👉📝આ લેખમાં આપણે વિશ્વાસ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. વિશ્વા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા વિધવા સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. મુખ્ય હેતુ પતિના અવસાન બાદ મહિલાઓને આર્થિક સહાય આપવાનો છે, જેથી તેઓ પોતાના જીવનનો ખર્ચ સરળતાથી ચલાવી શકે. જરૂરિયાતમંદ મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી યોજના છે. તમામ લાયકાત અને યોગ્ય જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર હોય તો સરળતાથી અરજી કરી શકાય છે. અરજી કરતાં પહેલાં તમારા રાજ્યના તાજેતરના નિયમો અને સહાયની રકમને ખાતરી જરૂર કરવી. તો આજે આપણે આ લેખ માં મહિલા વિધવા સહાય યોજના માટે અરજી કરવા માંગતા હોય તેના માટે લાયકાત ,જરૂરી ડોક્યુમેન્ટ ,અરજી પ્રક્રિયા અને મળતી સહાય વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
Table of Contents
✅વિધવા સહાય યોજના શું છે?
વિશ્વ સહાય યોજના એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજના હેઠળ પાત્ર વિધવા મહિલાઓને દર મહિને અથવા સરકારના નિયમો મુજબ નાણાકીય સહાય આપવામાં આવે છે.
🛑યોજનાનો મુખ્ય હેતુ
- વિધવા મહિલાઓને આર્થિક સહાય આપવી.
- સ્વાવલંબી જીવન જીવવામાં મદદ કરવી.
- ગરીબ અને જરૂરીયાત મન મહિલાઓને સામાજિક સુરક્ષા પૂરું પાડવી
- પરિવારના દૈનિક ખર્ચમાં સહાયરૂપ બનવું
❇️વિધવા સહાય યોજના માટે લાયકાત
- અરજદાર મહિલા વિધવા હોવી જોઈએ.
- ભારતની નાગરિક હોવી જોઈએ
- રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ
- પરિવારની આવક સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદામાં હોવી જોઈએ.
- અન્ય સમાન સરકારી પેન્શન નો લાભ ન લેતી હોવી જોઈએ.
નોંધ: દરેક રાજ્યમાં પાત્રતાના નિયમોમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે.
🗂️જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- રહેઠાણ નો પુરાવો
- પતિનું મૃત્યુ પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- રેશનકાર્ડ
- બેંક પાસબુક ની નકલ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઈલ નંબર
- જાતિનો દાખલો
⏭️અરજી કેવી રીતે કરવી?
વિધવા સહાય યોજના માટે તમે બે રીતે અરજી કરી શકો છો.
- ઓનલાઇન અરજી
- ઓફલાઈન અરજી
✅1). ઓનલાઈન અરજી
- રાજ્ય સરકારનું સત્તાવાર પોર્ટલ પર જાવ
- નવી નોંધણી કરો અથવા લોગીન કરો
- વિધવા સહાય યોજના પસંદ કરો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- માહિતી ચકાસીને અરજી સબમીટ કરો
- અરજી નંબર સાચવી રાખો
✅2). ઓફલાઈન અરજી
- નજીકના જનસેવા કેન્દ્ર અથવા તાલુકા કચેરીમાં જાવ
- અરજી ફોર્મ મેળવો
- તમામ વિગતો સાચી રીતે ભરવી
- જરૂરી ડોક્યુમેન્ટ જોડો
- સંબંધિત અધિકારીને સબમિટ કરો
- અરજીની રસીદ મેળવો
✅અરજી નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
- રાજ્યની સત્તાવાર વેબસાઈટ પર જાવ
- Application Status વિકલ્પ પસંદ કરો.
- અરજી નંબર અથવા આધાર નંબર દાખલ કરો.
- તમારું અરજી સ્ટેટસ જોઈ શકો છો
💰સહાય ની રકમ કેટલી મળે છે?
વિધવા સહાયની રકમ રાજ્ય સરકાર મુજબ અલગ અલગ હોઈ શકે છે. કેટલાક રાજ્યોમાં દર મહિને પેન્શન આપવામાં આવે છે, જ્યારે કેટલાક રાજ્યોમાં અલગ દર નક્કી કરવામાં આવ્યો છે.
તેથી અરજી કરતા પહેલા તમારા રાજ્યની સત્તાવાર વેબસાઈટ પર સહાયની વર્તમાન રકમ જરૂર તપાસો.
👉હાલમાં ગુજરાત સરકારની ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ પાત્ર વિધવા મહિલાઓને દર મહિને ₹1250 ની આર્થિક સહાય આપવામાં આવે છે આ રકમ લાભાર્થીના બેંક ખાતામાં DBT દ્વારા જમા કરવામાં આવે છે.
📌🛑અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
- સાચી માહિતી આપો
- તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ અપલોડ કરો
- આધાર અને બેંક એકાઉન્ટ લિંક હોવું જોઈએ
- મોબાઈલ નંબર ચાલુ રાખો
- અરજી નંબર સુરક્ષિત રાખો