ગુજરાત વીજળી વિભાગે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેસ નોટ જારી કરીને નવા નિયમો જાહેર કર્યા છે જો એ નિયમોનો ઉલ્લેખન કરશો તો સજાને પાત્ર ગુનો થશે. હાલમાં વીજળીના કરંટથી પ્રાણીઓ અને મનુષ્યના મૃત્યુ આંક વધી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાત વીજળી વિભાગે મહત્વના નિર્ણય લીધા છે.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમાચાર પત્રમાં એક પ્રેસ નોટ ચાલી કરવામાં આવી છે. જેમાં થોડા નિયમો લખેલા છે જો તમે નિયમન ઉલ્લંઘન કરશો તો ફોજદારી ગુનો લાગુ પડશે અને જેલની સજા પણ થઈ શકે છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એક ટોલ ફ્રી નંબર અને ફેક્સ નંબર પણ સારી કરાયેલ છે જો તમને કોઈ નીચે પ્રમાણે ગુનાહિત કૃત્ય થતા જોવા મળે તો તમે આ નંબર ઉપર જાણ કરી શકો છો.
નીચે થોડા મુદ્દા આપેલા છે જો તમને કોઈ એવી ઘટના ધ્યાને આવે તો તમે નીચે આપેલા ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી શકો છો અને ગુનાહિત પ્રવૃત્તિને થતી અટકાવી શકો છો પ્રાણીઓ અને મનુષ્યનું જીવન બચાવી શકો છો.
1 – કેટલાક કેબલ ઓપરેટરો દ્વારા ટીવી તથા ઇન્ટરનેટના કેબલ્સને વીજ પોલ પરથી પસાર કરવામાં આવે છે જે અયોગ્ય છે અને જાહેર જનતાને તથા વીજ કંપનીના કર્મચારી માટે અડચણરૂપ છે અને પ્રાણ ઘાતક અકસ્માત થવાની સંભાવના રહેલી છે.
2 – કેટલા ઈસમો તેમના પોતાની મિલકત અથવા જાન માલની રક્ષા માટે લાકડા તથા સિમેન્ટની થાંભલી ઉપર લોખંડના તાર વીટાળી તેમાંથી હળવા દબાણનો કે ભારે દબાણનો વીજ પ્રવાહ દોડાવે છે જેના કારણે જાણે અજાણે પ્રાણીઓ અથવા મનુષ્ય વીજ પ્રવાહ વાળા લોખંડના તારના સીધા સંપર્કમાં આવવાથી મોતને ભેટે છે.
3 – કેટલાક ઈસમો દ્વારા કપડાં સુકવવા માટે શ્રીફળનો હાર બાંધવા પશુઓને બાંધવા તેમજ લારી ગલ્લા માટે વીજળીના થાંભલા નો ઉપયોગ કરતા માલુમ પડે છે ઉપરાંત કેટલાક લોકો દ્વારા જાહેરાતો ના હોર્ડિંગ તથા ટ્રાન્સફોર્મરની ફેસિંગ નો ઉપયોગ કરી લગાવવામાં આવે છે જેને લીધે ક્યારેક ટેકનિકલ ખામીને લીધે ઓલ અથવા તો ટ્રાન્સફોર્મરની ફેસિંગ પર ક્યાંકથી પણ લીકેજ કરંટ આવવાને કારણે જીવલેણ અકસ્માત થવાની સંભાવના રહે છે.
આવી અપરાધિક પ્રવૃત્તિઓ સામાજિક રીતે ગુનાહિત છે જે ગંભીર હોય તેને ચલાવી ન શકાય આવી પ્રવૃત્તિના કારણે કોઈ નિર્દોષ પ્રાણી અથવા મનુષ્ય અકસ્માતે મોતને ન ભેટે તે માટે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા તમામ ઈસમો કેબલ ઓપરેટરો તથા ઉપર મુજબની ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમોને ભારપૂર્વક ચેતવણી આપીને જણાવવામાં આવે છે કે ઉપર મુજબની પ્રવૃત્તિ કોઈપણ સંજોગોમાં કરવી નહીં જો કોઈ ઈસમ દ્વારા ઉપર મુજબની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતા માલુમ પડે તો નીચે આપેલા ટેલીફોન નંબર અથવા ફેક્સ નંબર ઉપર જાણ કરી શકો.
ઉપર મુજબની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતા જાણ મળે તો મધ્ય ગુજરાત વીજ કંપનીના ટોલ ફ્રી નંબર 19124 અને 18002332670 તથા ફેક્સ નંબર 0265-2337918,2338164 પર જાણ કરવા વિનંતી.
જેથી આવા વ્યક્તિઓ સામે ફોજદારી રહે વીજ કંપની દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી શકાય અને ભવિષ્યમાં ઉપર મુજબની ગુનાહિત પ્રવૃત્તિને લીધે થતા વીજ અકસ્માતો ટાળી શકાય.