You are currently viewing જાતિ નો દાખલો ( પ્રમાણ પત્ર) 2026 માં કેવી રીતે કઢાવવો ? || Caste certificate 2026 || સંપૂર્ણ માર્ગદર્શન

જાતિ નો દાખલો ( પ્રમાણ પત્ર) 2026 માં કેવી રીતે કઢાવવો ? || Caste certificate 2026 || સંપૂર્ણ માર્ગદર્શન

👉📝આજે આપણે આ લેખમાં જાતિનો દાખલો એટલે કે (cast certificate)કેવી રીતે કઢાવું.. તેમાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.. જાતિના દાખલા નો ક્યાં ઉપયોગ કરવામાં આવે છે .જાતિનો દાખલો ઓફલાઈન અને ઓનલાઇન કેવી રીતે કઢાવવો ..તેના માટે કેટલી ફી હોય છે ..તેના માટે મહત્વની ધ્યાનમાં રાખવાની બાબતો શું હોય.. જાતિ નો દાખલો ((caste certificate)કઢાવવાની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ બની ગઈ છે .તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો, અથવા તમારી નજીકના જનસેવા કેન્દ્રમાં જઈને અરજી કરી શકો છો. જો તમે યોગ્ય દસ્તાવેજ આપો તો સામાન્ય રીતે થોડા જ દિવસમાં પ્રમાણપત્ર મળી જાય છે.વિદ્યાર્થીઓએ કોલેજ એડમિશન પહેલા જાતિનો દાખલો તૈયાર રાખવો ખૂબ જ જરૂરી છે ,જેથી સ્કોલરશીપ અને અનામતનો લાભ મળી શકે છે .

જાતિ નો દાખલો (Caste certificate)આપણા દેશમાં ઘણા બધા સરકારી કામો માટે ખૂબ મહત્વનો દસ્તાવેજ છે .ખાસ કરીને વિદ્યાર્થીઓ ,સરકારી નોકરી માટે અરજી કરનાર અને સરકારી યોજનાઓના લાભ લેવા માંગતા લોકો માટે આ પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી બની રહે છે. તો આજે આપણે 2026 માં જાતિ નો દાખલો (caste certificate) હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સરળતાથી કેવી રીતે કાઢી શકાય છે ? તેની માહિતી આજે આપણે આ બ્લૉગ માં જોઈએ.

1000177295

👉જાતિ નો દાખલો એ સરકાર દ્વારા આપવામાં આવતું સત્તાવાર પ્રમાણપત્ર છે, જે વ્યક્તિ કઈ જાતિમાં આવે છે તે દર્શાવે છે.

👇આ પ્રમાણપત્ર ખાસ કરીને નીચેની જાતિઓ માટે જરૂરી બને છે .

  • SC ( Scheduled Caste )
  • ST ( Scheduled Tribe )
  • SEBC/OBC ( Socially and Educationally Backward class)
1000177296

✅શાળા અને કોલેજોમાં પ્રવેશ માટે

✅સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ મેળવવા માટે

✅વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે

✅સરકારી નોકરીઓમાં અનામત માટે

✅સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાભ લેવા માટે

1000177297
  1. આધારકાર્ડ
  2. રેશન કાર્ડ
  3. જન્મનો દાખલો અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  4. માતા અથવા પિતાનો જાતિનો દાખલો (જો હોય તો)
  5. રહેઠાણ ના પુરાવા માટે વીજળી બિલ , રેશનકાર્ડ, પાણી બિલ વગેરે માંથી એક
  6. પાસપોર્ટ સાઇઝ ફોટા

👉ક્યારેક તાલુકા કચેરીએ વધારાના ડોક્યુમેન્ટ પણ માંગી શકે છે…

👇હવે જાતિનો દાખલો બે રીતે કઢાવી શકાય છે,

  1. ઓનલાઇન અરજી કરીને
  2. ઓફલાઈન રીતે
1000177298
  1. સૌપ્રથમ રાજ્યની સરકારી વેબસાઈટ ખોલો.
  2. Caste certificate અથવા જાતિ નો દાખલો, વિકલ્પ પસંદ કરો
  3. હવે નવા યુઝર તરીકે તમારું રજીસ્ટ્રેશન કરો.
  4. તમારી જરૂરી માહિતી ભરો.
  5. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  6. સંપૂર્ણ ફોર્મ તપાસી અરજીને સબમિટ કરો.

👉હવે અરજી સબમિટ થઈ ગયા પછી તમને Application Number મળશે… આ નંબરથી તમે અરજીની સ્થિતિ ચેક કરી શકો છો.

1000177299
  1. તમારા નજીકની તાલુકા કચેરી અથવા જનસેવા કેન્દ્ર પર જાવ.
  2. યોગ્ય અધિકારી પાસેથી જાતિના દાખલા માટેનું ફોર્મ લ્યો.
  3. તે ફોર્મ માં જરૂરી માહિતી સાચી રીતે વ્યવસ્થિત ભરો.
  4. ફોર્મ ભરાઈ ગયા પછી તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડો.
  5. ફોર્મ સબમીટ કરો.

👉થોડા દિવસ પછી તમારું પ્રમાણપત્ર તૈયાર થઈ જાય છે.

1000177300

✅સામાન્ય રીતે 7 થી 15 દિવસમાં જાતિનો દાખલો તૈયાર થઈ જાય છે. જો તમારા ડોક્યુમેન્ટમાં કોઈ સમસ્યા હોય તો થોડો વધુ સમય પણ લાગી શકે છે.

💰📌જાતિ નો દાખલો કઢાવવા માટેની ફી :

ઓનલાઇન અરજી માં ફી : ₹20-₹50

ઓફલાઇન અરજી માં ફી:₹50-₹100

1000177301
  • તમારા દરેક દસ્તાવેજ સાચા હોવા જોઈએ
  • અરજી ફોર્મમાં દરેક માહિતી સાચી ભરવી.
  • તમારો મોબાઈલ નંબર સાચો આપો
  • Application Number સાચવીને રાખવો જરૂરી છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.