આ લેખમાં આપણે bank of baroda માં ખાતું ખોલવાથી શું શું લાભ થાય છે તે વિશે માહિતી મેળવીશું. bank of baroda માં ખાતું ખોલવા માટે ના ફાયદા ઘણા બધા છે .ભારતની શ્રેષ્ઠ સરકારી બેન્કોમાંની એક બેંક ઓફ બરોડા છે .દેશ અને વિદેશમાં પણ પોતાના વિશ્વસનીય સેવા અને પ્રખ્યાત બ્રાન્ડ તરીકે ઓળખાતી બેંક છે. જો તમે બેંકનું ખાતું નવું ખોલવાનું વિચારી રહ્યા છો તો bank of baroda એ એક યોગ્ય વિકલ્પ છે. Bank of baroda માં ખાતું ખોલાવવું માત્ર સુરક્ષિત બચત નું સાધન નથી. પણ તે એક શક્તિશાળી નાણાકીય સહાય પણ છે .આ બેંક વિશ્વાસનીયતા, સસ્તી સેવા અને ટેકનોલોજીકલ અપડેટ સાથે સંપૂર્ણ બેકિંગ અનુભવ આપે છે. તો આપણે આ લેખમાં બેંક ઓફ બરોડા માં ખાતું ખોલવા ના કયા ફાયદા રહેલા છે તે વિશે માહિતી મેળવીશું.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બંધ ખાતુ ચાલુ કેવી રીતે કરવું : અહીં આ ક્લિક કરીને જાણો
Table of Contents
1. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક
bank of baroda પાસે ભારતભરમાં તેમજ વિદેશમાં 8,000 થી વધુ શાખાઓ અને 10,000 થી વધુ ATM છે. એટલે તમે જ્યાં રહેતાં હોય તે વિસ્તાર ની આજુ બાજુ માં બેન્કિંગ સેવાઓ સરળતાથી મેળવી શકો છો.
2. તમારી જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પ્રકાર ના ખાતાઓ
- બચત ખાતું ( Saving Account)
- કરંટ ખાતું ( Current Account)
- જુનિયર ખાતું નાના બાળકો માટે
- પેન્શન ધારકો માટેનું વિશેષ ખાતું
- વિદ્યાર્થીઓ માટે નું Zero Balance ખાતું
3. બચત ખાતા પર વ્યાજ
Saving Account( બચત ખાતા) પર સ્પર્ધાત્મક વ્યાજ દર મળતો હોય છે, જેના કારણે તમારી બચત પણ સતત વધતી રહે છે.
4. આધુનિક ડિજિટલ સેવાઓ
bank of baroda માં આધુનિક ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ છે ,જેવી કે BOB ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ એપ BOB World,SMS સેવા,UPI ટ્રાન્ઝેક્સન જેવી આધુનિક ડિજિટલ સેવાઓ થી સજ્જ છે. જેથી તમે ઘરે બેઠા તમામ પ્રકારના બેંકના ટ્રાન્જેક્શન કરી શકો છો.
5. ATM અને Rupay / visa / MasterCard, ફ્રી ડેબિટ કાર્ડ સુવિધા
તમે બેન્ક ઓફ બરોડામાં ખાતું ખોલાવવાની સાથે જ તમને ATM કાર્ડ અથવા ડેબિટ કાર્ડ મળતું હોય છે. જેના દ્વારા તમે ATM માંથી ગમે ત્યારે ગમે તેટલો કેશ ઉપાડી શકો છો .અને ઓનલાઇન ખરીદી પણ કરી શકો છો.
6. સરકારી યોજનાઓ( Government Schemes) સાથે સંકળાયેલ
બેંક ઓફ બરોડા સરકારી વિવિધ યોજનાઓ સાથે સંકળાયેલી છે , જેમાં તમે સરળતાથી ખાતું ખોલવી શકો છો,જેવી કે
- જન ધન યોજના
- સુકન્યા સમૃદ્ધિ યોજના
- પેન્શન યોજના
- ધન લાભ યોજના
7. ઓછા મીનીમમ બેલેન્સ ની જરૂરિયાત
bank of baroda ના કેટલીક શાખાઓમાં ઝીરો બેલેન્સ ખાતા પણ ઉપલબ્ધ છે .ખાસ કરીને આવા પ્રકારના ખાતાઓ વિદ્યાર્થીઓ અને જન ધન યોજના હેઠળ ઉપલબ્ધ છે.
8. સગર્ભા અને ફેમિલી માટે ખાતાઓ
bank of baroda માં સગર્ભા માટે અને ફેમિલી માટે પણ ખાતાઓ ઉપલબ્ધ છે, જેવા કે સુકન્યા સમૃદ્ધિ યોજના અને જુનિયર ખાતાઓ વગેરે જેવા ખાતા ઉપલબ્ધ છે.
9. લૉન , ફિક્સ ડિપોઝિટ અને અન્ય સેવાઓ સાથે ઇન્ટિગ્રેશન
હોમ લોન , કર લોન ,FD/RD ACCOUNT, મ્યુચ્યુઅલ ફંડ,વગેરે માટે પણ સહાયક છે.
10. વિશ્વસનીય અને સુરક્ષિત બેંક
bank of baroda બેંક એ સરકારની માલિકીની હોવાથી નાણાંની સુરક્ષા વધારે રહે છે ,અને વિશ્વસનીય બેંક છે.