જો કોઈ ગુજરાતની વિદ્યાર્થીનીઓ 10 પાસ કરીને 11-12 સાયન્સ પ્રવાસમાં એડમિશન મેળવતી હોય તો એડમિશન મેળવતી વખતે વિદ્યાર્થીનીઓને નીચે મુજબની ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સ્કોલરશીપ મળવાપાત્ર છે. ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ યોજના 2024. Student scholarship Yojana Gujarat.
૧) નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના સ્કોલરશીપ નો લાભ લેવા માટે લાયકાત :
• ધોરણ 10 ની પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.
• ગુજરાત બોર્ડ કે CBSE બોર્ડમાં ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
• વિદ્યાર્થીનીઓની કુટુંબની માતા-પિતા બંને મળીને વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
• ધોરણ 11-12 માં અભ્યાસ દરમિયાન દર મહિને ૮૦% હાજરી હોવી જોઈએ.
ઉપરની લાયકાત ધરાવતા હોય તો મળવા પાત્ર સ્કોલરશીપ :
• ધોરણ 11 અને 12 એમ બે વર્ષ મળી કુલ રૂપિયા 25,000 મળવા પાત્ર છે.
ખાસ નોંધ : ધોરણ 11-12 સાયન્સ માટે માસિક રૂપિયા 1000 લેખે બે વર્ષમાં 20 મહિના મુજબ રૂપિયા 20,000 તથા ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરીએ રૂપિયા 5,000 મળવા પાત્ર છે.
2) નમો લક્ષ્મી યોજના
વિદ્યાર્થીનીઓએ નમો લક્ષ્મી યોજના સ્કોલરશીપ નો લાભ લેવા માટે લાયકાત :
• વિદ્યાર્થીનીઓએ ગુજરાત બોર્ડ કે CBSE બોર્ડમાં માન્યતા પ્રાપ્ત માધ્યમિક શાળામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ.
• વિદ્યાર્થીનીઓની કુટુંબની માતા-પિતા બંને મળીને વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
• ધોરણ 11-12 માં અભ્યાસ દરમિયાન દર મહિને ૮૦% હાજરી હોવી જોઈએ.
ઉપરની લાયકાત ધરાવતા હોય તો મળવા પાત્ર સ્કોલરશીપ :
• ધોરણ 11 અને 12 એમ બે વર્ષ મળી કુલ રૂપિયા 30,000 મળવા પાત્ર છે.
ખાસ નોંધ : માસિક રૂપિયા 750 લેખે બે વર્ષમાં 20 મહિના મુજબ કુલ રૂપિયા 15,000 તથા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કરીએ રૂપિયા 15,000 મળવા પાત્ર છે.
3) ટ્યુશન સહાય યોજના
ટ્યુશન સહાય યોજના સ્કોલરશીપ નો લાભ લેવા માટે લાયકાત :
• ધોરણ 10 માં 70% ગુણ મેળવેલ હોવા જોઈએ.
• ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા હોવા જોઈએ.
ઉપરની લાયકાત ધરાવતા હોય તો મળવાપાત્ર સ્કોલરશીપ :
• ધોરણ 11 અને 12 એમ બે વર્ષ મળી કુલ ૩૦,૦૦૦ મળવા પાત્ર છે.
4) JEE/NEET – GUJ-CET પરીક્ષા માટે કોચિંગ સહાય યોજના
મળવાપાત્ર સ્કોલરશીપ : ધોરણ 12 સાયન્સમાં કોચિંગ માટે કુલ 20,000 મળવા પાત્ર છે.
બહેનોને ઉપરની ચાર યોજનાઓથી ગુજરાત સરકાર દ્વારા કુલ રૂપિયા 1,05,000 મળવા પાત્ર છે.
નોંધ : વિવિધ યોજનાઓ દ્વારા મળવાપાત્ર સ્કોલરશીપ ગુજરાત સરકારના ધારાધોરણો અનુસાર તથા ગ્રાન્ટના આધારે મળવા પાત્ર છે સ્કૂલ દ્વારા સ્કોલરશીપ મેળવવા માટે પૂર્ણ રીતે મદદ કરવામાં આવશે પરંતુ સંજોગોવસાત કોઈ કારણસર સ્કોલરશીપ મંજૂર ન થાય તો સ્કૂલ જવાબદાર રહેશે નહીં