌ધ્યાનમાં રાખવાની બાબતો
- તમામ વારસદારોની સાચી માહિતી આપવી
- મૃત્યુ પ્રમાણપત્ર ફરજિયાત દસ્તાવેજ છે.
- કોઈ વારસદારનું વાંધો હોય તો મામલો કોર્ટ સુધી જઈ શકે છે.
- અરજી કરતા પહેલા તમામ દસ્તાવેજો ની ચકાસણી કરી લેવી જરૂરી છે.