👉📝આ લેખમાં આપણે તમે આધાર કાર્ડ કઢાવેલું છે, પણ હજી સુધી આવ્યું નથી, ક્યાંક રોકાઈ ગયું છે .તો તેના માટે શું કરવું? કયા કયા કારણો હોઈ શકે આધાર કાર્ડ નહીં આવવા ના .કઈ જગ્યાએ તે માટે સંપર્ક કરવો જોઈએ ?આધાર કાર્ડ રીએક્ટિવ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ? કઈ જગ્યાએ અરજી કરવાની હોય છે? તેનું ફોર્મ કેવી રીતે ભરવું? કેટલો સમય લાગે છે ?તે બધી જ માહિતી આ લેખમાં આપણે વિગતવાર જોઇશું.
bank of baroda માં મુદ્રા લોન કેવી રીતે લેવી અહીંયા ક્લિક કરો.
વ્યાજ વગર લોન કેવી રીતે લેવી અહીંયા ક્લિક કરો.

Table of Contents
❇️આધાર કાર્ડ રોકાવાનું કારણ શું હોઈ શકે ?
👉જ્યારે પણ UIDAI ( યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) ને લાગે કે તમારા આધારમાં :
- દસ્તાવેજમાં ખોટી માહિતી આપેલી હોય
- ડુબલીકેટ આધાર બનાવવાનો પ્રયાસ થયો હોય અથવા તો એકથી વધુ આધાર કાર્ડ બનાવવાનો પ્રયાસ
- બાયોમેટ્રિક વિગત ખોટી છે
- આધાર જાળવણી સંદર્ભ સંજય છે
✅આધારકાર્ડ રોકાયું છે કે નહિ તે કેવી રીતે જોવું ?
- વેબસાઈટ ખોલો 👉https://myaadhaar.uidai.gov.in/portal
- ” verify Adhaar Number” ઓપ્શન પર ક્લિક કરો
- તમારું આધાર નંબર નાખો
- આપેલ કેપ્ચા ભરો
- ફોર્મ સબમિટ કરો
- જો msg આવે Aadhaar number Doesn’t Exist અથવા Deactivate તો તમારા આધાર માં સમસ્યા છે.
⏭️આધાર કાર્ડ ફરી ચાલુ કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
📌ઓળખના પુરાવા તરીકે : પાનકાર્ડ ,પાસપોર્ટ , ડ્રાઇવિંગ લાઇસન્સ , રેશનકાર્ડ વગેરે
📌રહેઠાણના પુરાવા તરીકે : રેશનકાર્ડ , વીજળી બિલ , પાણી બિલ , ભાડા કરાર વગેરે
⏭️આધારકાર્ડ ફરી ચાલુ કરવા માટેની પ્રોસેસ

- તમારી નજીકના આધાર એન્જોયમેન્ટ કે અપડેટ સેન્ટર પર જાવ
- રિએક્ટીવેશન માટેની અરજી આપો
- સેન્ટર પર અધિકારી તમારા બાયોમેટ્રિક એટલે કે ફિંગર પ્રિન્ટ અને ફોટો ફરીથી લેશે
- જરૂરી ડોક્યુમેન્ટ આપો
- જો તમારા બાળકનું આધાર કાર્ડ કઢાવવા માંગતા હોય તો જન્મ પ્રમાણપત્ર સાથે પેરેન્ટ્સ નો આધારકાડ જરૂરી છે
📞જો કોઈ પ્રશ્ન હોય તો સંપર્ક કરો
વિવરણ | માહિતી |
UIDAI Toll free Helpline Number | 1947 |
help@uidai.gov.in | |
Website | https://uidai.gov.in |
✅કેટલો સમય લાગી શકે
સામાન્ય રીતે સાતથી 15 દિવસ કાર્ય દિવસમાં આધાર ફરીથી શરૂ થઈ જાય છે
તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર માહિતી આવી જાય છે
✅આધાર પુનઃચાલુ થયા પછી શું કરવું ?

- પૃષ્ટિ કરો કે આધાર કાર્ડ ચાલુ થયું છે કે નહીં
- તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જોડાયેલો છે કે નહીં તે ચેક કરો
- જો જોડાયેલો ન હોય તો મોબાઈલ નંબર જોડાવા માટે આધાર સેન્ટર પર જઈને મોબાઈલ અપડેટ કરાવો.
- હવે આધાર કાર્ડનું એ વર્ઝન ડાઉનલોડ કરો
📌⚠️ખાસ નોંધ :⚠️
👉કોઈપણ તૃતીય પક્ષ કે એજન્ટ પાસે આધાર કાર્ડ સુધારવા ન જાવ.
👉ફ્રોડ થી બચવા માટે માત્ર UIDAI દ્વારા માન્ય કેન્દ્ર કે વેબસાઇટ નો જ ઉપયોગ કરો.
👉આધાર સબંધિત કોઈ સેવા માટે ક્યારેય કોઈને OTP ન આપો.
👉કોઈપણ ફ્રોડ કોલ કે whatsapp મેસેજ પર ભરોસો ન કરો.