You are currently viewing નોન – ક્રીમિલેયર સર્ટીફીકેટ રિન્યુ અથવા અપડેટ કરવાની સંપૂર્ણ પ્રોસેસ 2025 || non creamy layer certificate renew process 2025
Non creamy layer in your process 2025,

નોન – ક્રીમિલેયર સર્ટીફીકેટ રિન્યુ અથવા અપડેટ કરવાની સંપૂર્ણ પ્રોસેસ 2025 || non creamy layer certificate renew process 2025

👉📝આ લેખ માં આપણે જાણીશું કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ની અવધિ જો પૂરી થઈ ગઈ હોય તો તેને કેવી રીતે રિન્યુ કરવું કે અપડેટ કરવું..તેની માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે ની પાત્રતા શું હોય છે..આ સર્ટિફિકેટ અપડેટ કરવાની કેમ જરૂર પડે છે.. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કેટલા વર્ષ સુધી માન્ય ગણાય છે..કેટલા વર્ષે તેને રિન્યુ કે અપડેટ કરવું પડે છે..રિન્યુ કરવા માટે કેવી રીતે અરજી કરવી..આ બધી j જાણકારી આજે આપણે આ લેખમાં જોઈશું..

ભારત માં અનુસૂચિત જાતિના ( SC), અનુસૂચિત જનજાતિ (ST) અને OTHER BACKWARD CLASSES (OBC) વર્ગે ના લોકો માટે સરકાર દ્વારા તેમને અનેક પ્રકારના વિવિધ લાભો આપવામાં આવ્યા છે,પરંતુ બધા જ OBC વર્ગ ના લોકો આ લાભ મેળવવા માટે પાત્ર છે તે જરૂરી નથી..તેના માટે વાર્ષિક આવક અને બીજા કેટલાક માપદંડો ક્રીમી લેયર હેઠળ આવે છે,,આવા લોકો કોઈ લાભ ભોગવી શકતા નથી ..

  • પ્રમાણપત્ર ની મર્યાદા પૂરી થઈ ગઈ હોય
  • તમારે કોલેજ એડમિશન સરકારી નોકરી રિઝર્વેશન લાભ મેળવવા માટે જરૂરી છે
  • પહેલા જે પ્રમાણપત્ર કાઢેલું છે તે ભૂલ વાળું છે ..જેમ કે નામ સરનામું આવક નું વર્ષ ઉંમર વગેરેમાં ભૂલ હોય
ડોક્યુમેન્ટ ફોટો
ડોક્યુમેન્ટ
  1. જૂનું ક્રિમિલેયર સર્ટિફિકેટ
  2. આવક નો દાખલો( પિતાનું નોકરી નું પ્રમાણપત્ર અથવા ધંધા નું પ્રમાણપત્ર)
  3. આધાર કાર્ડ
  4. રહેઠાણનો પુરાવો( રેશનકાર્ડ ,લાઈટ બિલ વગેરે)
  5. માતા અથવા પિતાનું નોકરી નું પ્રમાણપત્ર (class 1-2 અધિકારી છે કે નહીં તે માટે)
  6. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (જાતિના પુરાવા માટે)
  7. પાસપોર્ટ સાઇઝ ફોટા (બે ત્રણ)
  1. ઑફલાઇન પ્રોસેસ( તાલુકા સેવા સદન કે મામલતદાર કચેરી એ જઈ ને)
  2. ઓનલાઈન પ્રોસેસ ( ગુજરાત પોર્ટલ દ્વારા)
Offline process
ઓફલાઈન પ્રોસેસ PNG
  • તમારી નજીકના મામલતદાર ઓફિસ જન સેવા કેન્દ્ર કે
  • રીન્યુ કરવા માટેનું ફોર્મ લ્યો અથવા તેના પોર્ટલ પરથી ડાઉનલોડ કરો
  • ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ જોડો
  • જરૂર પડે તો જૂનું ક્રિમિનલિયર પણ જોડો
  • ફી ભરો (સામાન્ય રીતે ૨૦ થી ૫૦ રૂપિયા હોય છે)
  • તમારા આવકના પુરાવા પરથી અરજી વેરીફાઈ થશે
  • મંજૂરી આપ્યા બાદ નવું પ્રમાણપત્ર મેળવી શકાશે
1000007522
  1. Digital Gujarat પોર્ટલ પર લોગીન કરો અથવા નવી નોંધણી કરો જો જરૂર હોય તો
  2. Non creamy layer certificate સર્વિસ પસંદ કરો.
  3. આપેલું અરજી ફોર્મ ભરો..જૂનું ક્રિમિલેયર સર્ટિફિકેટ અને આવક ની વિગતો દાખલ કરો.
  4. જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો
  5. ફી ભરો
  6. ઓનલાઈન રસીદ મેળવો..
  7. URN નંબર મળશે તેના થી ઓનલાઈન સ્ટેટસ ચેક કરી શકો છો
  8. 15-30 દિવસ માં ઇમેઇલ અથવા CSC પર થી નવું સર્ટિફિકેટ મેળવી શકો છો
  • સામાન્ય રીતે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 3 વર્ષ સુધી માન્ય રહે છે.
  • પણ અમુક પરિસ્થિતિના આધારે વધારે સમય માટે પણ આપી શકે છે રાજ્ય સરકાર પ્રમાણે અલગ હોઈ શકે છે

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.