👉📝આ લેખ માં આપણે જાણીશું કે આધારકાર્ડ માં સરનામુ કેવી રીતે સુધારી શકાય.. આધારકાર્ડ માં સરનામુ સુધારવા ઓનલાઈન અને ઑફલાઇન બંને પ્રોસેસ આજે આપણે આ લેખમાં જોઈશું.. આધારકાર્ડ માં સરનામાં માં એક જ ઓનલાઈન સુધારી શકાય છે..બાકી ની બીજી કોઈ પણ વિગત ..જેમ કે નામ, જન્મ તારીખ, લિંગ, મોબાઇલ નંબર,ફોટો, બાયોમેટ્રિક જેવી બાબતો માટે તેમાં ઓનલાઈન ફેરફાર કરી શકાતો નથી..તેની માટે તમારે આધાર સેવા કેન્દ્ર પર જવું પડે છે..
👇ઓનલાઈન સરનામા માં સુધારો કરવા માટે અહીંયા નીચે વેબસાઈટ ની લિંક આપેલી છે.👇
⏭️આધારકાર્ડ મા સરનામું સુધારવા માટે ની પ્રોસેસ
👇આધારકાર્ડ માં સરનામુ સુધારવા માટે 2 રીતે પ્રોસેસ કરી શકો છો.
1.ઓનલાઇન સરનામું સુધારવું
2. ઓફલાઈન (આધાર કેન્દ્રમાં જઈ ને)
⏭️આધારકાર્ડ માં ઓનલાઇન રીતે સરનામું સુધારવા ની પ્રોસેસ

- વેબસાઈટ : એડ્રેસ બદલવા ક્લિક કરો
- ઉપર આપેલ વેબસાઈટ પર જાવ
- “Login with Adhaar “પર ક્લિક કરો
- તમારો આધાર કાર્ડ નો નંબર નાખો
- તમારા મોબાઇલ પર આવેલો OTP દાખલ કરો
- “Update Adhaar online “-“Update Adress”પસંદ કરો
- તમારા જવા સરનામા ની સાચી વિગતો ભરો
- માન્ય સરનામા ના પુરાવા નો દસ્તાવેજ અપલોડ કરો
- રૂપિયા 50 ફી ભરો.
- પસંદ કરી ફોર્મ સબમીટ કરો
⚠️⚠️અપડેટ રસીદ (URN) મળશે:- જેના દ્વારા તમે સ્ટેટસ ચેક કરી શકો છો.
🗂️સરનામા ના પુરાવા માટે ના ડોક્યુમેન્ટ📁

- રેશનકાર્ડ
- લાઈટ બિલ અથવા ગેસ બિલ
- બેંકની પાસબુક
- પોસ્ટ પેઈડ મોબાઈલ બિલ
- પાસપોર્ટ
- ભાડા કરાર પત્ર
- સરકાર દ્વારા ધારી કરવામાં આવેલું કોઈપણ સરનામા વાળું પ્રમાણપત્ર ચાલશે
સંપૂર્ણ યાદી માટે જુઓ: ડોક્યુમેન્ટ નું લિસ્ટ
⏭️2. ઓફલાઈન પ્રોસેસ (આધાર સેવા કેન્દ્રમાં જઇ)

- તમારી નજીકના આધાર કેન્દ્ર પર જાવ
- આધાર કાર્ડ અને જરૂરી સરનામાના પુરાવા સાથે લઈ જાવ
- આધાર કેન્દ્ર પર જઈને ફોર્મ માંગો
- આ ફોર્મ સાચી માહિતી સાથે ભરો
- તમારી બાયોમેટ્રિક ચકાસણી પછી માહિતી અપડેટ થાય છે
- 50 રૂપિયા ફી ભરો.
⚠️⚠️અપડેટ સ્ટેટ્સ તમે ઓનલાઈન ટ્રેક કરી શકો છો.. URN દ્વારા.
⬆️સરનામા માં સુધારો કર્યા પછી
👉સામાન્ય રીતે 7-10 કામકાજ ના દિવસ માં તમારું આધારકાર્ડ અપડેટ થઈ જશે.
👉નવા આધારકાર્ડ ની ડિજિટલ કોપી DIGILOCKER માં મળે છે.