📝👉આ લેખ માં આપણે જાણીશું કે નવું લાઇટ કનેક્શન લેવા માટે શું પ્રોસેસ કરવી જોઈએ..કઈ જગ્યા એ અરજી કરવાની હોય છે ..કેવી રીતે તેની પ્રોસેસ કરવી..નવું ,મીટર મુકાવવા માટે શું કરવું..તે માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે…તેનો ચાર્જ કેટલો હોય છે..કેટલાં સમય માં પ્રોસેસ પૂર્ણ થઈ જાય છે..આ બધી જ માહિતી આજે આપણે આ લેખમાં જોઈએ.નવું કનેક્શન લેવા માં બહુ મુશ્કેલી પડતી નથી..થોડી તૈયારી અને સાચા ડોક્યુમેન્ટ હોય તો તમે સરળતાથી વીજળી કનેક્શન મેળવી શકો છો જો તમારું કામ વધારે સમય લઈ રહ્યું હોય તો તમે મોબાઈલ એપ કે કોલ સેન્ટર કે ઓફિસમાં જઈને પણ તમે ટ્રેક કરી શકો છો
👉🚸જ્યાંરે આપણે નવું મકાન બનાવીએ …નવી દુકાન ખોલીએ …અથવા કોઈ ખેતીવાડી ઉદ્યોગ માટે વીજળી જોઈએ ..ત્યારે નવી લાઈટ કનેક્શન કેવી રીતના લેવું ..કેમ નવું મીટર મુકાવવું.. તેના માટે શું કરવું? તેવા ઘણા પ્રશ્નો હોય છે તો અહીં તમારું સંપૂર્ણ માર્ગદર્શન છે.
Table of Contents
🛑નવું લાઇટ કનેક્શન મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ

🌁આરેસીડેન્સીયલ કનેક્શન માટે :
- આધારકાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ
- રહેઠાણના પુરાવા માટે રેશનકાર્ડ મકાનની સાઈટ પથારી પોઝિશન લેટર
- માલિકી દાખલો કે ભાડા કરાર
- પાસપોર્ટ સાઇઝ ફોટા
- જમીન દસ્તાવેજ
🌁કમર્શિયલ/કૃષિ માટે વધારે ડોક્યુમેન્ટ જોઈએ શકે છે.
❇️ગુજરાતમાં વિસ્તારો મુજબ અલગ અલગ વીજ કંપનીઓ
🛑કંપની નું નામ. વિસ્તાર
PGVCL. સૌરાષ્ટ્ર -કચ્છ વિસ્તાર
UGVCL. ઉત્તર ગુજરાત
MGVCL. મઘ્ય ગુજરાત
DGVCL. દક્ષિણ ગુજરાત
Torrent Power. અમદાવાદ, ગાંધીનગર,સુરત
⚠️તમારા વિસ્તાર ની કંપની ની વેબસાઈટ પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકાય છે.
❇️નવું લાઇટ કનેક્શન લેવા માટે અરજી કરવાની પ્રોસેસ
નવું લાઇટ કનેક્શન લેવા માટે તમે 2 રીતે અરજી કરી શકો છો
1. ઓફલાઈન પ્રોસેસ
2ઓનલાઈન પ્રોસેસ
1. ઓફલાઈન પ્રોસેસ

- તમારી નજીક ના વીજ વિભાગ ના સબસ્ટેશન/ડિવિઝન ઓફિસ પર જાઓ.
- નવું કનેક્શન લેવા માટેનું ફોર્મ માંગો
- આપેલી ફોર્મ વ્યવસ્થિત સાચી માહિતી સાથે ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ જોડો
- અરજી કર્યા બાદ ચાર્જીસ નો ચલણ મળે છે
2.ઓનલાઇન અરજી

- સંબંધિત કંપનીની વેબસાઈટ પર જાવ
- “New Connection”અથવા “Apply for new meter”વિકલ્પ પસંદ કરો.
- ઓનલાઈન ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો
- ઓનલાઇન ફી ભરો
- અરજી નંબર મેળવો
👉PGVCL લિંક:https://www.pgvcl.com/
👉MGVCL લિંક : https://www.mgvcl.com/
👉UGVCL લિંક : https://www.ugvcl.com/
👉DGVCL લિંક : https://dgvcl.com/
👉Torrent :
⚠️⚠️નોંધ : અરજી કર્યા પછી વિભાગના ઈજનેર અથવા લાઈનમેન આવીને સાઇટની ચકાસણી કરે છે.
⚠️તેઓ ચેક કરે છે કે નવા કનેક્શન માટે યોગ્ય સુવિધા છે કે નહીં .
🛑મીટર ઇન્સ્ટોલેશન
👉તમામ પ્રકાર ની ચેક ચૂકવણી કર્યા બાદ વીજ કંપનીઓ તમારું મીટર 7 થી 15 દિવસ માં લગાવે છે.
👉મીટર નંબર આપો એટલે બિલ આવતા મહિના થી શરૂ થાય છે.
🤳મદદ માટે હેલ્પ લાઇન નંબર
⚠️👉કંપની નામ અને મોબાઈલ નંબર
PGVCL -1800-233-155333
MGVCL – 1800-233-1585
UGVCL – 1800- 233 – 155333
Torrent – 1800- 233- 3435
💰પેમેન્ટકે ફી
👉🪙સામાન્ય રીતે રૂપિયા 500- 1500 સુધી ની હોય છે. ઉપયોગ મુજબ અલગ અલગ હોય છે.