👉📝આ લેખમાં આપણે જાણીશું કે 7/ 12 ના ઉતારો એટલે શું ? જમીન સંબંધીત મુખ્ય દસ્તાવેજ પૈકી 7/12 ના ઉતારો ખૂબ મહત્વપૂર્ણ છે.આ દસ્તાવેજ. ખેતીલાયક જમીનના માલિકી હક ,વપરાશ,પાક અને શરતો વિશે વિસ્તૃત માહિતી આપે છે. 7/12 ના ઉતારામાં આપેલ જૂની શરત એટલે શું? નવી શરત એટલે શું? અને 7/12 ના ઉતારામાં અન્ય બીજી વિગતો હોય છે તે ની માહિતી સમજીએ.
Table of Contents
⏭️📝7/12 ઉતારો એટલે શું ?
👉તેમાં 7 અને 12 ની બે અલગ અલગ માહિતી સંકલિત હોય છે.
☑️ફોર્મ નં. 7 – જમીનના માલિકી ના હક્ક વિશે માહિતી આપે છે.
☑️ફોર્મ નં. 12 – ખેતીના પાક અને જમીન ના ઉપયોગ વિશે માહિતી આપે છે.
❇️7/12 ન ઉતારા માં આપેલ જૂની શરત એટલે શું ? અને નવી શરત એટલે શું ?❇️
✅7/12 ન ઉતારામાં શરત એટલે કે નિયમો જણાવે છે કે જમીન નો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે.
⬆️જૂની શરત એટલે શું ?
- જમીન માત્ર ખેતી માત્ર ખેતી માટે જ વાપરી શકાય છે.
- મકાન,દુકાન,કે ઉદ્યોગ સ્થાપી શકાશે નહીં.
- તે માટે કોઈ ને વેચી પણ શકતી નથી
- કાયદેસર રીતે પાત્રતા વગર જમીન વ્યવહાર બિનકાયદેસર ગણાય છે.
⬆️નવી શરત એટલે શું ?
👇❇️હાલ ના સમય માં ઘણા કિસ્સા માં કેટલીક શરતો માં છૂટછાટ આપવામાં આવી છે.
- ખેડૂત ના વારસદાર ના નામે સહજ રીતે વારસાઇ બદલી શકે છે.
- નોન -એગ્રીકલ્ચર પરવાનગી મેળવી જમીન નો ઉપયોગ હાઉસિંગ કે કોમર્શિયલ હેતુ માટે થઈ શકે છે.
- ખેતી ના સઘન ઊપયોગ માટે સહાય મળતી હોય છે.
⚠️⚠️નોંધ : જો જમીન ગૌણ વહીવટી શરતો હેઠળ છે તો તેમાં ખાસ મંજૂરી વગર જમીન વેચાણ અથવા પરીવર્તન નથી કરી શકતા.
🛑શરતો માં ફેરફાર કરવા માટે શું કરવું ?
👇જો તમે જમીન ની શરત બદલાવવા માંગતા હોય તો જેમ કે ખેતી માંથી નોન એગ્રીકલ્ચર કરવા તો નીચે મુજબ ની પ્રક્રિયા કરવી પડે છે.
- તાલુકા કચેરીમાં અરજદાર તરીકે અરજી કરો.
- NA (Non – Agriculture ) રૂપાંતર મંજૂરી મેળવો.
- DRO અથવા મામલતદાર કચેરીના અધિકારી દ્વારા તપાસ કરાશે.
- ત્યાર પછી નવી શરત સાથે અપડેટ થયેલું 7/12 નકલ મેળવો.
✅7/12 ઉતારા માં આપેલ બીજી મહત્વપૂર્ણ વિગતો
વિગતો | વિગત નું મહત્વ |
જમીન માલિક નો નામ | જમીન નો હકદાર કોણ છે |
ધરપત્ર નં. , સર્વે નં. | જમીન ની ઓળખ માટે જરૂરી |
જમીન નો પ્રકાર | ખેતી લાયક,નોન એગ્રીકલ્ચર વગેરે |
વપરાશ નું ક્ષેત્રફળ | કેટલી જમીન હાલમાં વપરાય છે. |
પાક ની વિગતો | કઈ સિઝન માં કયો પાક લે છે |
પાણી ના સ્ત્રોત | પાણી ક્યાંથી મળે છે.કૂવો.,બોરવેલ,નદી વગેરે |
હક્ક અને બીજા | જમીન પર દેવું ,ઉપડેલી લોન, કે જમીન નો વિવાદ |
વારસદાર ની વિગત | વારસાઇ થી મળેલી જમીન નુ વેચાણ |
📱👉ઓનલાઈન 7/12 ઉતારો કેવી રીતે જોવો
- આ લિંક પર ક્લિક કરો:
- “View Land Record -Rural “પર ક્લિક કરો.
- તમારો તાલુકો , ગામ અને સર્વે નંબર દાખલ કરો.
- હવે સ્ક્રીન ઉપર 7/12 ઉતારો જોઈ શકાય છે.
🛑ખાસ નોંધ : 🛑
⚠️7/12 ઉતારો એ માત્ર એક દસ્તાવેજ નથી,પણ જમીન ની ઓળખ, હક, વપરાશ અને કાયદેસર અવસ્થા નું પ્રતિબિંબ છે.
⚠️7/12 માં આપેલી શરતો ધ્યાનપૂર્વક વાંચવું જોઇએ.ખાસ કરીને જમીન ખરીદતી વખતે.
⚠️નવી શરત સમય સાથે બદલાઈ શકે છે.જેથી જમીન વ્યવહાર કરતા પહેલા તે દસ્તાવેજ અચૂક ચકાસવી જોઈએ.