આજના લેખમાં આપણે જાણીશું કે તમે ગુજરાતના કોઈપણ ગામનો નકશો અથવા તો કોઈ પણ ગામનો સરકારી નકશો કેવી રીતે જોઈ શકો છો. ગામનો નકશો જોવા માટે તમારે એક વેબસાઈટ ની જરૂર પડશે તે વેબસાઈટ ની મદદ થી તમે ગુજરાતના કોઈપણ ગામનો સરકારી નકશો જોઈ શકો છો. ગામનો નકશો કેવી રીતે જુઓ તેની સંપૂર્ણ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે તો ત્યાંથી તમે જાણકારી મેળવી શકો છો.
ગુજરાતના કોઈપણ ગામનો સરકારી નકશો જોવા માટે વેબસાઈટની લીંક : અહીંયા ક્લિક કરો
ગામ નો નક્શો જોવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી.
- Website ખોલશો એટલે સ્ક્રિન જોવા મળશે.જે પેજ ઉપર નીચે સ્ક્રોલ કરશો એટલે “MOST POPULAR” વિભાગગ માં MAPS જોવા મળશે.તેની પર ટચ કરવાનું.
- હવે જે પેજ ખુલશે તેમાં ગુજરાત ના બધા જ જિલ્લા નું લીસ્ટ જોવા મળશે.તેમાં તમારા જિલ્લા માં આવતા તાલુકાની સામે એક PDF ડાઉનલોડ કરવાની રહેશે.
- PDF ડાઉનલોડ થઈ જાય પછી તેને કોઈપણ પીડીએફ વ્યુવરમાં ખોલવાની રહેશે. પીડીએફ ખોલશો એટલે આ પીડીએફમાં એ તાલુકામાં આવતા જેટલા પણ ગામ હશે તે બધા ગામના નકશા જોવા મળશે.
સ્ક્રીનશોટ સાથે માહિતી મેળવવા માટે
તો આવી રીતે તમે સરળ રીતે તમારા મોબાઇલ ફોનમાં અથવા તો કોમ્પ્યુટરમાં ઘરે બેઠા તમારા ગામનો નકશો જોઈ શકો છો. અહીંયા જે પણ નકશો જોવા મળે છે તે તમારા ગામનો સરકારી નક્શો છે.
જો તમે વિસ્તારથી ગામનો નકશો કેવી રીતે જુઓ જાણવા માંગતા હોય તો નીચે વેબસાઈટના સ્ક્રીનશોટ સાથે માહિતી આપવામાં આવેલી છે જે જોઈને તમે ગામનો નકશો જોઈ શકો છો.
સ્ટેપ 1
કોઈપણ ગામનો સરકારી નકશો જોવા માટે એક વેબસાઈટની જરૂર પડશે જે ઉપર લીંક આપેલી છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે તમે પેજ જોવા મળશે. અથવા તો અહીંયા ક્લિક કરો અને વેબસાઈટ પર નીચે પ્રમાણેનું પેજ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે વેબસાઈટ પર ઘણી બધી માહિતી આપવામાં આવેલી છે અને ઘણા બધા ઓપ્શન પણ આવેલા છે. તો અહીંયા આ પેજ પર તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. નીચે કોલ કરશો એટલે સ્ક્રીનશોટમાં બતાવ્યા પ્રમાણે “MOST POPULAR” વિભાગમાં “Maps” જોવા મળશે તેની પર ટચ કરવાનું રહેશે.


સ્ટેપ 2
તેની ઉપર ટચ કરશો એટલે નીચે પ્રમાણે પેજ જોવા મળશે. અહીંયા તમને ગુજરાતના બધા જિલ્લાનું તાલુકા પ્રમાણે લિસ્ટ જોવા મળશે જે તમે નીચે જોઈ શકો છો. હવે અહીંયા જે પણ ગામનો તમારે સરકારી નકશો જોઈતો હોય તે જિલ્લો પસંદ કરીને તે જિલ્લાના ઓપ્શનમાં જેટલા પણ તાલુકા છે એ તાલુકામાં તમારો તાલુકો ગોતવાનો રહેશે. એ તાલુકાની સામે લાલ કલરમાં પીડીએફ નો સિમ્બોલ અને બાજુમાં ડાઉનલોડ લખેલું જોવા મળશે. જ્યાં ટચ કરીને તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની રહેશે. પીડીએફ ડાઉનલોડ થઈ જાય પછી એને ખોલવાની રહેશે. જેની માટે તમે કોઈપણ પીડીએફ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.

સ્ટેપ 3
પીડીએફ ખુલી જાય એટલે નીચે પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે. આ તમે જે પણ પસંદ કરેલો છે એ તાલુકામાં આવતા બધા જ ગામનો સરકારી નકશો જોવા મળે છે. જેમાં તમે ઝૂમ કરીને તમારું ગામ જોઈ શકો છો અને તમારા ગામનો સરકારી નકશો પણ જોઈ શકો છો.

તો આવી રીતે તમે કોઈપણ ગામનો સરકારી નકશો મોબાઈલ ફોન દ્વારા ઘરે બેઠા જોઈ શકો છો.
આવી જ સરળ ગુજરાતી ભાષામાં માહિતી મેળવવા માટે આપણી વેબસાઈટ ની અવશ્ય મુલાકાત લ્યો. વેબસાઈટની મુલાકાત લેવા માટે અહીંયા ક્લિક કરો. Helpingujrati.com