👉📝આ લેખ માં આપણે જાણીશું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં બંધ ખાતું ફરી કેવી રીતે ચાલુ કરવું..State Bank of India એ ભારતની સૌથી મોટી સરકારી બેન્ક છે અને લાખો લોકોના બચત અને કરંટ ખાતા અહીં ખુલેલા હોય છે પરંતુ અમુક સમય સુધી તેનો ઉપયોગ કરવામાં ન આવે તો ઘણા બધા લોકોને ખાતું એને એક્ટિવેટ લે છે ડોર નહીં નિષ્ક્રિય બની જાય છે જે પછી તેનો ઉપયોગ કરવો શક્ય હોય તો નથી

❌ખાતુ ક્યારે બંધ માનવામાં આવે છે ?
જ્યારે તમારા બેંક ખાતામાં આશરે છેલ્લા બે વર્ષથી કોઈ વ્યવહાર ન થયો હોય એટલે કે ટ્રાન્જેક્શન ન થયું હોય. અને લાંબા સમય સુધી પણ કોઈ જવાબદારી અથવા ખાતેદાર સંપર્ક ન કરે તો તે ખાતું બંધ ગણવામાં આવે છે.
🏠⏭️SBI માં બંધ થયેલું ખાતું ચાલુ કરવાની પ્રોસેસ
🏠1 . બેંક ની શાખા ની મુલાકાત લો
તમારા તમારા નજીકની બેંકની શાખા એ જવું જ્યાં તમારું ખાતું શરૂ કરાવી હોય

📝2. લેખિત અરજી કરો .
બેંકના મેનેજરને લેખિતમાં ખાતું ફરી શરૂ કરવા માટેની અરજી કરો. અરજીમાં નીચેની વિગતો સાચી માહિતી સાથે ભરો.
- ખાતા નંબર
- ખાતાધારક નું નામ
- મોબાઈલ નંબર બેંક સાથે લીંક હોય તે
- ખાતુ શા માટે બંધ થયું તેનું કારણ
- ખાતું ફરી શરૂ કરાવવાનું કારણ
📂3. ડોક્યુમેન્ટ જોઇન્ટ કરો.
- તમારું આધાર કાર્ડ
- પાનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- મોબાઈલ નંબર
💰4. નાનું ટ્રાન્જેક્શન કરો.

ખાતુ ફરી Active કરવા માટે તમારા ખાતામાં નાનું ટ્રાન્જેક્શન કરો જેમકે,
- થોડી રકમ જમા કરાવવી
- એટીએમ માંથી રૂપિયા ઉપાડવા
- નાનો એક NEFT/ IMPS ટ્રાન્સફર કરવા
⏭️5. KYC અપડેટ કરાવવુ
જરૂર પડે તો તમારું કેવાયસી ફરીથી કરવાની માંગ પણ થઈ શકે છે એટલે કે તમારું ઓળખપત્ર અને રહેઠાણના પુરાવાની નવી તારીખ સાથે આપવા પડશે
📌ખાસ નોંધ: 📌
👉જો તમારું ખાતું સંપુર્ણ રીતે બંધ થઈ ગયું હોય તો નવી અરજી કરી ને નવું ખાતું ખોલવું પડશે.
👉જો તમારા ખાતામાં લાંબા સમયથી કોઈ પૈસા નથી અને તેમાં બેંક ચાર્જ પણ લગ્યા હોય તો નેગેટિવ બેલેન્સ થઈ શકે છે,આવી સ્થિતિમાં પહેલા ક્લિયર થવું પડશે.