👉📝આ લેખમાં આપણે જો તમારે કોઈ બેંક માં ખાતું ખોલાવવું હોય ,તો કઈ બેંકમાં ખોલાવવું જોઈએ ? કઈ બેંકો સારી સુવિધાઓ આપે છે ?ડિજિટલ સેવાઓ કઈ બેંકમાં ઉપલબ્ધ છે? મફત અને ઓછું મિનિમમ બેલેન્સ કઈ બેંકમાં હોય છે ?ખાતું ખોલવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? કઈ બેંકમાં ખાતું ખોલવું જોઈએ? કઈ સારી બેંક છે ?. આજના આ સમયમાં દરેક વ્યક્તિ માટે બેંક ખાતુ હું ખૂબ જ જરૂરી બની ગઈ છે. તે પૈસાની સુરક્ષા, લેવડદેવડની સરળતા, સરકારની યોજનાઓનો લાભ લેવા માટે અને વિવિધ નાણાકીય સુવિધાઓ માટે ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. દરેક બેંકની પોતાની ખાસિયત હોય છે તમે કઈ જગ્યાએ રહો છો? તમારી ફાઈનાન્સિયલ ઉદ્દેશ્યો શું છે અને કોના માટે તમે ખાતું ખોલાવી રહ્યા છો તેના આધારે તમારે બેંક પસંદ કરવી જોઈએ તો આપણે આ લેખમાં ખાતું કઈ બેંકમાં ખોલવું જોઈએ, તે વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Table of Contents
🏠❇️ખાતું ખોલવા માટે બેન્ક ના પ્રકાર

બેંક ના પ્રકાર | બેંક | વિશેષતા |
સરકારી બેન્ક | SBI, બેંક ઓફ બરોડા,PNB | વિશ્વાસનીયતા વધુ સરકારી યોજનાઓમાં સહયોગ |
ખાનગી બેન્ક | HDFC Bank, ICICI Bank, Axis Bank | ઝડપી સેવા ઓનલાઇન સુવિધાઓ સારી |
પેમેન્ટ બેંક | Paytm payment Bank, Airtel payment Bank | મોબાઈલ બેન્કિંગ |
સહકારી બેંક | જુદી જુદી રાજ્ય સ્તરીય બેંક | સ્થાનિક સ્તરે કામ કરે પણ ટેકનોલોજી મર્યાદિત |
🏠✅બેંક ખાતા ના પ્રકાર
👉ખાતું ખોલતી વખતે તમારે કયું ખાતું ખોલવું તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે
👉અહીંયા નીચે કોષ્ટક દ્વારા તમને ખાતાના પ્રકાર , કોના માટે તમારે ખાતું ખોલવું છે ,અને તે ખાતાના ખાસ ફાયદા કયા છે તેની વિગત આપેલી છે.
ખાતા નો પ્રકાર | કોના માટે | ખાસ ફાયદા |
સેવિંગ્સ ખાતું | સામાન્ય વ્યક્તિ માટે | પૈસા બચાવવા, પેમેન્ટ લેવા, ડિજિટલ લેવડદેવડ માટે |
current Account | વેપારીઓ, કંપનીઓ | રોજિંદા મોટા ટ્રાન્ઝેક્શન માટે |
જન ધન ખાતુ | નીચી આવક ધરાવતા લોકો માટે | મફત ખાતું ,Rupay એટીએમ કાર્ડ ,ઓછી કાગળ કાર્યવાહી |
ફિક્સ ડિપોઝિટ | રોકાણ ઇચ્છતા લોકો માટે | નક્કી વ્યાજદર, લાંબા ગાળા નું રોકાણ |
recurring Deposit | નિયમિત બચત કરનારા લોકો માટે | માસિક ચોક્કસ રકમ થી બચત |
✅📌ખાતુ ખોલવા માટે મહત્વના મુદ્દા

