👉📝આ લેખમાં આપણે જાણીશું કે બેંક ઓફ ઈન્ડિયા માં ખાતું કઈ રીતે ખોલી શકાય. ખાતુ ખોલવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે. બેંક ઓફ ઇન્ડિયા માં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કેવી રીતે અરજી કરી શકાય.ખાતું ખૂલ્યા પછી કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. BOI હવે ઘરેથી જ video KYC આધારિત સંપુર્ણ ઓનલાઈન પ્રોસેસ પૂરી પાડે છે. આ બધી જ માહિતી આજે આપણે આ લેખમાં જોઈશું.

Table of Contents
🏠Bank of India માં ખાતું ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ઓળખ પુરાવા માટે : આધારકાર્ડ,પાનકાર્ડ,રેશનકાર્ડ
- રહેઠાણ ના પુરાવા માટે : વીજળી બિલ,પાણીબિલ, ગેસ બિલ વગેરે
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- તમારી સાઈન
- જોઇન્ટ ખાતું હોય તો દરેક પક્ષ નું KYC
⏭️Bank of India માં ખાતું ખોલવાની પ્રોસેસ

✅bank of india માં ખાતું ખોલવા માટે ની 2 પ્રક્રિયા છે.
- ઓનલાઈન પ્રક્રિયા
- ઓફલાઈન પ્રક્રિયા
❇️1.ઓનલાઈન પ્રક્રિયા❇️
👉BOI અગાઉથી Onboard વીડિયો KYC આધારિત ઓનલાઈન ખાતાની માહિતી પૂરી પાડે છે.
- BOI વેબસાઈટ bankofindia.com પર જાઓ.
- “Apply Now” પર ક્લિક કરો.
- “Savings account” -” Zero Balance” અથવા “Ordinary SB ” પસંદ કરો.
- તમારા આધારકાર્ડ જોડે લિંક મોબાઇલ નંબર જરૂરી છે.તેના પર OTP આવશે. તે દાખલ કરો.
- આપેલું ફોર્મ ભરો. તેમાં તમારું નામ,સરનામું, જન્મતારીખ, પાનકાર્ડ નંબર, આધાર નંબર ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો.
- આધારકાર્ડ આધારિત e-KYC કરો.
- વીડિયો KYC દ્વારા શોર્ટ વિડિઓ કોલ મારફતે દસ્તાવેજો ની રિયલ ટાઈમ ચકાસણી કરશે.
- ફોર્મ સબમિટ કરો.
- બેંક દ્વારા વેરિફિકેશન થયા બાદ ખાતું ખુલી જશે.
- ખાતું એક્ટિવ થયા બાદ જ SMS કે EMAIL થી માહિતી; ATM કાર્ડ, ચેક બુક મંગાવી લેવી.
✅ઓનલાઈન ખાતું ખોલવા થી લાભ
- ઘરે બેઠા ખાતું ખોલી શકાય
- દસ્તાવેજ દેખાવવા ની જરૂર નથી
- ઓછો સમય લાગે છે.
❇️2. ઑફલાઇન પ્રક્રિયા❇️
- તમારા નજીક ની બેંક ની શાખા એ જાઓ.
- બેંક ની શાખા એ જઈ Savings Account Opening form માંગો અને યોગ્ય રીતે ભરો.
- ફોર્મ માં નામ, સરનામું,જન્મતારીખ ,નોમિની વગેરે વ્યવસ્થિત ભરો .
- ફોર્મ ની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડવા.
- ન્યુનત્તમ બેલેન્સ જમા કરો (₹100-₹500) ખાતા ના પ્રકાર મુજબ અલગ હોય શકે છે.
- જરૂરી ડોક્યુમેન્ટ અને JMA ડિપોઝિટ સાથે ફોર્મ સબમિટ કરો.
- બેંક દ્વારા ફોર્મ ની ચકાસણી થશે.મંજૂરી મળ્યા બાદ તમારું ખાતું ખુલી જશે.
- ત્યાર બાદ તમને Account number, cheque book, passbook, Debit card વગેરે ખાતાં ની વિગતો આપવામાં આવશે.
✅ખાતું ખૂલ્યા પછી

- Net & Mobile Banking નું સેટઅપ કરો.
- ATM કાર્ડ કે ચેકબુક માટે અરજી કરો
- નોમિની ની જાણ કરો
- ઓછામાં ઓછું બેલેન્સ જાળવી રાખો