👉📝આ લેખમાં આપણે જોઈશું કે તમારે કોઈ જમીન,મકાન કે કોઈ પ્લૉટ નો દસ્તાવેજ કરવો હોય તો તે કેવી રીતે કરવો.. દસ્તાવેજ કરવા માટેની પ્રોસેસ.. દસ્તાવેજ કરવા માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે. જમીન,મકાન કે પ્લોટ નો દસ્તાવેજ કરવો એ ખૂબ જ મહત્વ ની કાનૂની પ્રક્રિયા છે.જે મિલકત ના માલિકી ના હસ્તાંતરણ અને કાનૂની માન્યતા માટે જરૂરી છે.નીચે દસ્તાવેજ કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા આપવામાં આવી છે.

Table of Contents
⏭️📂દસ્તાવેજ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- નમૂના 7/12 અને 8 અ ની નકલ
- હક્ક પત્રક
- એન્કબ્રાન્સ સર્ટિફિકેટ ( Encumbrance certificate)
- વેચાણ નો દસ્તાવેજ અને અગાઉના માલિક નો દસ્તાવેજ
- જંત્રી દર મુજબ નું મૂલ્યાંકન
- સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ભર્યા ની રસીદ
- ઓળખ ના પુરાવા તરીકે આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો
- બિનખેતી પરવાનગી જરૂર હોય તો જ
- મિલકત હાઉસિંગ સોસાયટીમાં હોય તો સોસાયટી ના દસ્તાવેજો, શેર સર્ટિફિકેટ,નો ડ્યુટી સર્ટિફિકેટ, ટ્રાન્સફર ફી રસીદ
⏭️✅દસ્તાવેજ કરવા ની પ્રક્રિયા
👉1.માલિકીની ચકાસણી : મિલકતના માલિકી હક અને ટાઈટલ ક્લિયર છે કે નઈ તે ચકાસો.આ માટે નમૂના 7/12, 8અ અને હક્ક પત્રક જેવી નકલ મેળવવી જરૂરી છે..
👉2. જંત્રી દર ની ચકાસણી: સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા જંત્રી દર મુજબ જમીન ની કિંમત નક્કી કરો. કારણ કે દસ્તાવેજ ની નોંધણી આ દર થી ઓછી કિંમતે થઈ શકે નહીં.
👉3.સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી : મિલકત ની કિંમત અનુસાર સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ભરો.આ રકમ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.મિલકત ના સ્થાન અને પ્રકાર પર આધારિત છે.
👉4. વેચાણ દસ્તાવેજ તૈયાર કરવો : વકીલ જોડે થી વેચાણ દસ્તાવેજ તૈયાર કરાવવો.આ દસ્તાવેજ માં મિલકત ની તમામ વિગતો ,વેચનાર અને ખરીદનાર ની માહિતી અને વેચાણ ની શરતો નો સમાવેશ થાય છે.
👉5. સબ – રજીસ્ટર કચેરી માં નોંધણી : તૈયાર કરેલ વેચાણ દસ્તાવેજ ને સબ રજીસ્ટાર કચેરી માં રજૂ કરીને નોંધણી કરાવો .આ પ્રક્રિયા દરમિયાન બંને પક્ષો ની હાજરી જરૂરી છે.અને ઓળખ ના પુરાવા માટે આધારકાર્ડ ,પાનકાર્ડ રજૂ કરવા પડે છે ,.
👉6. ફેરફાર નોંધ : દસ્તાવેજ નોંધણી પછી , તાલુકા કચેરીમાં જઈને મિલકત ના રેકોર્ડ માં ફેરફાર નોંધ કરાવવી જરૂરી છે,જેથી નવી માલિકી નોંધ થાય.
ઉપયોગી વેબસાઈટ
✅1.GARVI પોર્ટલ : અહીંયા ક્લિક કરો.
👉અહીં તમે દસ્તાવેજ ની નકલ મેળવી શકો છો અને દસ્તાવેજ નોંધણી સબંધિત માહિતી મેળવી શકો છો.
✅2.E-dhara પોર્ટલ : અહીંયા ક્લિક કરો
👉અહીંયા જમીન ના રેકોર્ડ્સ અને અન્ય માહિતી મેળવી શકો છો.