You are currently viewing 2025 માં વ્યાજ વગર લોન કોણ લઈ શકે ? || વ્યાજ વગર ની લોન લેવા માટેની યોજનાઓ 2025 || Interest – Free loan 2025
2025 માં વ્યાજ વગર લોન કોણ લઈ શકે અને કઈ યોજનાઓ આપે છે

2025 માં વ્યાજ વગર લોન કોણ લઈ શકે ? || વ્યાજ વગર ની લોન લેવા માટેની યોજનાઓ 2025 || Interest – Free loan 2025

👉📝આલેખમાં આપણે વ્યાજ વગરની લોન વિશે માહિતી મેળવીશું. 2025 માં 100% વ્યાજ વગર લોન મા કોને લાભ મળે છે.. જેમકે સીધા 100% વ્યાજ વગરના લોન સામાન્ય રીતે જરૂરી સામાજિક અને આર્થિક ઘડતર જેમ કે પરિવારમા મહિલા,SC,ST,MSME , આદિવાસી, ચલ સ્તરના વેપારી વગેરે માટે જ ઉપલબ્ધ હોય છે. બહુ જ પ્રચલિત રીતે ,સરકારી મદદરૂપ યોજનાઓમાં ચોક્કસ સમૂહ જ ખુશખુશાલ લાભ પામે છે. સૌથી સ્પષ્ટ રીતે ગુજરાતમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી ₹1, વ્યાજમુક્ત લોન અને PMAY ને CSIS દ્વારા વ્યાજ સબસીડી ના ફાયદા ,કોઈપણ યોજના નો લાભ લેવા માટે તમારા રાજ્ય ,આવક, વ્યવસાય અને લિંગ પર આધાર રાખે છે. તો આ લેખમાં આપણે 2025 માં કોને વ્યાજ વિના લોન મળી શકે છે ,કઈ યોજનાઓથી તેનો લાભ લઈ શકાય છે, અને શું શરતો લાગુ પડે છે ?તે વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ.

1000004005 2
  • આધારકાર્ડ
  • રહેઠાણના પુરાવા માટે વીજળી બિલ ,પાણી બીલ ,રેશનકાર્ડ વગેરે
  • આવકનો દાખલો
  • શિક્ષણની લોન માટે શિક્ષણનો દાખલો
  • મહિલા ગ્રુપ ડીટેલ
  • બેંક ખાતાની વિગતો

👉ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી બધી યોજના શરૂ કરવામાં આવી છે. તેમાંની એક છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના. આ યોજના અંતર્ગત મહિલા સમૂહને ₹1,00,000 સુધીની વ્યાજ વીના લોન આપવામાં આવે છે.

1000003474 1
  • ગુજરાતની મહિલાઓ માટે જ માત્ર
  • જે મહિલા જાતે જ નાનો ઉદ્યોગ કે વેપાર શરૂ કરવા માંગતી હોય
  • મહિલા ગ્રુપ દ્વારા અરજી કરવાની હોય છે
  • લોન માં કોઈપણ પ્રકારનું વ્યાજ લાગતું નથી,
  • રાજ્ય સરકાર લોન પરનું વ્યાજ ચૂકવે છે
  • મહિલાના સુરક્ષિત ભવિષ્ય માટે સહાયરૂપ

👉આ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને માટેની યોજના છે તેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન મળે છે તેમને કોર્સ દરમિયાન અને કોષ પૂરો થયા પછી એક વર્ષ સુધીનું વ્યાજ સરકાર ચૂકવે છે

  • વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક ₹4.5 લાખ થી ઓછી હોવી જોઈએ.
  • લોન ભારતની માન્ય બેંકો માંથી લેવામાં આવી હોય
  • UGC / AICTE માનનીય સંસ્થામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.

👉આ યોજના યુવાનોને નાનો વ્યવસાય શરૂ કરવા માટે વ્યાજ વીના લોન અથવા સબસીડી સાથે લોન આપવામાં આવે છે.

  • 18 થી 35 વર્ષ સુધીના યુવાનો ને લાભ મળે છે ,
  • વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા યુવાનો ને સહાય
  • રાજ્ય ના રહેવાસી હોવા જોઇએ

👉પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારમાં લાગુ પડતી હોય છે, આ યોજનામાં આવાસ એટલે કે ઘર ખરીદવા માટે લોન લેતા લોકોને 3% થી 6.5 % સુધી વ્યાજ સબસીડી આપવામાં આવે છે .એટલે કે એક રીતે જોવામાં આવે તો આ યોજના પણ વ્યાજમુક્ત યોજના જેવી જ બની જાય છે.

1000003857 3
  • EWS,LIG,MIG-1,MIG -2 વર્ગ માટે
  • પ્રથમ ઘર ની ખરીદી માટે જ લાગુ પડશે
  • અમુક શરતો મુજબ માસિક આવક ના ધોરણે

👉કેટલાક ટ્રસ્ટ અથવા NGO જેમ કે SEWA ટ્રસ્ટ RANG DE, Millaap વગેરે જેવા વ્યાજ વગર અથવા ખૂબ ઓછા વ્યાજે પર્સનલ લોન આપે છે .ખાસ કરીને મહિલાઓ, મહિલા ઉદ્યોગપતિઓ, વેપારીઓ માટે.

1000003430 2

👉આ યોજના ખાસ ખેડૂતો માટે છે. ખેડૂત માટે લાયકાત ધરાવતા ખેડૂતો 3% થી 4% વ્યાજદરે લોન આપવામાં આવે છે. જો તેઓ સમયસર લોન ચુકવણી કરે તો વ્યાજ સબસીડી પણ મળે છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.