👇જ્યારે તમે બેંક પસંદ કરો ત્યારે તમારે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ
✅1.સુરક્ષા અને વિશ્વિનીયતા :
SBI , bank of baroda, ICICI Bank જેવી બેંકોમાં પૈસા સુરક્ષિત રહે છે.
✅2. સેવા અને ગ્રાહક સપોર્ટ :
ખાનગી બેંકોમાં જેમકે HDFC બેન્ક, ICICI બેંક માં ગ્રાહક સેવા ઘણી ઝડપી હોય છે.
✅3. ફિચર્સ અને ટેકનોલોજી :
મોબાઈલ એપ , ઇન્ટરનેટ બેન્કિંગ,ATM સુવિધાઓ, ઉપલબ્ધ છે કે નહીં તે જુઓ.
✅4. ચાર્જ અને મીનીમમ બેલેન્સ :
ઘણી ખાનગી બેંકો મિનિમમ બેલેન્સ વધુ માંગે છે સરકારી બેન્કોમાં આ ઓછું હોય છે.
✅5. લોન અને અન્ય લાભો :
નાની વ્યાજદરમાં લોન ની જરૂર હોય તો bank of baroda,SBI જેવી બેન્ક સારો વિકલ્પ છે.
⏭️🏠બેંક ની ટોચની તુલના
👇અહીંયા બેંકોની વિશિષ્ટ સુવિધાઓ અને બેંકની ટોચની તુલના વિશે કોષ્ટક દ્વારા માહિતી આપેલી છે.
બેંક | પ્રકાર | મુખ્ય ફાયદા | મોબાઈલ બેંકિંગ એપ | મીનીમમ બેલેન્સ |
SBI | સરકારી | સમગ્ર ભારતમાં બ્રાન્ચ સરળતા | YONO App | ગ્રામ્ય ₹0 ,શહેરી ₹1000 |
Bank of Baroda | સરકારી | જન ધન યોજના ગ્રામીણ વિસ્તારોમાં સારી | BOB World | ₹500-1000 |
HDFC Bank | ખાનગી | ઝડપી સેવા મોબાઇલ બેન્કિંગ શ્રેષ્ઠ | HDFC App | ₹5000 |
ICICI bank | ખાનગી | ડિજિટલ સુવિધાઓ સારી | immobile | ₹10,000 |
Axis Bank | ખાનગી | માર્ટ એન્થેમ અને મોબાઈલ સેવાઓ | – | ₹5000 |
post office savings account | સરકારી | સરકારી ખાતું અને ખર્ચા ઓછા | – | ₹500 |
📱✅ઓનલાઇન ખાતું કેવી રીતે ખોલવું
👉ઉદાહરણ તરીકે HDFC બેન્ક માં ખાતું ખોલવા માટે…
- બેંક ની વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશન ખોલો.
- Open Account અથવા Apply Now પર ક્લિક કરો.
- આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે E-KYC કરો.
- Face verification થકી તમારી ઓળખ તપાસશે.
- ખાતું 10 થી 15 મિનિટ માં એક્ટઇવ થઈ જશે.
🏠✅બેંક સુરક્ષા અને રોકાણ સુરક્ષા અંગે

- ભારતમાં દરેક ખાતાને રૂપિયા 5 લાખ સુધીના ડિપોઝિટ માટે DICGC તરફથી સુરક્ષા આપવામાં આવે છે.
- એટલે કે જો કોઈ બેંક બંધ પણ થઈ જાય તો પણ તમારું ₹ 5 લાખ સુધી નું સેવિંગ્સ સુરક્ષિત રહેશે.
- સરકારી બેંકો જેવી કે SBI બેંક, Bank of Baroda તે સુરક્ષા ની દ્રષ્ટિએ વધુ વિશ્વસનીય છે.
🏠❇️બેંક વિશે ટૂંક માં
જરૂરિયાત | બેંક |
ઓછા દસ્તાવેજ | જન ધન યોજના,SBI,BOB |
મોબાઈલ દ્વારા ચાલતું ખાતું | Kotak 811, Paytm bank |
ઝડપી સર્વિસ | HDFC Bank, ICICI Bank |
લોન ની સરળતા | Bank of Baroda,SBI |
નાના વેપારીઓ માટે | SBI Current Account, Axis Current Account |
📌⚠️ખાસ નોંધ :
⚠️ગ્રામીણ વિસ્તારમાં : SBI,BOB વધુ સરળ પડે છે.
⚠️વિદ્યાર્થીઓ માટે : જન ધન ખાતુ,ન્યુનતમ ડિપોઝિટ વિના
⚠️જ્ઞાન શીલ યુવાનો માટે : kotak 811 , Insta Account સરળ અને ઝડપી
⚠️ડિજિટલ સુવિધા માટે : HDFC બેન્ક અને ICICI બેંક
⚠️મફત ખાતું અને ઓછું મીનીમમ બેલેન્સ માટે: જન ધન યોજના હેઠળ ખાતું ખોલી શકો.