You are currently viewing ૭/૧૨ અને ૮(અ) ની નકલ ડાઉનલોડ કરો ઓનલાઇન : જમીન સર્વે નંબર નકશો | 7/12 ni nakal download online

૭/૧૨ અને ૮(અ) ની નકલ ડાઉનલોડ કરો ઓનલાઇન : જમીન સર્વે નંબર નકશો | 7/12 ni nakal download online

આજે ઓનલાઈન ૭/૧૨ અને ૮(અ) ની નકલ ડાઉનલોડ કેવી રીતે કરવી એ માહિતી મેળવીશું. સાતબાર અને આઠ ની નકલ ડાઉનલોડ કરવા માટે એક વેબસાઈટ ની જરૂરિયાત રહેશે. એ વેબસાઈટ સરકારી વેબસાઈટ છે. એ વેબસાઈટની મદદથી ઘરે બેઠા સાતબાર અને આઠ અને નકલ ડાઉનલોડ કરી શકાય છે.૭/૧૨ અને ૮અ ની નકલ ડાઉનલોડ કરવા માટે વેબસાઈટ.

અથવા તો તમારા ફોનમાં આવેલા કોઈપણ બ્રાઉઝરમાં જેમ કે ક્રોમમાં any ror લખી સર્ચ કરશો એટલે એક વેબસાઈટ પહેલા પેજ ઉપર જોવા મળશે એની ઉપર ટચ કરવાનું રહેશે.

આ પણ વાંચો : 

 સાતબાર અને આઠ અને નકલ ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ પર આવી જશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

ઉપર આપેલી સ્ક્રીનમાં DIGITAL SIGNED ROR લખેલું છે ત્યાં ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

૭/૧૨ અને ૮અ ઉતારા ની નકલ મેળવવા માટે ઉપર આપેલી સ્ક્રીનમાં તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે મોબાઈલ નંબર લખાઈ જાય પછી નીચે જે કેપ્ચા આપેલો છે એ કેપ્ચા ભરવાનો રહેશે એ કેપ્ચામાં જે તમને નંબર દેખાય છે એવી જ રીતે વ્યવસ્થિત નંબર લખવાનો રહેશે. ત્યારબાદ જનરેટ ઓટીપી ( Generate OTP) પર ટચ કરવાનું રહેશે. ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

આ વિડીયો પણ જુઓ :

ઉપર આપેલી સ્ક્રીનમાં જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો હતો એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે એ અહીંયા લખવાનો રહેશે. ત્યારબાદ લોગીન ઉપર ટચ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

ઉપર પ્રમાણે સ્ક્રીન ખુલે પછી પહેલા ઓપ્શનમાં લખેલું છે કોઈ એક વિકલ્પ પસંદ કરો ત્યાં તમારે જે ઉતારવાની નકલ મેળવવી હોય એ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ એની નીચે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે બાજુમાં તાલુકો પસંદ કરવાનો રહેશે અને તમારું જે ગામ હોય એ પસંદ કરવાનું રહેશે બાજુમાં તમારો સર્વે નંબર પસંદ કરવાનો રહેશે. આ બધી માહિતી પસંદ થઈ જાય પછી એડ વિલેજ ફોર્મ (add village form)ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારે જો એક સાથે સાતબાર આઠ અ ઉતારા નંબર છ બધી નકલ મેળવવી હોય તો અહીંયાથી જ તમે વારાફરતી પસંદ કરી શકો છો. એડ વિલેજ ફોર્મ ઉપર ટચ આપશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

ઉપરની સ્ક્રીનમાં લખેલું છે પ્રોસિડ ફોર પેમેન્ટ ત્યાં ટચ કરવાનો રહેશે અને તમારે પેમેન્ટ કરવાનું રહેશે એક ઉતારા ના પાંચ રૂપિયા પેમેન્ટ છે જો તમે ઉતારા નંબર સાત અને ઉતારા નંબર 12 બની કઢાવો છો તો ટોટલ ₹10 પેમેન્ટ થશે. ત્યાં ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

ઉપરની સ્ક્રીન જોવા મળે પછી પે અમાઉન્ટ ( pay amount) પર ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરીને તમે પેમેન્ટ કરી શકો છો. ત્યાં અલગ અલગ ઘણા ઓપ્શન હોય છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ,ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ , સુવિધાની મદદથી અમાઉન્ટ પે કરવાનો રહેશે. તે કરી દેજો પછી તમે પસંદ કરેલા ઉતારા 24 કલાક સુધી ડાઉનલોડ કરી શકો છો. અહીંયા થી ડાઉનલોડ કરેલા ઉતારા તમે તમારા ઉપયોગમાં લઈ શકો છો.