👉📝આ લેખ માં આપણે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું, તેમાં કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે? તેની માટે કઈ જગ્યાએ અરજી કરવાની હોય છે ?તે અંગે માહિતી મેળવીશું. રહેઠાણ નું પ્રમાણપત્ર એ સરકાર દ્વારા આપવામાં આવતો સત્તાવાર દસ્તાવેજ છે .જે સાબિત કરે છે કે તમે ચોક્કસ સરનામા પર કેટલા સમયથી રહો છો? આ પ્રમાણપત્ર ઘણી સરકારી યોજનાઓ નોકરી , એડમિશન , શિષ્યવૃત્તિ કે લોન માટે જરૂર પડે છે .રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે .જે ઘણી સરકારી અને ખાનગી પ્રક્રિયામાં ઉપયોગી થાય છે. ઓનલાઇન પોર્ટલ દ્વારા આજે તેને સરળતાથી કઢાવી શકાય છે .જેથી લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી.તો આપણે આ લેખમાં ઓનલાઇન અને ઑફલાઈન કેવી રીતે કઢાવી શકાય તે વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Table of Contents
📝રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર એટલે શું ?
રહેઠાણ પ્રમાણપત્ર એ સરકાર દ્વારા આપવામાં આવતું સત્તાવાર દસ્તાવેજ છે જે જણાવે છે કે વ્યક્તિ કોઈ ચોક્કસ ઘટનામાં પર કેટલા સમયથી રહે છે સામાન્ય રીતે તે મામલતદાર અથવા તલાટી કચેરી દ્વારા આપવામાં આવે છે
✅રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર ની જરૂર ક્યાં પડે છે?

- સરકારી નોકરી માં અરજી માટે
- શિષ્યવૃતિ મેળવવા માટે
- શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન લેવા માટે
- સરકારની યોજનાઓનો લાભ લેવા માટે
- લોન કે સબસીડી મેળવવા માટે
- મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે
🏠રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કઈ જગ્યાએ કઢાવી શકાય ?
👉ગુજરાતમાં રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર તાલુકા મામલતદાર કચેરી , ઈ ધારા કેન્દ્ર કે ડિજિટલ સેવા કેન્દ્ર અથવા ગુજરાત સિટીઝન પોર્ટલ પરથી ઓનલાઇન કઢાવી શકાય છે
⏭️જરૂરી ડોક્યુમેન્ટ
રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કઢાવવા માટે સામાન્ય રીતે નીચેના ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.
- ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ રેશનકાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે
- રહેઠાણના પુરાવા તરીકે લાઈટ બિલ , રેશનકાર્ડ , ભાડા એગ્રીમેન્ટ , મિલકતનો હક પત્ર વગેરે
- જન્મ તારીખ ના પુરાવા તરીકે જન્મ તારીખ નો દાખલો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી
⏭️રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કઢાવવા માટે અરજી કરવાની રીત
રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કઢાવવા માટે બે રીતે અરજી કરવાની હોય છે એક તો
- ઓનલાઇન અરજી
- ઓફલાઇન અરજી
📱1. ઓનલાઈન અરજી

- વેબસાઈટ ખોલો :https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx
- લોગીન/ રજીસ્ટ્રેશન કરો. જો તમે નવા યુઝર છો તો તમારું એકાઉન્ટ બનાવો.
- “Services “👉” Citizen Services” 👉” Residence Certificate “પસંદ કરો.
- હવે તમને સ્ક્રીન ઉપર એક ફોર્મ જોવા મળશે તેમાં તમારું નામ, સરનામું , જન્મતારીખ, નિવાસ નો સમયગાળો ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ JPG/PDF ફોર્મેટ માં અપલોડ કરો.
- ઓનલાઇન પેમેન્ટ ભરો (₹20 થી ₹50 સુધી )
- અરજી સબમિટ કરો.તમને આપેલો અરજી નંબર સાચવી રાખો
- સ્ટેટ્સ ચેક કરતા રહો, પ્રમાણપત્ર તૈયાર થતા PDF ડાઉનલોડ કરો.
🏠2 . ઓફલાઇન અરજી

- તમારી નજીકની મામલતદાર કચેરી / ગ્રામ પંચાયત ઓફિસએ જાઓ
- ફોર્મ-3 માં આપેલી માહિતી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડો
- કચેરીમાં ચકાસણી માટે દસ્તાવેજ રજૂ કરવા
- ફી ચૂકવવી અને રસીદ મેળવો
- 7-15 દિવસ મા પ્રમાણપત્ર તૈયાર થઈ શકે છે
✅પ્રક્રિયા દરમિયાન થતી ચકાસણી
જરૂર જણાય તો તલાટી અથવા રેવન્યુ ઓફિસ તમારું સરનામું ચેક કરવા આવી શકે છે .
પાડોશી અથવા સોસાયટી સચિવ પાસે થી ખાતરી મેળવી શકે છે,
દસ્તાવેજો ની મૂળ નકલ ચકાસે છે.
પ્રક્રિયા પૂરી થાય પછી શું થાય?
- મામલતદાર કચેરી તમારા ડોક્યુમેન્ટ ની ચકાસણી કરે છે.
- જો તમામ માહિતી સાચી હોય તો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે.
- ઓનલાઈન અરજીમાં પ્રમાણપત્ર PDF રૂપે ડાઉનલોડ કરી શકાય છે.
- ઓફલાઇન માં કચેરી માંથી હાર્ડ કોપી મળી શકે છે
❌સામાન્ય ભૂલ અને ટાળવાના મુદ્દા
- જુના અસ્પષ્ટ દસ્તાવેજ અપલોડ કરવાથી અરજી રદ થઈ શકે છે
- સરનામામા નાની ભૂલ પણ અરજીમાં વિલંબ લાવી શકે છે
- નામ અને સરનામું તમામ દસ્તાવેજોમાં એક સરખું હોવું જોઈએ
📝પ્રમાણપત્રનો સમયગાળો
સામાન્ય રીતે રહેઠાણ પ્રમાણપત્ર કાયમી માન્ય હોય છે, પરંતુ કેટલીક સંસ્થાઓ છ મહિનાથી એક વર્ષની અંદર જારી થયેલું પ્રમાણપત્ર માંગતા હોય છે.
💰અંદાજિત લાગતી ફી અને સમય

ફી 👉 ₹20 થી ₹50 રાજ્ય અને સેવા કેન્દ્ર મુજબ બદલાય છે,
સમય 👉 ઓનલાઇન પ્રક્રિયા માં 5 થી 7 દિવસ અને ઓફલાઈન પ્રક્રિયા માં 7 થી 15 કાર્યદિવસ લાગે છે.
🛑મહત્વની માહિતી 🛑
📌ડોક્યુમેન્ટ સ્કેન કરતી વખતે સ્પષ્ટ અને રંગીન સ્કેન કરવા .
📌અરજી નંબર હંમેશા સાચવીને રાખો.
📌ઓનલાઇન અરજી માટે Google Chrome અથવા Firefox browser નો ઉપયોગ કરો.
📌અરજી કરતા પહેલા તમારો મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી વેરીફાઈ કરો.