👉📝આ લેખમાં આપણે જાણીશું કે જમીન માપણી કરવાની હોય તો કેવી રીતે કરવી..જમીન માપણી કરવા માટે ક્યાં અરજી કરવાની હોય છે..તેના માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ ની જરૂરીયાત હોય છે.જમીન માપણી કરવા માટે શું પ્રોસેસ કરવી પડે છે..જમીન માપણી શા માટે કરવામાં આવે છે જમીન માપણી એ જમીન ના ચોક્કસ પરિણામો અને સરહદો નક્કી કરવા માટે ની મહત્વપૂર્ણ કાનૂની પ્રક્રિયા છે. ગુજરાત રાજ્ય માં આ પ્રક્રિયા ઓનલાઇન અને ઑફલાઇન બંને રીતે કરી શકાય છે.આ લેખમાં જમીન માપણી ની સંપુર્ણ જાણકારી આપવામાં આવી છે..
Table of Contents
⏭️📂જમીન માપણી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

- અરજીકર્તા નું આધારકાર્ડ, પાનકાર્ડ
- જમીન ના માલિક ના દસ્તાવેજો ( 7/12 ઉતારા ,8 અ ફોર્મ)
- અરજી ફોર્મ ( IORA પોર્ટલ થી ડાઉનલોડ કરી શકાય છે)
- અરજી ફી ભર્યા ની રસીદ
⏭️📝જમીન માપણી કરવાની પ્રોસેસ
⏭️❇️અરજી કરવાની રીત
⚠️👉ગુજરાતમાં જમીન માપણી કરવા માટે બે રીતે અરજી કરી શકાય છે .
- ઓનલાઈન અરજી
- ઓર્ફલાઈન અરજી
✅1.ઓનલાઈન અરજી (iORA પોર્ટલ પર)

👉પોર્ટલ : Click Here
- iORA પોર્ટલ પર” ONLINE APPLICATIONS ” વિભાગમાં જાઓ.
- અરજી નો હેતુ “જમીન માપણી સબંધિત અરજી કરો.
- અરજી નો પ્રકાર ( જેમ કે સર્વે નંબર ની હદ, હિસ્સો , વગેરે ) પસંદ કરો.
- સાચી માહિતી સાથે ફોર્મ ભરવાનું.
- જરૂરી ડોક્યુમેન્ટ જોડો.
- ફોર્મ સબમિટ કરો.
✅2 . ઑફલાઇન અરજી

- તમારી નજીક ની મામલતદાર કચેરી અથવા તો ગ્રામ પંચાયત કચેરી એ જાઓ.
- ત્યાં થી જમીન માપણીની નું અરજી ફોર્મ મેળવો
- આ ફોર્મ સાચી માહિતી સાથે ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ જોડે
- અરજી ફોર્મ સબમિટ કરો
- અધિકારીઓ તમારી અરજી ની ચકાસણી કરશે અને જરૂરી પગલા લેશે.
⏭️જમીન માપણી ની પ્રક્રિયા
- અરજી ની ચકાસણી : અરજી અને ડોક્યુમેન્ટ ની પ્રાથમિક ચકાસણી કરવામાં આવે છે.
- નોટિફિકેશન : સબંધિત પક્ષો ને જમીન માપણી ની તારીખ અંગે જાણકારી આપવામાં આવે છે.
- ફિલ્ડ વર્ક : સર્વેયર જમીન ની માપણી કરે છે .. જેમાં DGPS અથવા ETS મશીન નો ઉપયોગ કરવામાં આવે છે.
- અહેવાલ સબમિશન : જમીન ની માપણી થયા પછી સર્વેયર દ્વારા અહેવાલ તૈયાર કરી ને મહેસૂલ અધિકારી ને સબમિટ કરવામાં આવે છે.
💰❇️જમીન માપણી માટે નો ખર્ચ
👉1 હેક્ટર સુધીના સર્વે નંબર માટે આશરે ખર્ચ : ₹600 જેટલો થાય છે.
👉અત્યાર ના સર્વે નંબર પછી ના દરેક 1 હેક્ટર માટે: ₹ 300 છે.
⚠️ખાસ નોંધ :⚠️
👉માપણી દરમિયાન જમીનના તમામ હિસ્સેદાર ની હાજરી જરૂરી છે.
👉માપણી પછી , જમીન ના રેકોર્ડ્સ માં ફેરફાર કરાવવો જરૂરી છે.