👉📝આ લેખ માં આપણે Bank of Baroda માં કેટલા એકાઉન્ટ ખોલી શકાય છે,Bank of Baroda માં એક વ્યક્તિ ઘણી બધી banking જરૂરિયાત ને ધ્યાન માં રાખી ને અલગ અલગ પ્રકાર ના ખાતાઓ ખોલી શકે છે,જોકે માટે ભાગે ખાતાઓમાં સ્પષ્ટ મર્યાદાઓ હોતી નથી.છતાં પણ ગ્રાહક નું KYC,PAN, અને આધારકાર્ડ આધારિત ઓળખ ,તથા RBI ના નિયમો મુજબ ખાતા ની સંખ્યા વ્યવસ્થિત હોવી જોઈએ.Bank of Baroda માં એક વ્યક્તિ વિવિઘ પ્રકાર ના ખાતા ખોલી શકે છે,પરંતુ દરેક ખાતા ના નિયમો અને RBI ની માર્ગદર્શિકાઓ અલગ હોય છે.તો આજે પણ આ લેખમાં દરેક ખાતા ના પ્રકારની વિગતો વિષે જાણકારી મેળવીશું.

Table of Contents
✅1 .Regular savings Account ( સામાન્ય બચત ખાતું)
👉bank of baroda તમારા માટે ઘણા પ્રકારના સેવિંગ એકાઉન્ટ ઓફર કરે છે જેમ કે,
- Regular Savings account
- Bob Advantage Account
- Super Savings account
- salary Account
- Digital Savings account
- Baroda mahila shakti Account
આ ખાતામાં કોઈ મર્યાદા નથી એક વ્યક્તિ જુદી જુદી શાખાઓમાં કે વિવિધ પ્રકારના સ્કીમ હેઠળ અનેક રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે.
પણ અમુક practical મર્યાદાઓ હોય છે, જેમ કે ,ટેક્સ , KYC, ઇન્કમ સોર્સ વેરીફીકેશન.
દરેક ખાતા માટે અલગ પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંકિંગ ફરજિયાત હોય છે
ઉદાહરણ : એક વ્યક્તિ BOB ની ત્રણ શાખામાં Savings Account ધરાવે છે ..તો તેમાં એક પર video KYC, બીજુ Sallary purpose, ત્રીજું joint સાથે.
❇️2. BSBDA Account ( zero Balance Account)
- માત્ર એક BSBDA Account જ માન્ય છે.
- જો તમે બીજી કોઈક બેંક માં Regular Savings Account ધરાવો છો તો તમે BSBDA Account ખોલાવી શકતા નથી.
- જો BSBDA Account ખોલે તો 30 દિવસ પહેલા તમારું savings account બંધ કરવું પડે છે.
- BSBDA હેઠળ ખાસ સુવિધાઓ મળે છે. જેમ કે મફત એટીએમ કાર્ડ , મફત ઓનલાઈન બેન્કિંગ પણ તેના હેઠળ મર્યાદિત ટ્રાન્જેક્શન અને બેલેન્સની મર્યાદા હોય છે
👭3. Joint Account

- જોઈન એકાઉન્ટ પણ તમે વિવિધ લોકો સાથે અનેક ખોલી શકો છો
- જોઈન્ટ એકાઉન્ટ થકી દરેક વ્યક્તિનું KYC ખૂબ જ જરૂરી છે
- bank of baroda માં જોઈન્ટ એકાઉન્ટ માટે મેક્સિમમ ત્રણથી ચાર લોકો સુધીની સહભાગીતા માન્ય હોય છે
- એક વ્યક્તિ અલગ અલગ લોકો સાથે અનેક જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકે છે જેની ઉપર કોઈ સિદ્ધિ મર્યાદા નથી.
✅4. Salary Account

- સામાન્ય રીતે Regular savings account જ હોય છે. પણ નોકરી આપનાર સંસ્થાની જોડાણ મુજબ કસ્ટમ ફીચર્સ હોય છે
- જો તમારું એકાઉન્ટ સેલેરી bank of baroda માં આવતું હોય તો અલગ રીતે સુવિધાઓ મળે છે
- સેલેરી એકાઉન્ટ હોય છતાં પણ તમે બીજું રેગ્યુલર એકાઉન્ટ પણ ખોલી શકો છો
- જો તમે નોકરી છોડો તો Salary Account આખરે Regular Account માં ફેરવાઈ જાય છે.
⏭️5.Current Account
- વ્યવસાયિક એકાઉન્ટ સામાન્ય રીતે એક જ business entry માટે એક જ Current Account માન્ય ગણાય છે.
- એક વ્યક્તિ જુદા જુદા વ્યવસાયના નામે અલગ અલગ કરંટ એકાઉન્ટ ખોલાવી શકે છે
- પરંતુ એક જ નામે ઘણા કરંટ એકાઉન્ટ ખોલવું એ RBI મંજરી આપતું નથી.
એક વ્યક્તિ કે કંપની માટે એક જ કરંટ એકાઉન્ટ માન્ય છે એક શહેર અથવા કસ્ટમર આઈડી હેઠળ
જો તમારી પાસે અલગ અલગ ધંધા છે તો અલગ Firm Name હેઠળ જુદા current Account ખોલી શકાય છે.
🥰6. Recurring Deposit/ Fixed Deposit Account
- આ પ્રકારના ખાતા તમે ઘણી બધી સંખ્યામાં ખોલાવી શકો છો
- Fixed Deposit માટે વારંવાર અલગ બાકીની રકમથી એફડી કરવામાં કોઈ મર્યાદા હોતી નથી
💃7. Kids/ minor Account

- Bank of Baroda એ ખાસ Baroda Champ Account નામે ખાસ બાળકો માટે ખાતું ખોલી આપે છે.
- માતા પિતા તરીકે તમે તમારા બાળક માટે એક Minor Account ખોલી શકાય છે.
- તમારું પોતાનું ખાતું હોવા છતાં પણ બાળકના ખાતામાં ભાગીદાર રહી શકો છો.
✅ટેબલ દ્વારા ટૂંકમાં સમજ
| ખાતા ના પ્રકારો | કેટલા ખોલી શકો | શરતો |
| Regular Savings | મર્યાદિત નથી | અલગ શાખા અલગ સ્કીમમાં ખોલાવી શકાય છે |
| BSBDA | 1 | બીજું savings Account નહીં રાખી શકાય |
| Salary Account | 1+ | Regular Account સાથે રાખી શકાય |
| joint Account | ઘણા | જેટલા જોઇન્ટ ખાતાધારી હોય તે બધા સાથે |
| Current Account | 1 per business | અલગ વ્યવસાય નામે અલગ હોઈ શકે |
| Minor Account | દરેક બાળક માટે એક | પેરેન્ટ્સ એ ગાર્ડિયન તરીકે ખોલી શકાય |
