You are currently viewing બેંક KYC ફોર્મ | Sbi bank kyc form fill up | sbi કેવાયસી ફોર્મ કેવી રીતે ભરવું | બેંકનું કેવાયસી ફોર્મ ડાઉનલોડ કરો

બેંક KYC ફોર્મ | Sbi bank kyc form fill up | sbi કેવાયસી ફોર્મ કેવી રીતે ભરવું | બેંકનું કેવાયસી ફોર્મ ડાઉનલોડ કરો

Sbi બેંકનું કેવાયસી ફોર્મ કેવી રીતે ભરવું સંપૂર્ણ માહિતી મેળવશું. એસબીઆઇ બેન્ક kyc ફોર્મ (SBI KYC form). જો તમારી state bank of india માં એકાઉન્ટ હોય અને ઘણા લાંબા સમયથી ઉપયોગ ન કરતા હોય તો તમારે એકાઉન્ટ બંધ થઈ જાય છે પછી એકાઉન્ટની ફરી ચાલુ કરાવવા માટે કેવાયસી ફોર્મ ભરીને આપવો જરૂરી રહે છે. જ્યાં સુધી બેંકનું કેવાયસી ન કરાવો ત્યાં સુધી તમે એકાઉન્ટનો ઉપયોગ કરાવી શકતા નથી. જેથી એસબીઆઇ બેન્ક નું કેવાયસી કરાવવું જરૂરી છે. State bank of india બેન્ક માં તમારે ખાતું હોય દેખાતું બંધ થઈ ગયું હોય તો ફરી ચાલુ કરવા માટે કેવાયસી કરવું જરૂરી છે.

State bank of india માં કેવાયસી ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે જે તમે વાંચી શકો છો.

બેંક ખાતાનું કેવાયસી કરાવવા માટે એસબીઆઇ બેન્ક ની જે પણ બ્રાન્ચમાં તમારે ખાતું હોય એ બેંકમાં જઈને તમે કેવાયસી ફોર્મ ભરીને તમારા ખાતાનો કેવાયસી કરાવી શકો છો.

બેંક ખાતાનું કેવાયસી કરાવવા માટેનું ફોર્મ બેંકની બ્રાન્ચમાંથી મળી જશે અથવા તો અહીંયા ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો અને એ ફોર્મ ભરીને તમે બેંકમાં આપી શકો છો.

SBI બેંક KYC ફોર્મ 

A ઓળખ માટેની માહિતી

1 – જેમના નામનું બેંકમાં ખાતું છે એમનું પૂરેપૂરું નામ.

જમણી બાજુ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોટાડવાનો રહેશે.

2 – પિતાનું પુરુ નામ

3a – જાતિ પસંદ કરવાની રહેશે સ્ત્રી પુરુષ કે અન્ય

3b – મેરિટલ સ્ટેટસ – લગ્ન થયા હોય તો marriad પર ટીક કરવાનું ન થયા હોય તો single કરવાનું.

3c – જન્મ તારીખ

4a – નેશનાલીટી ઇન્ડિયન ટીક કરવાનું રહેશે.

4b – સ્ટેટસ resident individual પર ટીક કરવાનો રહેશે.

5a – પાનકાર્ડ નો નંબર લખવાનો રહેશે.

5b – આધાર કાર્ડ નો નંબર લખવાનો રહેશે.

6 – ઓળખના ગ્રુપ માટે ડોક્યુમેન્ટ આપવાનો રહેશે પાનકડા આપતા હોય તો પાનકાર્ડ ઉપર ટીક કરવાનો રહેશે અથવા બીજું કોઈ ડોક્યુમેન્ટ આપતા હોય તો બાજુમાં તમારે ડોક્યુમેન્ટ નું નામ લખવાનું રહેશે.

આ પણ વાંચો 

 

B સરનામા માટે ની માહિતી

1 – પૂરેપૂરું એડ્રેસ લખવાનું રહેશે.

2 – એડ્રેસ માટે ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જે પણ ડોક્યુમેન્ટ આપો તે તમારે લખવાનું રહેશે.

3 – કોન્ટેક્ટ ડીટેલ લખવાની રહેશે જેમકે ફોન નંબર છે ઇ-મેલ આઇડી છે વગેરે.

4 – જો જો કોઈ બીજું તમારું એડ્રેસ હોય પરમીનેટ એડ્રેસ એ તમે લખી શકો છો અથવા તો ઉપર મુજબ ત્યાં લખ્યું અથવા તમે જગ્યા ખાલી રાખી શકો છો.

C વધારાની માહિતી

1 – વાર્ષિક આવક ટીક કરવાની રહેશે જે પણ તમારી વાર્ષિકો આવક હોય એ તમારે ટીક કરી દેવી.

2 – તમારો વ્યવસાય ટિક કરવાનો રહેશે.

3 and 4 પર કાઈ ટીક કરવાનું નથી.

D declaration

અહીંયા તારીખ અને તમારી સહી કરવાની રહેશે.

ત્યારબાદ નીચેના સેક્શનમાં કઈ ભરવાનું નથી ઓફિસના ઉપયોગ માટે છે ત્યાં કંઈ પણ માહિતી લખવી નહીં.