👉📝આ લેખમાં આપણે જાણીશું કે પોસ્ટ ઓફિસમાં બચત માટે ની યોજના કઈ છે. તેમાં ક્યાં ક્યાં લાભો મેળવી શકાય છે..કેટલું રોકાણ કરવું જોઈએ..તેનો વ્યાજદર કેટલો છે ..કઈ રીતે પોસ્ટ ઓફિસ માં TD ખાતું ખોલાવી શકાય છે.. આજ ના સમય માં સુરક્ષિત અને વિશ્વસનિય રોકાણ માટે ઘણા લોકો પોસ્ટ ઓફિસ ની યોજના માં રોકાણ કરે છે.ખાસ કરીને લાંબા ગાળા ના રોકાણ,પોસ્ટ ઓફિસ એ વિવિધ પ્રકારની સ્કીમ રજૂ કરે છે. તેમાં સૌથી વધુ લોકપ્રિય અને લાભદાયક યોજના છે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD)- 5 વર્ષ માટે ની યોજના …તેના ફાયદા શું છે..તેમાં રોકાણ કેવી રીતે કરવું જોઈએ..આ બધી જ માહિતી આજે આપણે આ લેખમાં જોઈશું..
Table of Contents
🏠પોસ્ટ ઓફિસ 5 વર્ષ ટાઈમ ડિપોઝિટ યોજના શુ છે ?

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ યોજના એ એક ફિક્સ ડિપોઝિટ જેવી જ યોજના છે. જ્યાં તમે કોઈ નિશ્ચિંત સમયગાળા માટે રોકાણ કરી શકો છો. અને તમને નક્કી વ્યાજ મળે છે..આ યોજના 1,2,3અને,5 વર્ષ માટે ઉપલબ્ધ છે. અહીં આપણે ખાસ કરીને 5 વર્ષ માટે ની TD યોજના વિશે જાણીએ
🏠પોસ્ટ ઓફિસ 5 વર્ષ ટાઈમ ડિપોઝિટ યોજના વિશે
અવધિ : 5 વર્ષ ની હોય છે
ઓછામાં ઓછું રોકાણ : ,
વધુ માં વધુ રોકાણ : IT Act 80c ટેક્સ માં છૂટ મળે છે
વ્યાજદર 2024પ-25 : લગભગ 7.5% પ્રતિ વર્ષ. (ચલણ પ્રમાણે બદલાય છે)
વ્યાજ ચુકવણી : દર ત્રિમાસિક, પરંતુ પુનઃ રોકાણ સાથે
🏠⏭️પોસ્ટ ઓફિસ પાંચ વર્ષ ટાઈમ ડિપોઝિટ યોજનામાં ખાતું ખોલવા જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટા
- આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર
પોસ્ટ ઓફિસ ની 5 વર્ષ માટેન ટાઇમ ડિપોઝિટ યોજનામાં ખાતું ખોલવા માટેની પ્રોસેસ
- તમારી નજીકની પોસ્ટ ઓફિસ ની મુલાકાત લો
- TD ખાતું ખોલવા માટેનું ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડો
- ઓછામાં ઓછું 1000 થી ખાતું શરૂ કરો
- તમારું ટીડીસર્ટિફિકેટ અથવા પાસબુક તમને મળી જશે
⏭️કયા કયા લાભો આપે છે ?
- સરકાર દ્વારા સો ટકા સુરક્ષા અને વિશ્વસનીયતાની ગેરંટ
- ટેક્સમાંથી બચત: 80c હેઠળ વર્ષમાં 1.5 લાખ સુધીના રોકાણ પર
- નિયમિત વ્યાજ: દર ત્રણ મહિને વ્યાજ જે પુનઃ રોકાણ સાથે મળે છે
- ના નાગરિકો માટે વધારાનું વ્યાજ જો લાગુ પડે તો જ આપે છે
🏠❇️પોસ્ટ ઓફિસ પાંચ વર્ષ ટાઈમ ડિપોઝિટ યોજનામાં ખાતું ખોલવા માટેની મુખ્ય શરતો
- છ મહિના પહેલા રોકાણ નીકાળવાની પરવાનગી નથી
- એક વર્ષ પહેલાં નીકાળવાથી કોઈ વ્યાજ મળતું નથી
- પાંચ વર્ષ પહેલા નીકાળવાથી કેટલાક દંડ લગાડી શકાય છે