You are currently viewing દસ્તાવેજ ની નકલ મેળવો ઓનલાઇન || દસ્તાવેજ ની પ્રમાણિત નકલ મેળવવાની પ્રોસેસ || dastavej ni nakal download online
કોઈપણ દસ્તાવેજની ઘરે બેઠા ઓનલાઈન નકલ મેળો

દસ્તાવેજ ની નકલ મેળવો ઓનલાઇન || દસ્તાવેજ ની પ્રમાણિત નકલ મેળવવાની પ્રોસેસ || dastavej ni nakal download online

ઘરે બેઠા ઓનલાઈન દસ્તાવેજની નકલ મેળવવા માટે સંપૂર્ણ પ્રોસેસ digital signed dastavej nakal

હવે તમે તમારા કોઈપણ દસ્તાવેજની પ્રમાણિત થયેલી નકલ ઘરે બેઠા ઓનલાઈન તમારા ફોન દ્વારા ડાઉનલોડ કરી શકો છો. જેની માટે તમારે કોઈપણ ઓફિસની મુલાકાત લેવાની જરૂરત નથી. એક મોબાઈલ ફોન દ્વારા થોડી માહિતી આપીને માત્ર પાંચ મિનિટમાં તમે તમારા દસ્તાવેજની પ્રમાણિત કરેલી નકલ મેળવી શકો છો. ઓનલાઇન દસ્તાવેજ મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ નીચે પ્રમાણે છે જે વાંચીને તમે મોબાઈલ ફોન દ્વારા સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન દસ્તાવેજ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો. જે પણ દસ્તાવેજ ની નકલ મળશે તે તમને પીડીએફ સ્વરૂપે મળશે એ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. તો હવે જોઈએ ઘરે બેઠા ઓનલાઈન દસ્તાવેજ ની નકલ કેવી રીતે મેળવવી.

1000002234
  1. ઘરે બેઠા ઓનલાઈન દસ્તાવેજ મેળવવા માટે પ્રથમ તમારે સરકારી વેબસાઈટ પર આવવાનું રહેશે જે વેબસાઈટ ની લીંક અહીં આપેલી છે તેની ઉપર ટચ કરીને એ વેબસાઈટ ઉપર તમે પહોંચી શકો છો અથવા તો તમારે કોઈપણ બ્રાઉઝરમાં સર્ચ કરીને પણ એ વેબસાઈટ ઉપર પહોંચી શકો છો વેબસાઈટની લીંક અહીં આપેલી છે : અહીંયા ટચ કરો.
  2. વેબસાઈટ પર આવી જશો એટલે “ONLINE APPLICATIONS” ઓપ્શન જોવા મળશે એની ઉપર ટચ કરવાનો રહેશે.
  3. ત્યારબાદ ન્યુ એપ્લિકેશન પર ટચ કરવાનું રહેશે. અને અરજીનો હેતુ લખેલું છે ત્યાંથી “સબ રજીસ્ટર કચેરી સંબંધિત અરજી” એવું પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ બાજુમાં અરજીનો પ્રકાર લખેલું છે તે ઓપ્શનમાં “ડિજિટલ સાઈન દસ્તાવેજ ના પ્રમાણિત નકલ મેળવવા માટેની અરજી” પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ ઇમેલ આઇડી લખવાનો રહેશે. ત્યારબાદ અરજદાર નો મોબાઇલ નંબર છે ત્યાં તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને નીચે કેપચા છે જેવી રીતે નંબર આપેલા છે એવી જ રીતે નીચે નંબર દાખલ કરવાના રહેશે અને ત્યારબાદ GENERATE OTP પર ક્લિક કરવાનું રહેશે.
  4. ત્યારબાદ જે પેજ ખુલશે ત્યાં તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા દાખલ કરવાનો રહેશે.
  5. ત્યારબાદના પેજ પર તમારે તમારો જિલ્લો, તાલુકો પસંદ કરીને ફરીવાર મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરવાનો રહેશે.
  6. ત્યારબાદના પેજ પર અરજદારનું નામ સરનામું દસ્તાવેજ નો નંબર દસ્તાવેજ નોંધાયેલ વર્ષ લખી ADD BUTTON પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરતા એપ્લિકેશન નંબર જનરેટ થશે. આ એપ્લિકેશન નંબર વ્યવસ્થિત જગ્યાએ લખી લેવાનો રહેશે.
  7. આટલી પ્રોસેસ પૂર્ણ કરશો એટલે અરજદારને દસ્તાવેજ મેળવવા માટે અને પ્રમાણિત નકલ મેળવવા માટે સ્ટેમ્પ ડ્યુટી ફી 300 રૂપિયા ઓટોમેટીક જનરેટ થઈ જશે.
  8. અરજદાર પેમેન્ટ સક્સેસ થયા પછી ટ્રાન્જેક્શન ટેબલ ક્લિક કરી અને પ્રિન્ટ all બટન પર ક્લિક કરી ચલણ નકલ મેળવી શકશે.

ખાસ નોંધ : દસ્તાવેજની પ્રમાણિત નકલ પીડીએફ ફોર્મેટમાં સબ રજીસ્ટરની એ સિગ્નેચર સાથે હોવાથી તેને Adobe acrobat reader મા જ ઓપન થઈ શકશે જેથી એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી.

તો આ પ્રોસેસની મદદથી તમે ઘરે બેઠા તમારા દસ્તાવેજની એ સાઇન કરેલી નકલ મેળવી શકો છો.

વધારે વિસ્તારથી સ્ક્રીનશોટ સાથે માહિતી મેળવવા માંગતા હોય તો અહીંયા ક્લિક કરો અહીંયા તમને સ્ક્રીનશોટ સાથે સંપૂર્ણ માહિતી મળશે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે દસ્તાવેજ મેળવવો : અહીંયા ક્લિક કરો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.